• તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને ક્રોસ વોટીંગ કરનાર 34 સભ્યોને છ વર્ષ માટે તાત્કાલિક સસ્પેન્ડ કરતા ગુજરાત સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ
• તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ના આદેશના ઉલ્લંઘન કરી ગેરહાજર રહેનાર 9 સભ્યોને તાત્કાલિક નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો.
તાજેતરમાં તાલુકા પંચાયતની અઢી વર્ષની મુદત પૂરી થયા બાદ પ્રમુખ,ઉપપ્રમુખની ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયેલા આદેશનું ઉલ્લંઘન કરીને ક્રોસ વોટીંગ કરનાર 34 સભ્યોને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે નિર્ણય કરેલ છે. કોંગ્રેસ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનાર વિવિધ તાલુકા પંચાયતમાં ગારીયાધાર, કલોલ, અબડાસા, લખતર, સરસ્વતી, સિધ્ધપુર, વિસનગર, નડિયાદ, માતર, મહુવાના સભ્યોનો સમાવેશ થાય છે ગુજરાતની વિવિધ તાલુકા પંચાયતમાં પક્ષના આદેશ વિરુદ્ધ ગેરહાજર રહેનાર નવ સભ્યોને પણ પક્ષ તરફથી તાત્કાલિક નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે.
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
1 Comment
Very well written! The points discussed are highly relevant. For further exploration, check out: LEARN MORE. Keen to hear everyone’s opinions!