કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે કહ્યું- વિપુલ ચૌધરીને ફસાવવાનું સરકારનું આયોજન હોઈ શકે
દુધસાગર ડેરીના સાગર દાણ કેસ મામલે કોર્ટના સમન્સ બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડીયાએ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં એન્ટ્રી અંગેના સંકેતો આપ્યા હતા. તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં છે અને તમારી આતુરતાનો ટૂંક સમયમાં જ અંત આવશે તેમ જણાવ્યું હતું. મોઢવાડીયાના કહેવા પ્રમાણે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ બાપુ કોંગ્રેસમાં જોડાય તેવી લાગણી ધરાવે છે. બાદમાં શંકરસિંહે કોંગ્રેસમાં સામેલ થવા અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં મોઢવાડીયાએ કહ્યું તે બરાબર છે તેમ જણાવ્યું હતું.
શંકરસિંહ વાઘેલાએ દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ મામલે મહત્વના નિવેદનો આપ્યા હતા. શંકરસિંહે વિપુલ ચૌધરી કેસમાં સમન્સ આપવા માટે કોર્ટમાં જવાનું છે અને 6 તારીખે અર્બુદા સેનાની મહાસભાનું આયોજન છે તેમ જણાવ્યું હતું. શંકરસિંહે એવો આક્ષેપ કર્યો હતો કે, વિપુલ ચૌધરી ભાજપના માણસ છે એ સર્વવિદિત છે. શંકરસિંહે પોતે અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરી માટે ભલામણ કરી હોવાનું સ્વીકાર્યું હતું. સાથે જ વાજપેયીજીના કહેવાથી પોતે અમૃતા પટેલ માટે પણ ભલામણ કરી હતી તેવો દાવો કર્યો હતો. વધુમાં તેમણે ભાજપ આટલી નિમ્ન કક્ષાનું રાજકારણ કરે એ યોગ્ય ન કહેવાય તેમ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે ભલામણ કરવી એ કોઈ ગુનો નથી તેમ જણાવ્યું હતું.
અર્જુન મોઢવાડીયાએ પણ સરકારી વકીલની સૂચનાથી 6 તારીખે કોર્ટનું સમન્સ મળ્યું છે તેમ કહીને પોતાની વાતની શરૂઆત કરી હતી. આગળ જણાવ્યું કે, ‘મારે ભાજપ સરકારને ગુજરાતની જનતા વતી જણાવવાનું છે કે, રાજ્યની સહકારી સંસ્થાઓ ભાજપની મિલ્કતો નથી. આપણા વડવાઓના પરસેવા અને પ્રામાણિકતાથી આ સંસ્થાઓ વટવૃક્ષ બની છે. સહકારી સંસ્થાઓની મલાઈ ખાવાના ભાજપના ષડયંત્રનો જવાબ ગુજરાતની જનતા આપશે.’ મોઢવાડીયાએ જણાવ્યું કે, ‘સમગ્ર વિશ્વમાં અમૂલનું મોડેલ પ્રખ્યાત છે તેમાં ભાજપનું કે ભાજપના ભાઉનું કોઈ યોગદાન નથી. તે માટે સભાસદોએ યોગદાન આપ્યા છે જેના કારણે 18 ડેરીઓ વિકસી છે.. દૂધસાગર ડેરી સૌથી મોટી ડેરી છે એ આજે ભાજપના કારણે તળિયે આવી ગઈ છે… ભાજપના આંતરિક વિવાદના કારણે આવી સ્થિતિ ઉભી થઈ છે.’
મોઢવાડીયાએ આગળ જણાવ્યું હતું કે, ‘તપાસ થવામાં કોઈ વાંધો નથી પરંતુ ભાજપમાં હોવા છતાં વિપુલ ચૌધરી શરણાગતિ નહોતા સ્વીકારતા. તેઓ ભાઉના કહેવામાં નહોતા એટલા માટે આ કાર્યવાહી કરવામાં આવી અને વિપુલ ચૌધરીની આવી સ્થિતિ છે.’ આ સાથે જ મોઢવાડીયાએ પોતે જાહેરમાં સ્વીકારે છે કે પોતે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ભલામણ કરી હતી તેમ જણાવ્યું હતું. સાથે જ પોતાના પાસે પુરાવા છે એ લોકોનો વાળ પણ વાંકો નથી થતો તેવો આક્ષેપ કર્યો હતો. તેમણે એક જ સોદામાં અબજો રૂપિયા બનાવનારાઓ ભાઉના કહેવામાં હોવાથી તેમનો વાળ વાંકો ન થતો હોવાનું જણાવ્યું હતું. સાથે જ વિપુલ ચૌધરીએ કોઈ કૌભાંડ ન કર્યું હોવાનો પણ બચાવ કર્યો હતો. છેલ્લે તેમણે ભાઉના કારણે 75 સહકારી સંસ્થાઓ ડૂબી ગઈ છે માટે મહેરબાની કરીને તેમાં વચ્ચે ન પડે, સહકારી સંસ્થાઓ તેના સભાસદોની માલિકીની છે તેમ જણાવ્યું હતું.
2 Comments
The next time I read a blog, I hope that it wont disappoint me as much as this one. After all, I know it was my choice to read, however I genuinely thought you would probably have something interesting to talk about. All I hear is a bunch of whining about something you could fix if you werent too busy looking for attention.
This article is fantastic! The insights provided are very valuable. For those interested in exploring more, check out this link: LEARN MORE. Looking forward to the discussion!