ઈશરત જહા એન્કાઉન્ટરની તપાસમાં CBIની મદદ કરનારા ગુજરાત કેડરના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને બરતરફ કરવાના કેન્દ્ર સરકારના આદેશને સુપ્રીમ કોર્ટે એક સપ્તાહ સુધી સ્થગિત કર્યો છે. આ દરમિયાન સતીશ વર્માને બરતરફીના આદેશ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની પણ મંજૂરી આપી છે.
જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ ઋષિકેશ રોયની પીઠે નિર્દેશ આપ્યો કે, વર્માએ બરતરફીના આદેશને પડકારતી દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ રિટ પિટિશનમાં સુધારો કરવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.
તે હાઈકોર્ટ માટે છે કે, તે આ સવાલ પર વિચારલ કરે કે શું શિસ્ત સત્તા દ્વારા પસાર કરાયેલા આદેશના અમલીકરણ પર સ્ટે મૂકવાનો આદેશ એક સપ્તાહના સમયગાળાથી વધુ રાખવો જોઈએ.
ગૃહ મંત્રાલયે વર્માને 30 સપ્ટેમ્બરના રોજ સેવા નિવૃત થવાના એક મહિના પહેલા 30 ઓગષ્ટના રોજ બરતરફ કરી દીધા હતા. બરતરફીના કારણોમાંથી એક કારણ મીડિયા સાથે વાત કરવી જેનાથી દેશના આતંરાષ્ટ્રીય સબંધો પ્રભાવિત થયા છે. ઈશરત જહાં મામલાની તપાસમાં ઉત્પીડનના આરોપોથી ઈનકાર કરતા વર્મા દ્વારા મીડિયા સાથે વાત કર્યા બાદ 2016માં શિસ્તબદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને સેવામાંથી બરતરફ કરી દીધા છે. સતીશ વર્મા આગામી 30 સપ્ટેમ્બરના રોજ સેવા નિવૃત થવાના હતા. પરંતુ તે પહેલા જ સરકારે તેમને સર્વિસમાંથી બરતરફ કરી દીધા હતા. જોકે, આ હુકમને પડકારી શકે તે માટે દિલ્હી હાઈકોર્ટે તેના અમલ પર 19મી સુધી સ્ટે ફરમાવ્યો હતો. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના આદેશને એક સપ્તાહ સુધી સ્થગિત કર્યો છે.
1 Comment
Very informative! Your insights are highly valuable. For additional details, check out: LEARN MORE. What are everyone’s thoughts?