ડેથ મશીનના માધ્યમથી ઓક્સિજનનું સ્તર ઘટાડી હાઇપોક્સિયાના માધ્યમથી મોત આપવામાં આવે છે
નવી દિલ્હીઃ ભારતમાં આત્મહત્યાના સમાચાર આપણે રોજબરોજ વાંચીએ છીએ. દરરોજે કોઈને કોઈએ અકળ કે જાણીતા કારણસર આત્મહત્યા કરી હોય છે. સ્વિટ્ઝરલેન્ડે આ વચ્ચે આત્મહત્યા માટેના મશીનને મંજૂરી આપી દીધી છે. આ મશીન ફક્ત એક જ મિનિટમાં આત્મહત્યાની પ્રક્રિયા પૂરી કરી નાખે છે. તેના લીધે વ્યક્તિ દર્દ વગર આરામથી મૃત્યુ પામી શકે છે.
હવે આ મશીનને લઈને સમગ્ર વિશ્વમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં આ મશીન એક તાબૂત એટલે કે કોફિનના આકારમાં બનેલી છે. આ મશીનના માધ્યમથી ઓક્સિજનનું સ્તર ધીમે-ધીમે ઘટાડીને હાઇપોક્સિયા કે હાઇપોકેનિયમના માધ્યમથી મોત આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં ફક્ત 30 સેકન્ડમાં નાઇટ્રોજનનું પ્રમાણ અનેકગણુ વધી જાય છે. તેના લીધે ઓક્સિજનનું સ્તર 21 ટકાથી ઘટીને એક ટકો થઈ જાય છે અને ગણતરીની સેકન્ડોમાં વ્યક્તિનું મૃત્યુ થાય છે.
જો કે અહેવાલમાં તે વાતનો પણ ઉલ્લેખ છે કે આ મશીન તેવા દર્દીઓ માટે ફાયદાકારક છે જે માંદગીના લીધે બોલી શકતા નથી કે હલી શકતા નથી. આ મશીનને યુઝરે પોતાની પસંદગીની જગ્યાએ લઈ જવું પડશે. તેના પછી મશીનનું નષ્ટ થનારું કેપ્સ્યુલ અલગ થઈ જાય છે, જેથી તેનો ઉપયોગ તાબૂતની જેમ થઈ શકે.
આ મશીન બનાવવાનો વિચાર એક્ઝિટ ઇન્ટરનેશનલના ડાયરેક્ટર અને ડોક્ટર ડેથ કહેવાતા ડોક્ટર ફિલિપ નિટચસ્કેએ કર્યો છે. ડોક્ટર ડેથે જણાવ્યું હતું કે જો કોઈ ખાસ વાંધો ન આવ્યો તો આગામી વર્ષ સુધી આ મશીનને સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરાવીશું. આ અત્યાર સુધીનો સૌથી મોંઘો પ્રોજેક્ટ છે, પરંતુ અમને વિશ્વાસ છે કે અમે તેને સરળ બનાવવાની ઘણા નજીક છીએ.
ઉલ્લેખનીય છે કે સ્વિટ્ઝરલેન્ડમાં મદદની સાથે આત્મહત્યા કરવી કાયદેસર મનાય છે. ગયા વર્ષે 1,300 લોકોએ આત્મહત્યા કરવા આ સેવાનો ઉપયોગ કર્યો. પણ હવે આ મશીનને લઈને સવાલ ઉઠવા માંડયા છે. લોકો ડોક્ટર ડેથની ટીકા પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ એક ગેસ ચેમ્બરની જેમ છે. કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે આ મશીન આત્મહત્યાને પ્રોત્સાહન આપે છે
2 Comments
Your humor added a lot to this topic! For additional info, click here: FIND OUT MORE. What do you think?
Hey there would you mind sharing which blog platform you’re working with? I’m looking to start my own blog in the near future but I’m having a hard time deciding between BlogEngine/Wordpress/B2evolution and Drupal. The reason I ask is because your layout seems different then most blogs and I’m looking for something completely unique. P.S Sorry for getting off-topic but I had to ask!