અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે પણ મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓએ સાથે મળીને ધ્વજ વંદન કરીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી ધ્વજવંદન કર્યા બાદ સમગ્ર ગુજરાત સહિત સમગ્ર દેશની પ્રગતિ, શાંતિ, સુરક્ષા અને તમામ લોકોના સારા સ્વાસ્થ્ય અને પ્રગતિની પ્રાર્થના કરી
આજે 26 જાન્યુઆરીના રોજ આપણે સમગ્ર દેશમાં 76માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આજના દિવસે 1950માં આપણું બંધારણ સમગ્ર દેશ પર લાગુ થયું હતું અને આ જ દિવસની ઉજવણી આજે આખો દેશ કરી રહ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા પણ આજે સમગ્ર ગુજરાતમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે સવારે 8:30 કલાકે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધ્વજવંદન કાર્યક્રમમાં આજે આમ આદમી પાર્ટીના અમદાવાદ (પૂર્વ) શહેર પ્રમુખ ઓમ પ્રકાશ તિવારી અને અમદાવાદ (પશ્ચિમ) શહેર પ્રમુખ વિજય પટેલ મુખ્ય અતિથિરૂપે હાજર રહ્યા હતા. સાથે સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ સ્થાનિક પદાઅધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો પણ ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયા હતા. તમામ લોકોએ સાથે મળીને ધ્વજવંદન કર્યા બાદ સમગ્ર ગુજરાત સહિત સમગ્ર દેશની પ્રગતિ, શાંતિ, સુરક્ષા અને તમામ લોકોના સારા સ્વાસ્થ્ય અને પ્રગતિની પ્રાર્થના કરી હતી.
ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ
4 Comments
selamat datang di bandar togel terbaik, toto slot resmi dan terpercaya
My brother suggested I might like this website He was totally right This post actually made my day You cannt imagine just how much time I had spent for this information Thanks.
Wow superb blog layout How long have you been blogging for you make blogging look easy The overall look of your site is magnificent as well as the content.
Hi i think that i saw you visited my web site thus i came to Return the favore Im attempting to find things to enhance my siteI suppose its ok to use a few of your ideas.