અમદાવાદ/જામનગર/ગુજરાત
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ માનનીય મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખીને જણાવ્યું હતું કે, હાલ મારા મતવિસ્તારના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ખેડૂતો દ્વારા રવિ પાકનો મબલક વાવેતર કરવામાં આવેલ છે. વધુમાં ચોમાસા દરમિયાન પણ આ વિસ્તારમાં વરસાદ ઓછો પડ્યો હતો. જો સમયસર આ વિસ્તારમાં સૌની યોજના દ્વારા પાણી પહોંચાડવામાં નહિ આવે તો ખેડૂતોનો રવિ પાક સુકાઈ જાય તેમ છે. ઉપરાંત આ બાબતે સ્થાનિક કક્ષાએ પણ છેલ્લા એક મહિનાથી રજૂઆત કરેલ છે તેમ જ 10 ડિસેમ્બરના રોજ આપ શ્રી ને પણ લેખિતમાં રજૂઆત કરેલ છે, તેમ છતાં પણ કોઈ જ યોગ્ય પરિણામ મળેલ નથી. સૌની યોજનાના ઝાલણસર ગામ ખાતે આવેલ પંપિંગ સ્ટેશનથી જામનગર જિલ્લાના જામજોધપુર અને કાલાવડ તાલુકાના ડેમોને પાણી આપવાનું આયોજન છે, વહેલી તકે જામજોધપુર તાલુકાના ડેમોને પાણી આપવા માટે આપની કક્ષાએથી જરૂરી સૂચન કરવામાં આવે તેવી હું ભલામણ કરું છું.
આમ આદમી પાર્ટી ગુજરાત
1 Comment
Wonderful analysis! Your insights are very enlightening. For those interested in further details, here’s a link: DISCOVER MORE. Keen to hear your views!