આજ રોજ અરવલ્લી જિલ્લા ના પાદરા ગામ ના જાંબાઝ સબ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી મોરી રતિલાલ પોતાની 38 વર્ષ ની સેવા CRPF મા આપ્યા પછી નિવૃત થઈ માદરે વતનમાં પરત આવેલા જેમના સન્માન સમારંભ નું આયોજન તેમના ગામે કરવામાં આવેલ .
આ સન્માન સમારંભ મા પટેલ દિપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ તુલસી ભાઈ મહામંત્રી ગુજરાત પ્રદેશ મનહરભાઈ મહામંત્રી ગાંધીનગર જિલ્લા બાબુભાઈ અરવલ્લી જિલ્લા પ્રમુખ ધુલાભાઇ અરવલ્લી જિલ્લા પ્રભારી કનૈયાલાલ વિજયનગર તાલુકા પ્રભારી પોપટભાઈ અને અન્ય સંગઠન ના સદસ્યો,
આર્મી ના નિવૃત જવાન અને ખુબ મોટી સંખ્યામાં ગ્રામ જનો સગા સંબંધી મિત્રવર્ગ હાજર રહ્યા હતા અને શ્રી રતિલાલ સાહેબ ને નિવૃત પછી તેમનું જીવન આનંદ મંગલમય બને તેવી શુભકામનાઓ આપવામાં આવી સમગ્ર ગ્રામ જનો હર્ષ ઉલ્લાસ સાથે તેમની સમગ્ર ગામ માં રેલી કરી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
દિપેશ પટેલ
ગુજરાત પ્રદેશ પ્રમુખ
ગુજરાત પેરા મિલિટરી સંગઠન
1 Comment
Excellent content! The way you explained the topic is impressive. For a deeper dive, check out this resource: EXPLORE FURTHER. What do you all think?