અખબારી યાદી તા. ૨૫–૧૧–૨૦૨૩
ભાવનગર જિલ્લામાંથી એનસીપીના આગેવાન-કાર્યકર્તાઓએ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ ગ્રહણ કરેલ.
ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે એનપીકે, ડીએપી, યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો આ આગેવાન-કાર્યકર્તાઓએ નિર્ણય કરેલ છે.
ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને ખૂબ જ જોરદાર પ્રતિસાદ મળેલ છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, તેઓનો શ્રી શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો હતો.
પાટીદાર આગેવાન, એનસીપીના પૂર્વ પ્રદેશ મંત્રી અને એપીએમસી ભાવનગરના પૂર્વ ચેરમેનશ્રી ભીખાભાઈ ઝાઝડીયા, એનસીપીના ભાવનગર શહેરના પ્રમુખશ્રી ભરતભાઈ ભટ્ટ, ઉપપ્રમુખશ્રી નરેશભાઈ તન્ના, શહેર યુવા પ્રમુખશ્રી આશુતોષભાઈ ચુડાસમા, ગ્રામ્ય વિસ્તારના યુવા પ્રમુખશ્રી સુનિલભાઈ ચૌહાણ, શ્રી કલ્યાણભાઈ, ચિત્રા-ફુલસર વોર્ડ પ્રમુખશ્રી હિંમતભાઈ, ખેડૂત આગેવાન શ્રી દિનેશભાઈ, વાલજીભાઈ ભોજાણી, સરદારનગર દક્ષિણ વોર્ડ પ્રમુખશ્રી કમલેશભાઈ રોહિડા સહિતના મોટી સંખ્યામાં આગેવાન-કાર્યકરો આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલ અને એઆઈસીસીના મંત્રીશ્રી રામકૃષ્ણ ઓઝાજીના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા,
તેમને પક્ષમાં આવકાર આપીને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષમાં મજબુત રીતે કામ કરીને ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં સક્રિય કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરી છે. આ પ્રસંગે ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલભાઈ શાહ, હાથ સે હાથ જોડોના કન્વીનર શ્રી ઈન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. મનીષ એમ. દોશી
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
1 Comment
Very engaging and funny! For more on this topic, visit: LEARN MORE. Let’s chat!