અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રિય અધ્યક્ષશ્રી મલ્લિકાર્જુન ખડગેજીની મંજૂરીથી આજરોજ ગુજરાતના ૧૦ શહેર-જીલ્લાના કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રમુખશ્રીની જાહેરાત કરવામાં આવી છે. સાથોસાથ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિમાં ૪૦ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ નેતાઓ, વરિષ્ઠ આગેવાનો, અનુભવી અને સાથે યુવા આગેવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
શહેર – જિલ્લાના નવનિયુક્ત પ્રમુખશ્રીઓને અભિનંદન પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સંગઠનમાં સમયાંતરે બદલાવ એ વ્યવસ્થાનો ભાગ છે. જે શહેર જિલ્લામાં અગાઉ જેમની જવાબદારી હતી તેની કોંગ્રેસ પક્ષ સાદર નોંધ લે છે અને ભવિષ્યમાં તેમની કામગીરીના મૂલ્યાંકન આધારે પક્ષ તરફથી યોગ્ય જવાબદારી સોંપવામાં આવશે.
શહેર – જિલ્લા કોંગ્રેસમાં ચાર પૂર્વ ધારાસભ્યશ્રી, પૂર્વ મેયર તથા પક્ષના સ્થાનિક કક્ષાએ જે વિવિધ તબક્કે કામગીરી કરતા હતા તેઓને જવાબદારી સોંપાઈ છે. નવનિયુક્ત શહેર – જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રીઓ સંગઠનને મજબૂત અને અસરકારક બનાવવા ફરજ નિભાવશે તેવી આશા વ્યક્ત કરું છું.
અમદાવાદ શહેર – શ્રી હિંમતસિંહ પટેલ (પૂર્વ ધારાસભ્ય બાપુનગર)રાજકોટ જિલ્લા – શ્રી લલીતભાઈ વસોયા (પૂર્વ ધારાસભ્ય ધોરાજી)જુનાગઢ જિલ્લા – શ્રી ભરતભાઈ જે. અમીપરાઅમરેલી જિલ્લા – શ્રી પ્રતાપભાઈ દુધાત (પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા)પંચમહાલ જિલ્લા – શ્રી ચેતનસિંહ પરમારખેડા જિલ્લા – શ્રી ચન્દ્રશેખર ડાભીઆણંદ જિલ્લા – શ્રી વિનુભાઈ કે. સોલંકીવડોદરા જિલ્લા – શ્રી જશપાલસિંહ પઢીયાર (પૂર્વ ધારાસભ્ય પાદરા)નર્મદા જિલ્લા – શ્રી પ્રફુલભાઈ પટેલડાંગ જિલ્લા – શ્રી મુકેશભાઈ પટેલ
(ડૉ. મનીષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
1 Comment
Wonderful insights! The way you break down the complexities is commendable. For additional information on this topic, I recommend visiting: EXPLORE FURTHER. Keen to hear more opinions from the community!