અખબારી યાદી તા 10/12/2023. ગાય માતાના નામે મત લઈ સત્તામાં આવેલી ડબલ એન્જિન સરકારમાં #AMC ના ઢોરવાડાની મુલાકાત લેતા હ્રદય કમકમી ઉઠે તેવી ખરાબ હાલતમાં ગાયોને રાખવામાં આવે છે. ૫૦૦ ગાય રહી શકે તેટલી જગ્યામાં ૫૦૦૦ ગાયો ભરવામાં આવી છે, પૂરતો ઘાસચારો નથી, સ્વછતા નથી , સારવારની યોગ્ય વ્યવસ્થા નથી . સરકારની ગુનાહીત બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે રોજની ૨૦ થી ૨૫ ગાયોના મૃત્યુ થાય છે . મૃતદેહોનો પણ વેપાર થઈ રહ્યો છે. ઢોરવાળા માટેના હાઈકોર્ટના આદેશો ને સરકારી ગાઈડલાઈનને AMC વાળા ઘોળીને પી ગયા હોય એવી દયનીય હાલતમાં ગાયો રોજ મરી રહી છે. શ્રી અમિત ચાવડા (વિપક્ષ નેતા, ગુજરાત વિધાનસભા)
આજરોજ શ્રી અમિત ચાવડા ( વિપક્ષ નેતા,ગુજરાત વિધાનસભા) નાં નેતૃત્ત્વ માં કોંગ્રેસ પક્ષ નું ડેલિગેશન AMC સંચાલિત દાનીલીમડા નાં ઢોરવાડા ની રૂબરુ મુલાકાતે ગયેલ અને જાત નિરીક્ષણ બાદ કેટલાંક ચોંકાવનાર દ્દશ્યો અને હકીકત સામે આવેલ જેમાં ગાય અને હિન્દુત્વ નાં નામે ચરી ખાનાર ભાજપા નાં સત્તાધિશો ની લાલિયાવાડી ઉડી ને આંખે આવી.
–
શ્રી અમિત ચાવડા દ્વારા જાત નિરીક્ષણ બાદ મીડિયા ને માહિતી આપતાં જણાવેલ કે ગુજરાત રાજ્ય અને Amc માં વર્ષો થી સત્તા નો સ્વાદ ચાખતી ભાજપા સરકાર ગાયમાતા ને ફક્ત ચૂંટણી જીતવા જ યાદ કરતી હોય અને ચૂંટણી જીત્યાં બાદ તે જ ગાયમાતા નાં નામે ગૌચર જમીનો, લીલો ચારો, એનિમલ હોસ્પિટલ નાં બજેટ નાં નામે ભ્રષ્ટાચાર કરી કે ચર્મ ઉદ્યોગો સાથે સાંઠગાથ કરી બીમાર કે મૃત ગાયો ને બારોબાર સગેવગે કરી વેપાર કરતા હોય તેવી સ્ફોટક માહિતી સ્થાનિક આગેવાનો, માલધારી સમાજ અને સરકારી રેકોર્ડ થી મળેલ માહિતી દ્વારા ધ્યાને આવેલ.
ગાય અને નાનાં વાછરડાં ઓ ને જે રીતે ઢોરવડા માં પૂરવામાં આવેલ તે કુદરત પણ માફ ના કરે તે સ્થિતિ નિહાળેલ ,જે ઢોરવાડા માં મુશ્કેલ થી ૫૦૦/૬૦૦ પશુઓ જ રહી શકે તેમાં ૫૦૦૦ જેટલાં ગાય વાછરડાં ને શહેર નાં વિવિઘ માલધારી વસહતો પાસે થી પકડી ને ઢોરવાડા માં ઠાલવવા માં આવે છે જયારે ગૌચર ની જમીનો ભાજપા નાં સત્તા માં બેઠેલાં નેતાઓ દ્વારા માનીતા જમીન માલિકો અને ઉદ્યોગપતિઓ ને લહાણી કરવામાં આવેલ છે. ઢોરવાડા અને પાંજરાપોડ ની માવજત નાં નામે કરોડો રૂપિયા નાં બજેટ ની વાતો માત્ર કાગળ પર જ રહી જાય છે. ઢોરવાડા માં ઠેર ઠેર ગંદકી, લીલાં ઘાસચારા ની અવ્યવસ્થા, વેટરનરી તબીબો દ્વારા કોઇપણ પ્રકાર ની માવજત નો અભાવ સ્પષ્ટ રીતે જોવા મળેલ જે પરિસ્થિતિ નાં કારણે ગાયો નાં મોટી સંખ્યા માં અકાળે મૃત્યું થાય છે. દરરોજ નાં ૧૦/૧૫ ગાયો નાં મૃત્યું નાં આંકડા સંદર્ભે સરકાર ને સવાલ પૂછવામાં આવે ત્યારે મૌન ધારણ કરી બેસી જતાં ભાજપા નાં નેતાઓ અને amc નાં બાબુઓ નાં હપ્તારાજ કે ભ્રષ્ટાચાર નાં પરિણામે હિન્દુ સમાજ માં પવિત્ર અને પૂજનીય ગૌમાતા ને અકાળે મૃત્યુ કે બીમારી નો ભોગ બનવું પડે છે. – શ્રી અમિત ચાવડા.
શ્રી અમિત ચાવડા દ્વારા મીડીયા નાં માધ્યમ થી દોષિતો પર આકરા પગલાં ભરવા અને ગાયમાતા ને પડતી પીડાઓ થી મુક્તિ અપાવવા માટે કુંભકર્ણ નિંદ્રા માં સુતેલી ગુજરાત ની ભાજપા સરકાર ને ટકોર કરવમાં આવેલ.
ઉપરોકત ડેલીગેસંન માં ગુજરાત સરકાર નાં પુર્વ મંત્રી ભીખાભાઈ રબારી , કૉંગ્રેસ નેતા લાલજી દેસાઈ, ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડૉ અમિત નાયક, સ્થાનિક ધારાસભ્ય ઇમરાન ખેડવાલા, અમદાવાદઃ શહેર કૉંગ્રેસ નાં પુર્વ પ્રમુખ અને કાઉન્સિલર નિરવ બક્ષી,કાઉન્સિલર શ્રી ઇકબાલ શેખ, તસનીમબાબા, રાજશ્રીબેન કેસરી, ઝુલ્ફિખાંન પઠાણ , કામિનીબેન જહા ,સ્થાનિક આગેવાનો અને માલધારી સમાજ ના આગેવાનો મોટી સંખ્યા માં જોડાયેલ હતાં.
ડૉ અમિત નાયક ( પ્રવક્તા,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ).
1 Comment
What an engaging and informative article! The author did a great job. I’m curious about others’ thoughts on this topic. Click on my nickname for more engaging reads.