રશિયાએ હુમલો કર્યો તો 40થી 50 લાખ યુક્રેનવાસીઓએ યુરોપમાં શરણ લેવી પડે છે, તેથી નાટો અમને શસ્ત્ર આપે
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે જારી તનાવના વચ્ચે યુક્રેનના સંરક્ષણ પ્રધાને મોસ્કોને ધમકી આપી છે. યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેક્સી રેઝનિકોવે સીએનએન સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જો રશિયા યુક્રેન પર હુમલો કરે છે તો ખરેખર નરસંહાર થશે. જો મોસ્કો હુમલો કરે છે તે રશિયનો કબર ભેગા થશે. તેણે અમેરિકન પ્રમુખ બાઇડેનને મોસ્કો સામે મજબૂતીથી ઊભા રહેવા અપીલ કરી છે.
યુક્રેનના વિવાદને લઈને ટૂંક સમયમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાડીમીર પુટિન અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન વિડીયો કોન્ફરન્સ કરવાના છે. અમેરિકા સહિત યુરોપીયન દેશોએ યુક્રેન સરહદ પર રશિયન સૈનિકોના જમાવડા પર સવાલ ઉઠાવ્યા છે. ગયા સપ્તાહે અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેને જણાવ્યું હતું કેઅમે દરેક પ્રકારની અનિશ્ચિત ઘટનાઓ માટે તૈયાર છીએ.
રેઝનિકોવે જણાવ્યું હતું કે યુક્રેનનું માનવું છે કે રશિયાએ સરહદ પર 95 હજાર સૈનિક ગોઠવ્યા છે. જો કે યુક્રેનની તાકાતના લીધે અમેરિકાનું માનવું છે કે રશિયા યુક્રેન પર આક્રમણ કરવા 1.75 લાખ સૈનિકો ભેગા કરી શકે છે. અમારી પાસે 2.5 લાખ અધિકારી છે. અમારા લશ્કરના બે લાખ રિઝર્વ સભ્યો છે અને ચાર લાખ અગ્રણી સભ્યો છે. 1.75 લાખ સૈનિક યુક્રેનનો સામનો ન કરી શકે.
રેઝનિકોવે જણાવ્યું હતું કે જો રશિયા આક્રમણ કરે છે તો તેનો સમગ્ર યુરોપ પર વિનાશક પ્રભાવ પડશે. યુક્રેનના 40થી 50 લાખ લોકોએ યુરોપમાં શરણ લેવી પડી શકે છે. અમે અમારા સહયોગીઓને લશ્કરી સંસાધનો અંગે અપીલ કરી છે. અમને સૈનિકોની જરૂર નથી, કેમકે મને તે યોગ્ય લાગતું નથી કે યુક્રેનમાં અમેરિકાના સૈનિકો માર્યા જાય.
જો કે રશિયાએ યુક્રેન પર કોઈપણ પ્રકારના હુમલાની યોજના અંગે ઇન્કાર કર્યો છે. રશિયાએ જણાવ્યું હતું કે યુક્રેનને નાટોનું સભ્ય બનાવવું મોસ્કોને મંજૂર નથી. તેથી રશિયન સરહદ સામે ભય સર્જાઈ શકે છે. ક્રેમિલન એક કાનૂની પ્રતિબદ્ધતાની માંગ કરી રહ્યું છે કે યુક્રેનને સામેલ કર્યા પછી નાટોનો વિસ્તાર પૂર્વ તરફ ન કરવામાં આવે અને યુક્રેમાં મિસાઇલ સિસ્ટમ જેવા નાટોના લશ્કરી માળખાનું નિર્માણ ન કરાય.
1 Comment
Insightful read! I found your perspective very engaging. For more detailed information, visit: READ MORE. Eager to see what others have to say!