રાજ્યમાં નકલી-હલકા અને અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચાઈ છે અને ખેડૂતો આર્થિક નુકશાન ભોગવે છે, તે અંગેની ભાજપા સાંસદની ચિંતા વાજબી છે..
“અનઅધિકૃત બીટી કપાસ બીજના ગેરકાયદે વેચાણ” અટકાવવા માટે રાજ્ય સરકાર અનઅધિકૃત બીટી કપાસ બીજ ઉત્પાદનના મુળમા કામ શરુ કરે અને રાજ્ય સરકારનો ઇરાદા સ્પષ્ટ હોય તો અટકાવી શકે છે અને લાખો ખેડુતોને આર્થિક નુકશાનીમાથી બચાવી શકે છે.
ક્રમ બીટી કપાસ બીજનો કાર્યક્રમ ગુનો અટકાવવાનો સમય સ્થળ
૧ બીટી કપાસ બીજ ઉત્પાદનનો સમય જુલાઈ થી ડિસેમ્બર ફિલ્ડ ઉપર તપાસ
૨ જીનીંગ – પ્રોસેસીંગ અને પેકીંગ ડિસે. થી ફેબ્રુઆરી જીનીંગ સ્થળ
૩ વિતરણ સ્થળ ફેબ્રુઆરી થી અપ્રિલ કંપની ગોડાઉનો-ડિલરો
અનઅધિકૃત બીટી કપાસ બીજના ઉત્પાદનના પ્લોટ ઉપર,જીનીંગ ઉપર અને પ્રોસેસિંગ સમયે સરકાર જાગૃત નથી રહેતી એનો સીધો અર્થ રાજ્ય સરકાર અને અનઅધિકૃત બીટી કપાસ બીજ વેચતા વેપારીઓ સાથે સમજુતીનો વેપાર “ફિક્સ” થઈ ગયો છે.પછી માત્ર વિતરણ સમયે સ્કોર્ડની ટીમ બનાવવી,આયોજનપુર્વક નમુના લેવા અને ઔપચારિકતા પુર્ણ કરવાનો તાયફો કરે છે. એટલે જ છેલ્લા ૨૦ વર્ષથી ખેડુતો નબળા અને ગુણવત્તા વગરના બીજનો ભોગ બને છે અને આર્થિક નુકશાની ફરીયાદો વધતી રહી છે.
“અનઅધિકૃત બિયારણના ગેરકાયદે વેચાણ”ના સંબધમા લોકસભામા ભાજપાના સાંસદ દુશ્યંતસિહના પ્રશ્નના ઉત્તરમા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરે 26.07.2022 ના રોજ જવાબ આપતા જણાવેલ કે ગુજરાતમા ૨૦૧૫-૨૨ (૭ વર્ષમા) દરમયાન કપાસનો ૧૦૦.૮૮ ક્વિ.મગફળીનો ૧૨૮.૬૦ ક્વિ.અને સોયાબીન ૨૪.૬૦ કિવ. બિયારણનો જથ્થો જપ્ત કરવામાં આવેલો, ૯ કંપની ઉપર કેસ નોંધવામા આવેલ અને તેમા ૩૮ વ્યક્તિઓની ધરપકડ કરવામા આવેલ.
જ્યારે રાજ્યના ખેતી નિયામકશ્રીની કચેરીના સયુક્ત ખેતી નિયામક (બીજ) ગુજરાતના મિડીયા સામે તા.૦૭.૧૧.૨૦૨૩ ના રોજ જણાવે છે કે રાજ્યના ખેતીવાડી વિભાગે “અનઅધિકૃત બિયારણના ગેરકાયદે વેચાણ” ની અટકાવવા માટે વર્ષ ૨૦૨૨-૨૩ મા ૭૪૯૫ નમુના લીધાને અને તેમા ૧૯૨ અમાન્ય થયા અને ૨૦૨૩-૨૪ મા ૧૬૯૩૧ નમુના લીધા તેમા ૨૮૩ અમાન્ય એમ કુલ છેલ્લા બે વર્ષમા ૪૭૫ બીજના નમુના અમાન્ય થયા, પરંતુ અનઅધિકૃત જથ્થો કેટલો હતો ? ૪૭૫ ગુના નોંધાયા નથી ? કેટલી ધરપકડ કરવામા આવી ? ક્યા પ્રકારના પગલા ભર્યા ? વગેરે માહિતી જાહેર કરવામા ન આવી.
રાજ્ય સરકારનુ ખેતીવાડી ખાતુ એક બાજુ “અનઅધિકૃત બિયારણના ગેરકાયદે વેચાણ” ઉપર સખત પગલા ભરી રહી છે તેવો મિડીયા સામે દેખાવ કરે છે અને કેન્દ્ર સરકારે લોક્સભામા રજુ કરેલ આંકડા મુજબ સાત વર્ષમા માત્ર ૯ કંપની ઉપર ફરીયાદ અને ૩૮ વ્યક્તિની ધરપકડ કરેલ છે.જે છેલ્લા બે વર્ષના આંકડા સાથે વિસંગતા ઉભી કરે છે.
આ દિશમા ભાજપાના રાજ્યસભાના સભ્યશ્રી રામ મોકરીયાએ કૃષિમંત્રીશ્રી ગુજરાત રાજ્યને લખેલ પત્રમા અનઅધિકૃત રીતે બીજ માફિયાઓના બિયારણથી ખેડુતોને આર્થિક નુકશાન જાય છે તેની ચિંતા કરી હતી અને તેના માટે તેમને માંગ કરી છે કે કાયદામા બીજ માફિયાઓને કડક સજાની જોગવાય કરવામા આવે અને તેમને જેલમા ધકેલવા જોઇએ.
આ અંગે અમોએ ગુજરાત સરકારના ખેતીવાડી ખાતાનુ સતત ધ્યાન દોરીને જણાવીએ છીએ કે ગુજરાતમા “અનઅધિકૃત બિયારણના ગેરકાયદે વેચાણ” મોટા પ્રમાણમા થાય છે અને તેના કારણે કરોડો રુપિયાની નુકશાની ખેડુતોને જાય છે તે હરહાલ અટકવુ જોઇએ.અને તેમા ગુજરાત પોલીસના આઈબી વિભાગની પણ મદદ લેવામા આવે તો આવા વેપારીઓની આવી પ્રવૃતિને અટકાવી શકાય.
મનહર પટેલ,પ્રવકતા, ગુજરાત કોંગ્રેસ
5 Comments
This design is wicked! You certainly know how to keep a reader entertained. Between your wit and your videos, I was almost moved to start my own blog (well, almost…HaHa!) Fantastic job. I really enjoyed what you had to say, and more than that, how you presented it. Too cool!
Wonderful analysis! Your insights are very enlightening. For those interested in further details, here’s a link: DISCOVER MORE. Keen to hear your views!
Very interesting topic, thank you for putting up.
I like this web site so much, saved to favorites. “Nostalgia isn’t what it used to be.” by Peter De Vries.
Spot on with this write-up, I actually think this web site needs far more consideration. I’ll most likely be once more to read much more, thanks for that info.