અખબારી યાદી તા. ૨–૧૨–૨૦૨૩
ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે એનપીકે, ડીએપી, યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આજે આગળ વધી રહેલ છે ત્યારે જનહિતમાં અમદાવાદ શહેર, પંચમહાલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં આગેવાન-કાર્યકર ભાઈ-બહેનો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનું સભ્યપદ ગ્રહણ કરેલ.ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં જોડાવા પ્રદેશ પ્રમુખ તરીકેશ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ આહવાનને બહોળો પ્રતિસાદ મળેલ છે. રાજકીય અને બિનરાજકીય અનેક આગેવાન-કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસમાં જોડાયા છે.
અમદાવાદ શહેરમાંથી શ્રી કલ્યાણસિંહ ચંપાવત, પંચમહાલ જિલ્લામાંથી શ્રી ધર્મેન્દ્ર પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાન-કાર્યકરો આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા,

તેમને પક્ષમાં આવકાર આપીને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષમાં મજબુત રીતે કામ કરીને ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં યોગદાન આપશે તેવી આશા વ્યક્ત કરી છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમીતભાઈ ચાવડા, હાથ સે હાથ જોડોના કન્વીનર શ્રી ઈન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડીયા કન્વીનર ડો. મનીશ દોશી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(ડો. મનીષ એમ. દોશી)
પ્રવક્તા અને મીડીયા કો-ઓર્ડીનેટર

2 Comments
Your humor made this topic so engaging! For further reading, click here: DISCOVER MORE. Looking forward to the discussion!
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.