વનરાજ રાવલ | અમદાવાદ
વડોદરા: ‘મોદી સરકાર’ના કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭ અંગે ભારતીય જનતા પાર્ટીના સાંસદ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી Anurag Thakurની વિશેષ ઉપસ્થિતિમાં આજે વડોદરા ખાતે પ્રોફેશનલ મીટનું આયોજન કરવામાં આવ્યું. શહેરના આઇ.સી.એ.આઈ. ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અગ્રણી ઉદ્યોગકારો, ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ, વિવિધ ક્ષેત્રોના પ્રોફેશનલ્સ તેમજ પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમને સંબોધતાં શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ‘મોદી સરકાર’ દ્વારા રજૂ કરાયેલું આ બજેટ ‘ગ્રેઈન થી ગીગાબાઈટ’ સુધીના તમામ ક્ષેત્રોને આવરી લેતું અને ‘જન વિશ્વાસ થી જન કલ્યાણ’ના મંત્રને સાર્થક કરતું બજેટ છે. ગત વર્ષે 50.65 લાખ કરોડ રૂપિયાનું બજેટ હતું, જ્યારે આ વર્ષે 53.47 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પબ્લિક કેપિટલ એક્સપેન્ડિચર વધારીને 12.20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવતા ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસને વેગ મળશે અને પ્રાઇવેટ સેક્ટરના રોકાણ સાથે મળીને કુલ અંદાજે 17 લાખ કરોડ રૂપિયાની લિક્વિડિટી બજારમાં પ્રવેશશે, જેના પરિણામે રોજગાર અને સ્વરોજગારના નવા અવસરો સર્જાશે.
ડિજિટલ ક્ષેત્રે ભારતની સિદ્ધિઓનું ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી Narendra Modiએ જ્યારે ડિજિટલ પેમેન્ટ્સની વાત કરી હતી ત્યારે વિપક્ષે મજાક ઉડાવી હતી, પરંતુ આજે એક ‘ચાયવાલા’ના નેતૃત્વમાં ભારત વિશ્વના કુલ ડિજિટલ પેમેન્ટ્સનો અંદાજે 50 ટકા હિસ્સો એકલા કરે છે. ગામડે-ગામડે 5G સેવા અને સસ્તો ડેટા પહોંચ્યો છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે 2014માં માત્ર 354 સ્ટાર્ટઅપ્સ હતાં, જે આજે વધીને 2.04 લાખ થયા છે. 120 યુનિકોર્ન્સના કારણે દેશમાં આશરે 20 લાખ લોકોને રોજગારી મળી છે.
શ્રી ઠાકુરે વધુમાં જણાવ્યું કે, અંગ્રેજોના સમયના જટિલ ક્રિમિનલ કાયદાઓમાં સુધારા કરીને મોદી સરકારે વેપારીઓ માટે ભયમુક્ત વાતાવરણ ઉભું કર્યું છે. નાની ભૂલો માટે જેલની જગ્યાએ દંડની જોગવાઈ કરીને ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, સંરક્ષણ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારત હવે આયાતકાર નહીં પરંતુ નિકાસકાર બન્યું છે. સંરક્ષણ નિકાસ 830 કરોડ રૂપિયાથી વધીને 26,000 કરોડ રૂપિયા સુધી પહોંચી છે અને મોબાઇલ ઉત્પાદનમાં 99.5 ટકા ઘરેલુ ઉત્પાદન સાથે દેશે સ્વનિર્ભરતા હાંસલ કરી છે.
ગુજરાત માટેની વિશેષ જાહેરાતોની વાત કરતાં શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, બાયો-ફાર્મા શક્તિ કાર્યક્રમ હેઠળ 10,000 કરોડ રૂપિયાની જોગવાઈનો મોટો લાભ ગુજરાતને મળશે. સુરત માટે નવો ફ્રેટ કોરિડોર, ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન હબ, 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ માટે ગુજરાતને સેન્ટર ઓફ એક્સલન્સ બનાવવાની દિશામાં સરકાર મક્કમ છે. સેમિકન્ડક્ટર મિશન 2.0 અને કેમિકલ હબ માટે પણ મહત્વપૂર્ણ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.
ટેક્સ પ્રણાલી અંગે તેમણે જણાવ્યું કે, નવો ઇન્કમટેક્સ એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે અને TDS દર 2 ટકા પરથી ઘટાડીને 1 ટકા કરવામાં આવ્યો છે. સામાજિક ક્ષેત્રે ‘લખપતિ દીદી’ યોજના હેઠળ 3 કરોડ મહિલાઓને સક્ષમ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાંથી 2 કરોડ મહિલાઓ પહેલેથી જ લક્ષ્ય હાંસલ કરી ચૂકી છે. છેલ્લા 11 વર્ષમાં મેડિકલ કોલેજોની સંખ્યા 350થી વધીને 760 થઈ છે. IIT, IIM અને AIIMS જેવી સંસ્થાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં એરપોર્ટ્સની સંખ્યા 74થી વધીને 165 થઈ છે અને વોટરવે 1થી વધીને 100 થયા છે. ‘નળ સે જળ’ યોજના હેઠળ 13 કરોડ નવા ઘરોમાં પાણી પહોંચાડીને તથા ગામડે-ગામડે વીજળી અને પાકા રસ્તાઓ દ્વારા ‘અંત્યોદય’ના સંકલ્પને સાકાર કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતાં શ્રી અનુરાગ ઠાકુરે સવાલ કર્યો હતો કે, જ્યારે ડોકલામ સમયે ચીન ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે રાહુલ ગાંધી ચીની એમ્બેસેડર સાથે દિલ્હીના બંધ રૂમમાં શું કરી રહ્યા હતા? તેમણે જણાવ્યું કે, મોદી સરકારમાં સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે અને ભારત આજે દુનિયાના કોઈપણ દેશ સામે આંખમાં આંખ મિલાવીને વાત કરે છે. જે કાર્ય કોંગ્રેસ 60 વર્ષમાં ન કરી શકી, તે કાર્ય મોદી સરકારે 11 વર્ષમાં કરી બતાવ્યું છે.
અંતમાં શ્રી અનુરાગ ઠાકુરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વડાપ્રધાનશ્રી Narendra Modiના નેતૃત્વ હેઠળના 11 વર્ષના ભ્રષ્ટાચારમુક્ત શાસન અને ઈમાનદાર પ્રયાસોથી ભારત 2047 સુધીમાં ચોક્કસપણે ‘વિકસિત ભારત’ બનશે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તથા વડોદરાના સાંસદ ડો. હેમાંગભાઈ જોષી, રાજ્ય સરકારના મંત્રી ડો. મનીષાબેન વકિલ, પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલ, કેન્દ્રીય બજેટ જનજાગરણ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઈ વકીલ, મેયર શ્રીમતી પિન્કીબેન સોની, વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોની, ધારાસભ્યો શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી કેયુરભાઈ રોકડિયા સહિત પ્રદેશ તથા સ્થાનિક ભાજપ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.






3 Comments
Hey there great website! Does running a blog such as this take a great deal of work?
I’ve no expertise in coding however I was hoping to start my
own blog soon. Anyhow, should you have any ideas or tips for new blog owners please share.
I know this is off subject nevertheless I just wanted
to ask. Cheers!
I every time emailed this weblog post page to all my contacts,
since if like to read it next my friends will too.
That is really interesting, You are an excessively professional blogger.
I’ve joined your feed and look ahead to looking for more
of your wonderful post. Also, I’ve shared your web site in my social networks