અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં આજે પોતાના સંગઠનનો વિસ્તાર કરી રહી છે અને વધુમાં વધુ નિયુક્તિ કરીને સંગઠનને મજબૂત બનાવી રહી છે. આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, લીગલ સેલ પ્રદેશ પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર, હોસ્પિટલ કેર કમિટી પ્રદેશ પ્રમુખ વિનોદભાઈ પરમાર, પ્રદેશ ફ્રંટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામ, મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલબેન વસરાના માર્ગદર્શન હેઠળ લીગલ સેલ અને હોસ્પિટલ કેર કમિટીમાં મહત્વપૂર્ણ નિયુક્તિઓ કરવામાં આવી છે.
આજે આમ આદમી પાર્ટીના લીગલ સેલમાં નરેન્દ્ર મિશ્રાની પ્રદેશ ઉપપ્રમુખ પદે, અમદાવાદ મ્યુનિસિપલના ઇન્ચાર્જ પદે અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટના ઇન્ચાર્જ પદે નિયુક્તિ કરવામાં આવી છે. આ સિવાય નારણ અસલની ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને ગીતાબેન વલોદરાની ગાંધીનગર જિલ્લા ઉપપ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી છે. સાથે સાથે આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીમાં અમદાવાદ શહેર પ્રમુખ પદે સંજય વેગડાની નિયુક્તિ કરવામાં આવી છે. સાથે સાથે હોસ્પિટલ કેર કમિટીમાં અમદાવાદ શહેર મહામંત્રી પદે ટીકારામ મૌર્ય, કિરણભાઈ સોનાર, દિનેશભાઈ ઝાલા અને પરેશભાઈ પરમારની નિયુક્તિ કરવામાં આવી છે.