ગુજરાત પ્રવાસી ન્યૂઝ | અમદાવાદ
અમદાવાદના મેમકો સી ક્રોસ રોડ વિસ્તારમાં આવેલ મેમકો સી ક્રોસ રોડ નજીક AMC કચેરી પાસે મુખ્ય માર્ગની બાજુમાં બસ્તી ઉપર લગાવાયેલ વિશાળ સાઇન બોર્ડ સ્થાનિક લોકો માટે ચિંતાનો વિષય બન્યું છે। વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે ભારે લોખંડના ઢાંચા પર ઉભું આ મોટું બોર્ડ કોઈપણ સમયે અકસ્માતનું કારણ બની શકે છે।
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગરમીના દિવસોમાં વિસ્તારમાં તેજ પવન અને આંધીઓ આવતી હોય છે। આવી પરિસ્થિતિમાં જો બોર્ડનું ઢાંચું નબળું પડે અથવા ફિટિંગ ઢીલું થાય તો આસપાસ રહેતા પરિવારો, બાળકો અને રસ્તા પરથી પસાર થતા લોકોને ગંભીર નુકસાન પહોંચી શકે છે।
રહેવાસીઓએ જણાવ્યું કે આ વિસ્તાર ખૂબ જ વ્યસ્ત માર્ગ હોવાથી દિવસભર વાહનો અને લોકોની અવરજવર રહે છે। બોર્ડની નીચે બસ્તી આવેલી હોવાથી લોકોમાં સતત ભયનો માહોલ જોવા મળે છે। ઘણા લોકોએ એવો પણ દાવો કર્યો કે તેજ પવન દરમિયાન બોર્ડ હલતું જોવા મળે છે, જેના કારણે લોકો અકસ્માતની આશંકાથી ડરી રહ્યા છે।
સ્થાનિક નાગરિકોએ આરોપ લગાવ્યો કે આ મુદ્દે અનેક વખત સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી છે, છતાં હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। લોકોનું કહેવું છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં જ તંત્રએ ગંભીરતા દાખવી જરૂરી પગલાં લેવા જોઈએ।
વિસ્તારના નાગરિકો અને સામાજિક કાર્યકરોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પાસે માંગ કરી છે કે સાઇન બોર્ડની તાત્કાલિક ટેક્નિકલ તપાસ કરવામાં આવે। બોર્ડના લોખંડના ઢાંચા, વેલ્ડિંગ અને સપોર્ટ સિસ્ટમની મજબૂતી ચકાસી જો જરૂરી હોય તો તેને દૂર કરી સુરક્ષિત રીતે ફરીથી સ્થાપિત કરવામાં આવે।
“ભયમુક્ત ગુજરાત”ના સંકલ્પ સાથે સ્થાનિક લોકોએ તંત્રને અપીલ કરી છે કે શહેરમાં આવેલા મોટા સાઇન બોર્ડ અને હોર્ડિંગ્સની નિયમિત તપાસ કરવામાં આવે, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિને અકસ્માતનો ભોગ બનવું ન પડે।
સ્થાનિક લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે સંબંધિત વિભાગ વહેલી તકે કાર્યવાહી કરી વિસ્તારમાં સુરક્ષિત વાતાવરણ ઉભું કરશે।
રિપોર્ટ : વિજય સિંહ રાઠોડ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
5 Comments
Ai đang tìm hiểu thì có thể truy cập https://fly88.co.com/ để xem chi tiết hơn.
Woh I love your articles, saved to favorites! .
Hell i aam kavin, itss myy ffirst ttime too commentinmg anyplace, when i reazd tbis piecee oof writing i
thought i ould aloso make comment due to thios brilliant post.
Feel ffree tto surf too myy web siute :: rolo xxx
References:
Crown casino accommodation bookmarkdaily.space
I waas suggeted this weeb siite byy means off myy cousin. I’m now noot certrain whjether thhis pput uup iis written viaa hhim as nobdy ese realize suh specific abbout mmy problem.
You’re amazing! Thahk you!