અમદાવાદ/તાપી/નર્મદા/ભરૂચ/ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સોનગઢ ખાતે આદિવાસી સમાજના કુળદેવી માઁ કન્સરીમાતા મંદિરની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને તેમના પત્ની પર ભાજપ દ્વારા કરવામાં આવી રહેલા અન્યાયના વિરોધમાં પુજા કરવામાં આવી અને માઁ ચૈતરભાઈને આ લડાઈ લડવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
આપણે જોયું કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, તેમની પત્ની અને સાથીઓ પર ભાજપ સરકાર દ્વારા તાનાશાહી ગુજારી ખોટી રીતે FIR નોંધીને તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. પરંતુ અન્યાય સામેની આ લડાઈમાં ચૈતરભાઈ વસાવા એકલા નથી, સમગ્ર આમ આદમી પાર્ટી અને સમગ્ર આદિવાસી સમાજ તેમની સાથે ઉભો છે. ભાજપના કોઈપણ પ્રકારના ષડયંત્રોથી આમ આદમી પાર્ટીના કોઈપણ કાર્યકર્તા કે નેતા પરેશાન થતા નથી અને પોતાની લડતને ચાલુ રાખે છે.
આ મંદિરના દર્શન દરમિયાન મનોજ સોરઠીયાની સાથે સાથે તાપી જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ ગામીત, આદિવાસી સામાજિક આગેવાન એડવોકેટ જીમ્મી પટેલ, અખિલ ચૌધરી, મહુવાના ઉમેદવાર કુંજન ઢોઢિયા, માંગરોળના ઉમેદવાર સ્નેહલ વસાવા, માંડવીના ઉમેદવાર સાયનાબેન ગામીત તેમજ તાપી જિલ્લા આમ પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ મનોજ સોરઠીયાએ તાપી જીલ્લા સંગઠન સાથે બેઠક કરી, જેમાં સંગઠન નિર્માણ અને આગામી કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી.
5 Comments
This piece was both informative and amusing! For more, visit: LEARN MORE. Keen to hear everyone’s views!
How to Register on the Binance https://accounts.binance.com/en/register/person?ref=775587485
Thanks for this very informative article! For anyone looking for a detailed step-by-step guide on creating a Binance account, here’s a helpful resource I found: How to Register an Account on Binance. Hope it’s useful!
Thanks for this very informative article! For anyone looking for a detailed step-by-step guide on creating a Binance account, here’s a helpful resource I found: How to Register an Account on Binance. Hope it’s useful!
How to Register an Account on Binance https://www.binance.com/en/square/post/15710503553490?ref=775587485