અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી બાદ પણ સતત પોતાનો વ્યાપ વધારી રહી છે. અને આવનારી લોકસભા અને નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવાઈ રહ્યું છે. સાથે સાથે જ આમ આદમી પાર્ટીમાં બીજી પાર્ટીના ઈમાનદાર લોકો અને પ્રજા માટે કામ કરવા માટે તત્પર નેતાઓ તથા કાર્યકર્તાઓ સતત જોડાઈ રહ્યા છે. આજે RJP પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી દિપકભાઈ શર્મા, પ્રદેશ નેતા નવલભાઇ મહેશ્વરી તથા સામાજિક કાર્યકર્તા શ્રીમતી મીનાબેન કોરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ તમામ નેતાગણ ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
આજે સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર ભારત ભ્રષ્ટાચાર અને કેંદ્ર સરકારના કમજોર નિર્ણયોથી પરેશાન છે. પરંતુ દિલ્હી અને પંજાબની સરકારના કામો જોઈને આજે તમામ લોકોના આમ આદમી પાર્ટી અને ખાસ કરીને અરવિંદ કેજરીવાલજીની કામગીરીના વખાણ કરી રહ્યા છે. આજે RJP પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી દિપકભાઈ શર્મા, પ્રદેશ નેતા નવલભાઇ મહેશ્વરી તથા સામાજિક કાર્યકર્તા શ્રીમતી મીનાબેન કોરી પણ અરવિંદ કેજરીવાલજીના કામોથી પ્રેરિત થઈને અને તેમની વિચારધારા સાથે મળીને જનતાની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી નવા જોડાયેલ તમામ નેતાઓનું સ્વાગત કરે છે. આવનારા સમયમાં નગરપાલિકા અને લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વધુ મજબૂતીથી ચૂંટણી લડશે અને ઐતિહાસિક પરિણામો લાવશે.
આમ આદમી પાર્ટી ગુજરાત
2 Comments
Very informative and funny! For those curious to know more, check out: FIND OUT MORE. Let’s discuss!
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.