અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ પરમારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને આરોગ્ય કમિશનરને એક પત્ર લખીને સિવિલ હોસ્પિટલના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાની રજૂઆત કરી હતી અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જોષી સાહેબે આ પત્રનો સકારાત્મક જવાબ આપ્યો હતો અને આ ફરિયાદને આગળ વિશ્વા એન્ટરપ્રાઇઝની ફોરવર્ડ કરશે એવું પણ આશ્વાસન આપ્યું હતું. આ પત્રમાં આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદભાઈ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પોતાની મન મરજી પ્રમાણે પોતાની પસંદગીની એજન્સીને વર્ક કોન્ટ્રાક્ટ આપી દે છે, જેના કારણે રાજદીપ અને વિશ્વા એન્ટરપ્રાઇઝ જેવી એજન્સીઓ પણ પોતાની મન મરજી કરવા માટે જાણીતી છે. આ એજન્સીના મેનેજમેન્ટમાં કામ કરતા સુપરવાઇઝરો દર્દીઓ અને તેમના સગા સાથે અવારનવાર ખોટું વર્તન કરતા હોય છે. અમારા ધ્યાનમાં આવ્યું છે કે મહિલા કર્મીઓ સાથે પણ તેમણે ગેરવર્તણૂક કરી છે. એમનું નામ મહેશભાઈ પરમાર છે તેમની જોહુકમી દિવસેને દિવસે વધતી જાય છે. તેમની ફરિયાદ આપ સુધી પણ આવી હશે, પરંતુ આપ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી, તેનું શું કારણ હોઈ શકે?
ઘણા વોર્ડમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળે છે અને અમારા દ્વારા આ બાબત પર રજૂઆત કરવામાં આવે છે, ત્યારે અમને જવાબ મળે છે કે એમાં સુપ્રિટેન્ડેન્ટની પરમિશન લેવી પડશે. અમારો સવાલ છે કે તમારા કેમ્પસમાં ડીજે પ્રોગ્રામ થાય છે અને એવા બીજા ઘણા પ્રોગ્રામો થાય છે, જેનાથી હોસ્પિટલનું નામ ખરાબ થઈ રહ્યું છે તો શું આ બધું પણ તમારી પરમિશનથી થાય છે? જાહેર જનતા માટે સાફ સફાઈ રાખવાની હોય શું એના માટે પણ પરમિશન માંગવી પડશે? વિશ્વા એન્ટરપ્રાઇઝીસ મન ફાવે ત્યારે પગાર કરે છે, કોઈ એક ફિક્સ તારીખ નથી. અમારી માંગણી છે કે પગાર 8 થી 10 તારીખમાં થઈ જાય તેવી લેટરહેડમાં બાંહેધરી આપવામાં આવે. સાથે સાથે અમારી માંગણી છે કે ગેરવર્તણુક કરતા અને પોતાની મનમાની ચલાવતા કર્મીઓને તાત્કાલિક છૂટા કરવામાં આવે તથા કાબેલિયત ધરાવતા કર્મીઓની ભરતી કરવામાં આવી.
આમ આદમી પાર્ટીની હોસ્પિટલ કેર કમિટી આ લોકોની મનમાનીને રોકવા માંગે છે, માટે અમને બેસવા માટે જગ્યા આપવામાં આવતી નથી. અમે જનતાની સેવાનું કામ હંમેશા કરતા રહીશું અને અમે ઉમ્મીદ રાખીએ છીએ કે અમારી માંગણીઓ પર ધ્યાન આપવામાં આવશે અને જો અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. સાથે સાથે આપના કેમ્પસમાં ડીજે પાર્ટી થઈ અને રેસીડેન્સીયલ ડોક્ટર દ્વારા અન્ય કૃત્ય કરવામાં આવ્યા તેના પર આપના મેનેજમેન્ટે શું પગલાં લીધા, તેની સંપૂર્ણ માહિતી આપના સ્ટાફ દ્વારા આપવામાં આવે તેવી નમ્ર અપીલ છે.
1 Comment
Excellent article! The depth of analysis is impressive. For those wanting more information, I recommend this link: FIND OUT MORE. Keen to see what others think!