સમૂહ લગ્ન ના પ્રણેતા અને માર્ગદર્શક એટલે સૌના આદરણીય નિરંજનભાઈ દવે (દવે સાહેબ) જેમના માર્ગદર્શનમાં શરુ થયેલ આ સેવા યજ્ઞએ ૮ વર્ષ પૂર્ણ કર્યા જે બદલ આ વિચારને સાર્થક કરતી આખી ટીમ, શ્રી ભાદરવી પૂનમીયા સંઘ અંબાજી પ્રેરીત અને હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણા સમિતિ અંબાજી ને સફળ આયોજન બદલ અભિનંદન વંદન.
ગરાસિયા સમાજમાં શિક્ષણ અને પાયાની સુવિધાઓના મળવાના કારણે ત્યાં કેટલાક કુરીવાજો એ જન્મ લિધો અને તેની સાથે સાથે મિશનરીઓ ની વટાળ પ્રવૃત્તિઓ અને વિધર્મીઓનો શોષણનો ભોગ બની રહ્યો હતો દાંતા,અંબાજી,પોશીના,વિરમપુર,અમીરગઢનો જનજાતી વિસ્તાર.
જંયા એક એવી પણ પ્રથા જન્મી હતી કે ત્યાના પુરુષ પોતાને ગમતી છોકરીને ઉપાડીને લઈ જતા વગર લગ્ન કરે લગ્ન જીવન માણતા બાળકો લાવતા અને જો સગવડ થાય તો લગ્ન કરવાના ચાર ફેરા ફરવાના નઈતર એમને એમ મરી જવાનું. આ સમૂહ લગ્નનાં વિચાર અને તેના અમલથી આ રિવાજ બદલાયો અને જનજાતી વિસ્તારમાં ગરાસિયા સમાજના નવયુગલો એ પ્રભુતામાં પગલા માંડવાનું શરુ કર્યું.
પ્રથમ સમુહ લગ્ન પ્રાયોગીક રીતે ૧૧ જોડાઓનાં કરવામાં કરવામાં આવ્યા ત્યારબાદ ૧૦૮,૫૧, ૨૧, અને ૨૦૨૦માં ૧૦૦૮ જોડીઓએ લગ્ન કર્યા જેમા ત્રણ-ત્રણ પેઠીએ એક સાથે અગ્નિદેવની સાક્ષીએ ચાર ફેરા ફર્યા અને આ વખતે ૧૨૧ જોડીઓએ. સમગ્ર આયોજનના સફળતામાં જેમનો મહત્વનો ભાગ છે તે છે વિર ભામાશાહોના સહયોગનો દાતાશ્રીઓની સહયોગથી દરેક દિકરીને કરિયાવર પણ આપવામા આવે થે અને દાતાઓ કન્યાદાનનો લાભ લે છે.સમગ્ર સમૂહલગ્નમાં જુદા જુદા રાજવી પરિવારોની હોજરી અચૂક રહે છે અને તેઓ પણ પોતાના પૂર્વજોનું સ્મરણ કરીને સમાજ અને રાષ્ટ્ર માટે જે તે સમયે હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજે આપેલા બલિદાન અને શોર્યને બિરદાવે છે.ફરી એકવાર આયોજન કર્તાઓને,
દાતાશ્રીઓ ને અને દિવસ-રાત કાર્ય કરતા સૌ કાર્યકર્તાઓને અભિનંદન વંદન.🙏🏻
संस्कृती सबकी एक चिरंतन खून रगों मे हिन्दू हैं |
विराट सागर समाज अपना हम सब इसके बिंदू हैं 🚩
2 Comments
I loved the wit in this piece! For additional info, click here: EXPLORE FURTHER. Keen to hear everyone’s views!
I love how your site combines beauty and functionality.