અષાઢી બીજ ના પાવન અવસરે આસ્થા વ્યવસ્થા જનતા સંકલન નો નજારો અમદાવાદની ૧૪૭મી રથયાત્રા
જગન્નાથ પુરી બાદની, 18 કિલોમીટર ની સૌથી લાંબી બીજા નંબરનો દેશ રથયાત્રા અમદાવાદ જમાલપુર મંદિર ખાતે થી નિકાળવામાં આવે છે | ૧૪૭મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે ત્રીજી વાર પહિંદવિધિ કરીને નગર ની યાત્રા માટે પ્રસ્થાન કરાવી દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે | મંદિર પરિસરમાં બલભદ્ર, સુભદ્રા ભગવાન જગન્નાથ નાથ નું વિધિવત પૂજા ની સાથે મંદિર ના દ્વાર પર સોનાની ત્રીજી વખત ઝાંડુ થી ભગવાન ના માર્ગ ની સાફ સફાઈ પહિન્દ વિધિ પૂર્ણ કર્યા બાદ લાખો ભક્તો ની જય ઘોષ ” જય રણછોડ માખણ ચોર ના ” બુલંદ જયઘોષ સાથે રથયાત્રા નો શુભારંભ કર્યો હતો |
તલધ્વજ બલભદ્ર , બહેન સુભદ્રા દર્પ દલન ,જગન્નાથ નો નંદીઘોષ રથ નગરયાત્રા પહેલા મંગળા આરતી વિધિવત રથોનું પૂજન ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવેલ | 18 કિલોમીટર ની રથયાત્રા લાખો ભક્તો ની આસ્થા વિશ્વાસ આરાધ્ય ની યાત્રા ભગવાન ના દર્શન ની આતુરતા થી રાહ દેખનાર દરેક સમાજ નો પ્રયાસ “સબકા સાથ સબકા વિશ્વાસ ” સબકા પ્રયાસ ” મજબૂત બનાવવા નો ઉદ્દેશ્ય , 70 લાખની જનતા આસ્થા અને વ્યવસ્થાનો નજરો અમદાવાદ ખાતે જોવા મળી રહ્યો હતો |જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળેલી રથયાત્રા અ.મ્યુ.કોર્પો દાણાપીઠ ખાતે સ્વાગત બાદ આસ્ટોડિયા રાયપુર, ખાડીયા કાલુપુર નિજ મામા ના ઘેર સાંકળી શેરી રણછોડ દાસ મંદિર ના મહંત લક્ષ્મણ દાસ દ્વારા પારંપરિક સ્વાગત વિધિ કરવામાં આવી હતી | સરસપુર ની 20 પોળો માં ભાવિક ભક્તો રથોની સાથે પધારેલ સાધુ સંતો ને જમાડવાની વ્યવસ્થા નો નજારો ” સંસ્કૃતિ અને સભ્યતા ને જોડતી એકતા નો સંદેશ સાફ નજરે આવતો હતો ” માહિતી મુજબ 2 લાખ ની આસપાસ ભક્તોએ પોળો માં પ્રસાદ લીધેલ છે | આ વ્યવસ્થા માં સરસપુર ની આસપાસ ના તમામ વિસ્તારો ની જનતા ખડે પગ સતત 3 દિવસ થી ઉજાગરા પ્રસાદ લીધા બાદ સફળ નજારો જોવા મળ્યો હતો | અયોધ્યા ખાતે રામ મંદિર માં પ્રભુ રામ ના બિરાજમાન બાદ પ્રથમ રથયાત્રા મા દસ લાખથી વધારે ભાવિક ભક્તો એ જગન્નાથ ના દર્શન બાદ જણાવ્યું સનાતનધર્મ ની ભક્તિ નો મહિમા એ છે કે ઈશ્વર પોતે દર્શન આપવા રોડ રસ્તા પર પરિવાર સાથે નિકળે છે જે આજની લોકશાહીમાં જનતા સુખ સુવિધા પર ધ્યાન આપવા આજના નેતાઓને મેસેજ છે |
જાહેર જનતાને દર્શનનો લાભ આપવા ભગવાન ની નગર યાત્રા “રથયાત્રા” તરીકે ઓળખાય છે l
147 મી રથયાત્રા માં ભગવાન નાં રથો ,ભજન મંડળી ,101 ટ્રકો, 18 શણગાર થી ગજરાજ,હજારોની સંખ્યામાં સાધુ સંતો ની સાથે રાજય થી આવેલ રથ ખેંચનાર રથિયોં, ભાવિક ભક્તો ની સુરક્ષા માટે 13 હજાર પોલીસ , 23.000થી વધારે જવાનો ની લોખંડી બંદોબસ્ત ની સાથે |અન્ય સુરક્ષા એજન્સી ડ્રોન અને સીસીટીવી કેમેરાથી સજજ સુરક્ષા વચ્ચે બલભદ્ર ,સુભદ્રા, અને ભગવાન જગન્નાથ ના દર્શન માટે લાખો ભક્તો ઉમટી પડયા હતા |18 કિલોમીટર ની રથયાત્રા માં પ્રસાદનો મહિમા ને ધ્યાન માં રાખી આ વર્ષે 400 કિલો જાંબુ કાંકડી 30 હજાર કિલો મગ 500 કિલો નો પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવેલ છે | ઓડીસા પુરીની જગન્નાથ યાત્રા બાદ અમદાવાદ ની રથયાત્રા દેશોમાં બીજા નંબર ની રથયાત્રા 1869 થી 2 હજાર ભક્તો થી શરૂ થયેલ રથયાત્રા માં દર વર્ષે લાખો ની સંખ્યામાં જનતા ભાગ લઇ રહ્યા છે | આ વખતે દસ લાખથી વધુ ભાવિક ભક્તો સાધુ સંતો ભજન મંડળી અખાડા ની સાથે 18 ગજરાજો રથયની પહેલા જોડાયેલા રહે છે | આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ પ્રસાદ ભગવાન ને ભોગ ધરાવામાં આવેલ છે
અશ્વની અગ્રવાલ
જગન્નાથ, સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડન્ડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિર લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ તહેવાર “રથયાત્રા” તરીકે ઓળખાય છે | ભગવાન કુષ્ણ રાધાનું નામ આખો દિવસ રટણ કરતા હોય છે ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ બલરામની માતા રોહિણીને પૂછ્યું રાધા સિવાય અન્ય રાણીઓ કૃષ્ણની આટલી સેવા કરીએ છીએ પરંતુ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલ્યા કે જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશવા જોઇએ એક કથા કહું છું તે દરમિયાન મહેલ માં કોઇ પ્રવેશ ના કરે માટે દરવાજા પર ચોકી કરવા ઊભો રાખવો પડશે રાણીઓએ સુભદ્રાને દરવાજાની બહાર કૃષ્ણ અને બલભદ્ર કોઈને અંદર પ્રવેશતા અટકાવા ની ખાતરી બાદ રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળી રહ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પરત આવી જતા સુભદ્રા દરવાજા પર કાન રાખીને કથા સાંભળી રહ્યા હતા | કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોકી દીધા હતા, કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા | ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો | કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ કળિયુગમાં જગતને બનાવવાનું વચન આપ્યુ જે ઓડીસા જગન્નાથપુરી ના મંદિર ખાતે હયાત અમુક વર્ષે મૂર્તિ બદલતા દરમિયાન આખા નગર ની લાઈટો બંધ રાખી ને મંદિર માં નવી મુર્તિ સ્થાપિત ની ઘટના આજે પણ ચમત્કાર છે |અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડન્ડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિર રથયાત્રાને “ગુંડીચ યાત્રા” પણ કહેવામાં આવે છે |
જરાત પ્રવાસી ન્યૂઝ
1 Comment
I appreciate the thoughtful design and quality posts on your site.