Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Gujarat Pravasi News
આજરોજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સૌરાષ્ટ્રમાં સતત 28 દિવસ કરતાં વધારે સમય વરસાદ ન પડવાથી ખેડૂતો ને મોટા પ્રમાણ માં પાક નુકશાન થયું છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણી સાથે “આપ” નેતા રાજુભાઈ કરપડા ની આગેવાનીમાં મુળી તાલુકા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ તકે આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ કિશોરભાઈ સોળમીયા, મહેન્દ્રસિંહ સહિત મોટી સંખ્યા મા કાર્યકર્તાઓ સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
માનવસર્જિત આફતથી દક્ષીણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહીતના જીલ્લાઓમાં નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાયેલી મોટા પાયે નુકસાન-તારાજીનો ચિતાર રજુ કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે સરદાર સરોવર પરિયોજનામાં 18 લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડતા વડોદરા, ભરૂચ અને નર્મદા જીલ્લામાં મોટા પાયે નુકસાન થયું છે. ભરૂચ જીલ્લામાં કડોદ, શુકલતીર્થ, દાંડીયા બજાર, અંકલેશ્વરમાં સુરવાડી, ગડખોલ, ઝગડિયા તાલુકામાં અવિધા, પોર, અપરા પરા, તોથી દડા, સિસોદરા, માંગરોળ સહિતના ગામોમાં જાત તપાસ કરતા મકાન, ઘરવખરી, દુકાન, ધંધાઉદ્યોગ, ખેતી,પશુધનને ખુબ મોટું નુકશાન થયું છે. જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં કાદવ કીચડ અને ગંદગીને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ…
“મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” મુજબ જે દુષ્કાળની વ્યાખ્યા બતાવવામાં આવી છે કે ચોમાસાની શરૂઆતથી 31 ઓગસ્ટ સુધી જો સતત ચાર અઠવાડિયા (28) દિવસ વરસાદ ન પડે તેવા તાલુકાને આ યોજના અંતર્ગત દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા જેમાં 33% થી 60% સુધી નુકસાન હોય એ ખેડૂતો ને પ્રતિ હેક્ટર રું.20000 ચાર હેક્ટરની મર્યાદામાં ચૂકવવાની જોગવાઈ છે સાથે જ 60% થી વધારે નુકસાન હોય એવા તાલુકાના ખેડૂતોને પ્રતિ હેક્ટર રું.25000 ચાર હેક્ટરની મર્યાદામાં ચૂકવવાના હોય છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં 235 થી વધારે તાલુકાઓમાં સતત 32 દિવસ કરતાં વધારે સમય સુધી વરસાદ પડ્યો નથી તેમજ સિંચાઇ નું પાણી પણ આપવામાં આવ્યું નથી જેના…
તાજેતરમાં દક્ષીણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહીતના જીલ્લાઓમાં અતિશય વરસાદ અને નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાયેલી છે. ત્યારે માનવસર્જિત આપદાને કારણે સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગંભીર ગુનાહિત બેદરકારી અને બેજવાબદારી-લેટ લતીફી ના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં: કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું.પૂરગ્રસ્ત બનેલા નર્મદા ભરૂચ જિલ્લાના નાગરિકોની મુલાકાત અને સ્થાનિક વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિનો તાગ મેળવવા *કોંગ્રેસ પક્ષનું ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ ભરૂચ,નર્મદા જિલ્લાની 20/09/23 મુલાકાત લેશે. * આ પ્રતિનિધિ મંડળમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષશ્રી હિંમતસિંહ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી બિમલ શાહ, મહામંત્રીશ્રી બળદેવભાઈ લુણી સ્થાનિક પૂરગ્રસ્ત પરિવારજનો સાથે…
ભાજપા ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિશ્વ નેતા, ભારત માતા ના સપૂત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિત્તે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ના નેતૃત્વમાં ચાલતા સુપોષણ અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપા કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (કાકા) ના હસ્તે સુપોષણ જરુરીયાતમંદ બાળકોને સુપોષીત આહારની કીટ વિતરણ કરવામાં આવી. આ કાર્યક્રમમા પ્રદેશ સહ પ્રવક્તા તેમજ સૂપોષણ અભિયાન ના સહ-ઇન્ચાર્જ શ્રી ડૉ શ્રદ્ધા રાજપૂત,પ્રદેશ સહ કન્વીનર શ્રી ઝુબિન આશરા, આઇ ટી વિભાગ ના શ્રી નિખિલભાઈ પટેલ,ડીબેટ ટીમ ના સદસ્યોશ્રીઓ શ્રી હેમાંગભાઈ પટેલ,શ્રી શૈલેષભાઈ પરમાર, શ્રી રાજુભાઇ દેસાઈ,શ્રી રાજુભાઇ શુક્લા તેમજ શ્રી જયશ્રીબેન દોશી ઉપસ્થિત રહ્યા હતા. ડૉ યજ્ઞેશ દવે…
गायत्री ज्ञान मंदिर का ज्ञान यज्ञ अभियान के अन्तर्गत में 395वाँ युगऋषि ऋषि वाङ्मय की स्थापना ‘‘सद्ज्ञान व्यक्ति को नर से नारायन बना सकता है’’………उमानंद शर्मा। गायत्री ज्ञान मंदिर इंदिरा नगर, लखनऊ के विचार क्रान्ति ज्ञान यज्ञ अभियान के अन्तर्गत‘‘सिटी इंटरनेशनल स्कूल एवर ग्रीन कैम्पस देवां रोड लखनऊ’’ के पुस्तकालय में गायत्री परिवार के संस्थापक युगऋषि पं. श्रीराम शर्मा आचार्य द्वारा रचित सम्पूर्ण 79 खण्डों का 395वाँ ऋषि वांड़मय की स्थापना कार्यक्रम सम्पन्न हुआ। उपरोक्त साहित्य गायत्री परिवार की सक्रीय कार्यकर्त्री श्रीमती सावित्री शर्मा ने अपने पूर्वजों की स्मृति में भेंट किया। उमांनद शर्मा ने छात्र-छात्राओं एवं संकाय सदस्यों को…
સરદાર સરોવર ડેમમાં મોટા પાયે પાણી છોડાતા હજારો નાગરિકો પુરમાં ફસાયા, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું. આસપાસના ગામોમાં ખેડુતોની કિંમતી જમીન ધોવાઈ તેમ છતાં ભાજપ સરકાર લાજવાને બદલે ગાજી રહી છે ત્યારે આ માનવ સર્જીત આપત્તિમાં પણ કોંગ્રેસ પક્ષ ભરુચ, નર્મદા, વડોદરા સહિતના વિસ્તારમાં પાણીમાં ફસાયેલા નાગરિકોને મદદ કરી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે ગઈ કાલે રાત્રે જ સ્થાનિક આગેવાનોને પુરગ્રસ્ત વિસ્તારમાં સપડાયેલા નાગરિકો ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને વૃધ્ધોને શક્ય મદદ કરવા માટે ખાસ અપીલ કરી હતી. સાથોસાથ કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો વહિવટી તંત્રને પણ મદદકર્તા બને જેથી રાહતની કામગીરી ઝડપી…
પબ્લિક યુનિવર્સીટી બિલ અંગે વિધાનસભામાં ચર્ચા કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું, “ભૂતકાળની આપણી શૈક્ષણિક પરંપરાઓ, ભવ્યતાઓ અને તેના કારણે જે જાહેર જીવનને મળ્યું, સમાજને મળ્યું આપણાં રાજય અને રાષ્ટ્રની જે પ્રગતિ થઇ તે બાબતની પણ ખૂબ વિસ્તૃત વાત કરીને એટલુ ચોક્કસ કહીશ કે ત્રણ દાયકાથી રાજયમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે શિક્ષણનું ખાનગીકરણ થયુ, શિક્ષણનું વેપારીકરણ થયુ અને હવે આપણે જે રીતે અલગ અલગ કાયદા બનાવીને શિક્ષણનું સરકારીકરણ કરવા જઇ રહ્યા છીએ. તેનાથી આવનારા દિવસોમાં આપણી જે ભાવિ પેઢી છે, જે આપણે શિક્ષણનો એક ઉચ્ચ વારસો છે તેને ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે…
આજરોજ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ શ્રી સંજય સિંહે ‘આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, ‘આપ’ રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી શ્રી ગોપાલ ઈટાલીયા અને ‘આપ’ ગુજરાતના પ્રદેશ નેતૃત્વ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી અને મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને હ્રદયકુંજમાં ગાંધીજીને પ્રિય એવો રેટિંયો પણ કાંત્યો.
અમદાવાદ/ગુજરાત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ આજે ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. આજે સંજય સિંહે પ્રદેશના નેતાઓ સાથે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક કરી અને ત્યારબાદ કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ કાર્યકર્તા સંમેલનમાં આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતના હજારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ કાર્યકર્તા સંમેલન આવનારી લોકસભા ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કારણ કે હવે લોકસભા ચૂંટણીમાં વધુ સમય રહ્યો નથી. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીના આપણે સૌ હંમેશા રૂણી રહીશું કારણકે આ…