વાલ્મિકી શિક્ષણ અભિયાન ટ્રસ્ટ, અમદાવાદ અને ક્રાફ્ટ સિલિકોન કમ્પ્યુટર કોર્સ,ભારત દ્વારા આયોજિત સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ, સ્ત્રી- સશક્તિકરણ કાર્યક્રમ અને પોલીસ ભરતી માર્ગદર્શન સેમિનાર કાર્યક્રમનું આયોજન તારીખ 13/ 7/ 2024 ને શનિવારના રોજ બપોરે 1.00 થી 5.00 વાગ્યા દરમ્યાન પ્રમુખશ્રી દશરથભાઈ ડી.વાઘેલા અને મહામંત્રી શ્રી અતુલભાઇ એ. સોલંકી તથા વાલ્મિકી શિક્ષણ અભિયાન ટ્રસ્ટના તમામ સભ્યો દ્વારા સુંદર અને સરસ આયોજન કરવામાં આવ્યું. જેમાં આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન એમ. વાઘેલા તથા ધારાસભ્યશ્રી ડો.હસમુખભાઈ પટેલ તથા અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન
જૈનના અધ્યક્ષતામાં આપણા સમાજના વિદ્યાર્થીઓને ક્રાફ્ટ સિલિકોન કોમ્પ્યુટર કોર્સ કર્યા બદલ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા. અને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરનાર આપણા સમાજની સ્ત્રીઓ અને વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવામાં આવ્યા. ડો વ્રજેશ પરીખ સાહેબ (જનરલ મેનેજર ,સાયન્સ સીટી) દ્વારા બાળકોને પ્રેરણાત્મક અને ભવિષ્યલક્ષી કેરિયર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ શ્રી દિલીપકુમાર (સેક્શન ઓફિસર ,ગૃહ વિભાગ ,ગાંધીનગર ) દ્વારા પોલીસ ભરતી અંગેનો માર્ગદર્શન અને તેના માટે વિશેષ આયોજન અને ટ્રેનિંગ વિશે માહિતી આપવામાં આવી. ડો.ઉદિત મકવાણા (ડીવાયએચઓ, આરોગ્ય વિભાગ ,ગાંધીનગર) દ્વારા અભ્યાસ અને કેરિયર બાબતે ડો. બાબા સાહેબ આંબેડકર ના સંઘર્ષો અને તેમના વિચારો નું અનુસરણ કરવા પ્રોત્સાહક માર્ગદર્શનઆપ્યું. ક્રાફ્ટ સિલિકોન કોમ્પ્યુટર કોર્સ ભારત દ્વારા શ્રીમતી જીતાબે
ભાટી તથા શ્રીમતી દેવયાનીબેન પટેલ અને તેમના તમામ ફાઉન્ડેશનના સભ્યશ્રીઓ દ્વારા ખૂબ જ ઉમદા કાર્ય કરવામાં આવ્યું અને માર્ગદર્શન આપવામાં આવ્યું. અને સમાજમાં જાગૃતિ લાવવા માટે કોમ્પ્યુટર કોર્સ વિશે હંમેશા તત્પર રહેવા અને સહભાગી થવા જણાવ્યું.આ કાર્યક્રમમાં વાલ્મિકી શિક્ષણ અભિયાન ટ્રસ્ટ ,પશ્ચિમ ઝોનના પ્રમુખ શ્રી ચેતનભાઇ સી સોલંકી દાતાશ્રી દ્વારા કાર્યક્રમને અંતે નાસ્તા નું આયોજન કરવામાં આવ્યું. તેમજ ગુડ્ડુભાઈ( કિશોરભાઈ)
દાતાશ્રી દ્વારા સ્ત્રી સશક્તિકરણ નિમિત્તે ઉચ્ચ હોદ્દા ધરાવતી સ્ત્રીઓ અને વિદ્યાર્થીનીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી. તેમજ વાલ્મિકી શિક્ષણ અભિયાન ટ્રસ્ટના ભામાશા ગણાતા શ્રી હરીશભાઈ વાઘેલા ગામ. વસ્ત્રાલ (35 ગ્રામ પરગણા દસકોષી પ્રમુખશ્રી) દ્વારા આવેલ તમામ મહેમાનોને એક બુક અને પેન આપી સન્માન કરવામાં આવ્યું. વાલ્મિકી શિક્ષણ અભિયાન ટ્રસ્ટના આયોજન અને ઉમદા કાર્ય કરનાર સભ્યશ્રીઓમાં અશોકભાઈ શિરેસીયા ,ભરતભાઈ વાઘેલા(સીટીએમ)કિરણભાઈ સોલંકી (સીટીએમ) મુકેશભાઈ વાઘેલા (ઇસનપુર), મુકેશભાઈ વાઘેલા( ઈસરો )ઇશ્વરભાઇ વાઘેલા(સીટીએમ)જીતેન્દ્રભાઈ વાઘેલા( વિંઝોલ) વિજય વાલ્મીકિ (વિંઝોલ) પ્રવીણભાઈ વાઘેલા (ઇસનપુર) કે જેમણે પોતાની સોંપાયેલ તમામ કામગીરી અને આયોજન ખૂબ જ જવાબદારીથી કુનેહપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કરેલ છે. ખરેખર તેમણે આ કાર્યક્રમને શ્રેષ્ઠ બનાવવા અમદા કામગીરી કરેલ છે. કાર્યક્રમના અંતે ભગવાનદાસ ચૌહાણ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ અને કાર્યક્રમનું સમાપન કરેલ. અરુણ પુરબિયા.(સભ્ય) વાલ્મિકી શિક્ષણ અભિયાન ટ્રસ્ટ, અમદાવાદ.