અખબારી યાદી તા. ૨૨-૭-૨૦૨૪
આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ અને સરકાર ગુજરાત ને મેડિકલ ટુરિઝમ નું હબ ગણાવી છે પણ સરકારી આંકડા વિપરીત ચિત્ર બતાવે છે. ગુજરાત રાજ્ય ના આરોગ્ય વિભાગ એ ધ્યાને લેવી જોઈએ કે ગુજરાત રાજ્ય ના ગ્રામીણ વિસ્તાર માં ૨૮૨૮ સબ સેન્ટર, ૧૭૧ પી.એચ.સી અને ૨૭ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બાંધવા ના બાકી છે તે બીજી જગ્યા એ ચલાવવા માં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારનો રૂરલ હેલ્થ સ્ટેટસ્ટીક્સ ૨૦૨૨ નો રીપોર્ટ અનુસાર ૫૬૬ આરોગ્ય સબ સેન્ટરોમાં પાણી સપ્લાય નથી તથા ૨૬૨માં વિજળીની વ્યવસ્થા નથી તેજ રીતે ૧૬ પી.એચ.સી.માં પાણી સપ્લાયની નિયમીત વ્યવસ્થા નથી અને ૧૫ પી.એચ.સી.માં વિજળીની વ્યવસ્થા નથી. ગુજરાત સરકાર કોરોના વાયરસ ના સમયે નિષ્ફળ ગયી હતી અને હાલ માં ચાંદીપુરા વાયરસ ના સમયે આરોગ્ય વ્યવસ્થા ના આંકડા ચિંતા ઉપજાવે તેમ છે. ગુજરાત રાજ્ય ના ગ્રામીણ વિસ્તાર કુલ ૩૪૪ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, દરેક કોમ્યુનિટી સેન્ટર હેઠળ આશરે ૫૫ ગામો આવે છે. કેન્દ્ર સરકાર ના હેલ્થ સ્ટેટિસ્ટિક ૨૦૨૨ મુજબ દરેક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માં એક જનરલ સર્જન, એક જનરલ ફિઝિશિયન, એક ગાયનેકોલોજિસ્ટ, એક પીડીયાટ્રીશીયન જેવા સુપર સ્પેશિયાલિસ્ટ ફરિજયાત હોવા જોઈએ. તેની સાથે એનેસ્ટેસિસ્ટ અને આઈ સર્જન પણ હોવા જોઈએ. ૩૪૪ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માં થી માત્ર ૧૪ માં જ ચારેય સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે.
જ્યારે ચાંદીપુરા વાયરસ સમગ્ર ગુજરાત માં હાહાકાર મચાવે ત્યારે ગુજરાત ના ૩૪૪ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માં સરકાર દ્વારા પીડીયાટ્રીશીયનની માત્ર ૭૬ જગ્યા મંજૂર કરવા માં આવી છે તેમાં પણ ૪૬ જગ્યા ખાલી છે. ગુજરાત રાજ્ય ના ગ્રામીણ વિસ્તાર ને ૩૧૪ બાળકો ના ડોક્ટર જરૂર છે. તેજ પ્રમાણે ૨૯૫ ગાયનેકોલોજિસ્ટ ગુજરાત ના ગ્રામીણ વિસ્તાર માં જરૂર છે ત્યારે ૧૦૨ મંજૂર થઇ છે તે પૈકી ૫૩ જગ્યાઓ ખાલી પડેલ છે. ગુજરાત રાજ્ય ના ગ્રામીણ વિસ્તાર માં જનરલ સર્જન ની ૩૧૧ અને જનરલ ફિઝિશિયન ની ૩૩૦ ડોક્ટર ની જરૂર છે. ગુજરાત રાજ્ય ના ગ્રામીણ વિસ્તાર માં ૩૧૦ આંખો ના ડોક્ટર ની જરૂર છે. ગુજરાત ની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માં ૧૭૩ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માં ૨૫૬ ડોક્ટર ની જગ્યા ખાલી પડેલ છે. ગ્રામીણ વિસ્તાર ના પી.એચ.સી માં ૧૮૫ ડોક્ટર ની ઘટ છે અને ૪૬૫ આયુષ ડોક્ટર ની ઘટ છે જ્યારે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માં સરકાર દ્વારા એક પણ આયુષ સ્પેશિયાલિસ્ટ મંજૂર કરવા માં નથી આવ્યા. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવા માં આવી રહ્યું છે તે આ આંકડાઓ થી સ્પષ્ટ થાય છે. સરકાર તાત્કાલિક ડોક્ટર ની ખાલી જગ્યા એ ભરતી કરે અને ડોક્ટરો ની જરૂરિયાત મુજબ જગ્યાઓ ને મંજૂર કરવા માં આવવી જોઈએ. સરકાર ના જુઠ્ઠાણા નો પર્દાફાશ થયો છે હવે પોતાની ભૂલ સ્વીકારી સાચી દિશા માં સરકાર એ કામ કરવું જોઈએ.
ગ્રામ્ય વિસ્તારમાં બિલ્ડીંગ બનાવવાના બાકી
સબ સેન્ટર પી.એચ.સી. સી.એચ.સી.
૨૮૨૮ ૧૭૧ ૨૭
પાણી સપ્લાયની વ્યવસ્થા અને વિજળીની વ્યવસ્થા ન હોય તેવા સબ સેન્ટર અને પી.એચ.સી.
પાણીની વ્યવસ્થા ન હોય વિજળીની વ્યવસ્થા ન હોય
આરોગ્ય સબ સેન્ટર ૫૬૬ ૨૬૨
પી.એચ.સી. ૧૬ ૧૫
કુલ ૩૪૪ કોમ્પ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોની ખાલી જગ્યા
સ્પેશ્યલાઈઝેશન કુલ ડોક્ટરોની જરૂરીયાત કુલ મંજુર કરેલ જગ્યા કુલ સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોની અછત
પીડીયાટ્રીશીયન (બાળકોના ડોક્ટર) ૩૪૪ ૭૬ ૩૧૪
ગાયનેકોલોજીસ્ટ ૩૪૪ ૧૦૨ ૨૯૫
જનરલ સર્જન ૩૪૪ ૧૪૫ ૩૧૧
જનરલ ફિઝિશિયન ૩૪૪ ૮૮ ૩૩૦
એનેસ્ટેસિસ્ટ ૩૪૪ ૪૬ ૨૯૮
આઈ સર્જન (આંખોના ડોક્ટર) ૩૪૪ ૩૪ ૩૧૦
ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય ડોક્ટરોની ખાલી જગ્યા
પી.એચ.સી.માં ડોક્ટરની ખાલી જગ્યા સી.એચ.સી.માં ડોક્ટરની ખાલી જગ્યા સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ડોક્ટરોની ખાલી જગ્યા ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ડોક્ટરોની ખાલી જગ્યા
૧૮૫ ૧૬૨ ૨૫૬ ૧૭૩
(પાર્થિવરાજસિંહ કઠવાડીયા)
પ્રવક્તા,
મો. 9898134146
1 Comment
Wonderful site. A lot of helpful info here. I am sending it to some friends ans also sharing in delicious. And certainly, thanks on your sweat!