આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરીષદ ને સંબોધન કરતા અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, કપિલ દેસાઈ, સામાજિક કાર્યકર રાજેશ વાઢેર અને કલ્પેશ ચૌધરી પર સરકાર દ્વારા ૫ જીલ્લાઓમાં જે પાંચ ખોટી એફ.આઈ.આર. કરવામાં આવી હતી તેને નામદાર હાઈકોર્ટના ચુકાદા દ્વારા રદ કરવામાં આવી છે. લોકશાહી માં દરેક વ્યક્તિ ને ન્યાય અને હક માટે લડવાનો અધીકાર છે. આ લડત ચલાવવામાં ગુજરાતના લોકો, પોલીસ જવાનોના પરિવારો અને હાર્દિક પંડયા, નિલમ મકવાણા જેવા લોકોનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતું. પોલીસ ફોર્સ એ ડીસીપ્લીન ફોર્સ છે પણ જ્યારે તેમના હક્ક-અધિકારો માટે તેમણે અવાજ ઉપાડ્યો ત્યારે તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં. ગુજરાત પોલીસના કર્મચારીઓને ગ્રેડ પે નો વધારો મળે તે મુદ્દે યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ ઉપર પાંચ જીલ્લામાં અલગ-અલગ એફ.આઈ.આર. કરવામાં આવી હતી તથા કનડગત હેરાનગતિ ઉભી કરવામાં આવી હતી. તે મુદ્દે હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા અપાયેલ ચુકાદામાં પાંચેય જીલ્લામાં થયેલ એફ.આઈ.આર.ને રદ (ક્વોષ) કરવામાં આવી હતી. નામદાર હાઈકોર્ટ દ્વારા અપાયેલ ચુકાદાને કોંગ્રેસ પક્ષ આવકારે છે. કોંગ્રેસ પક્ષ હંમેશ જનતાને મુદ્દે લડત ચલાવી છે એ ખેડૂતો ના મુદ્દા હોય, વિધાર્થીઓ ના મુદ્દે, યુવાનોના મુદ્દે, રોજગારના મુદ્દે તમામ મુદ્દે કોંગ્રેસ પક્ષે હંમેશા લડત ચલાવી છે ને હમણા કોંગ્રેસ પક્ષ દ્વારા TRP ગેમઝોન અગ્નિકાંડ, મોરબી ઝૂલતાં પુલ દુર્ઘટના, હરણી તળાવ બોટ દુર્ઘટના, તક્ષશિલા અગ્નિકાંડ સહિત ના મુદ્દે ન્યાય યાત્ર ચલાવવા માં આવી હતી કોંગ્રેસ પક્ષ હંમેશા જનતાના મુ્દ્દે લડત ચલાવતી રહેશે. કાંડ અને કૌભાંડની સરકાર દ્વારા પોલીસનો દુરુપયોગ કરી જનતાના હક્ક માટે લડનારા સામે ખોટી ફરિયાદો થશે તો જરૂર પડે ન્યાય તંત્રનો દરવાજો ખખડાવો પડે તો તે પણ ખખડાવશે.
યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈએ સંબોધનમાં ન્યાયીક લડત લડનાર એડવોકેટશ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરનો આભાર વ્યક્ત કર્યો હતો. વર્ગ-૩ના કર્મચારીઓ માં સૌથી ઓછો ૧૮૦૦ ગ્રેડ પે ગુજરાત પોલીસ જવાનો નો છે જેઓની માંગણી ૨૮૦૦ ગ્રેડ પે કરવાની છે. જે અંગે જુલાઈ ૨૦૨૦ માં ગુજરાત પોલીસ ગ્રેડ પે વધારવાની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં ૩૩૦૦૦ થી વધુ લોકો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયા હતા અનેક વાર ટ્વિટર પર નંબર વન પર ટ્રેન્ડ ચલાવ્યા હતાં. ૨૧ જુલાઈ ૨૦૨૦ ના રોજ પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી જેમાં હજારો લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને પોતાના ઘરે થી હાથમાં પ્લેકાર્ડ લઈને પ્રતિક ઉપવાસ આંદોલનમાં જોડાયા હતાં અને #પ્રતીક_ઉપવાસ_આંદોલન હેશટેગ સાથે ફોટો સોશિયલ મિડિયા પર અપલોડ કરીને જોડાયા હતા. સમગ્ર લડત ગાંધી ચિધ્યા માર્ગે કોઈપણ પ્રકારનું નુકશાન ન થાય તે મુજબ શાંતિ પૂર્વક રીતે કરવામાં આવી હતી.
ગુજરાત પોલીસ ના પગાર વધારા (૨૮૦૦ ગ્રેડ પે) માટે કરવામાં આવેલ લડત ને તોડી પાડવાનાં ઈરાદે થી સરકાર દ્વારા યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ, સામાજીક કાર્યકર રાજેશ વાઢેર અને કલ્પેશ ચૌધરી પર સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ એમ ૫ જીલ્લાઓમાં ખોટા કેસ કરવામાં આવ્યા હતા. રક્ષાબંધન જેવા તહેવારમાં પોલીસ કસ્ટડીમાં રહેવુ પડ્યું હતું અને ૧૪ દિવસ જેટલો સમય જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પુરી રાખવામાં આવ્યા હતા અને મોબાઈલ સહિતની વસ્તુઓ જમા લઈ લેવામાં આવી હતી અને ૫ જીલ્લાઓમાંથી જામીન લઈ ૧૪ દિવસે બહાર આવી શક્યા હતા. જેને પડકારતી પીટીશન નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
આ લડતના પરીણામ સ્વરૂપે સરકારે ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી પહેલા ઝુકવુ પડ્યુ હતું અને પોલીસ કર્મચારીઓ માટે ૫૫૦ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી અને જુદા જુદા એલાઉન્સમાં વધારો કરી પગાર વધારો આપવામાં આવ્યો હતો. જેમાં એલ.આર.ડી. અને એ.એસ.આઈ. ફિક્સેશનવાળાનો માસીક રૂપિયા ૮૦૦૦ જેટલો, એ.એસ.આઈ.ને માસિક રૂપિયા ૫૩૯૫ જેટલો, કોન્સ્ટેબલને રૂપિયા ૪૩૯૫ જેટલો અંદાજે પગાર વધારો થયો હતો. ગુજરાત પોલીસના ગ્રેડ પે સહિતના મુદ્દાઓ માટે ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાયિક લડત યથાવત રાખીશું.
ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ