પૂર્વ ધારાસભ્યશ્રી પી.ડી. વસાવા અને મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને સ્વાગત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, શ્રી પી.ડી. વસાવા ચાર ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા છે. થોડા સમય માટે કોંગ્રેસ થી દૂર થયા હતા અને હવે તેઓ પુનઃ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ પક્ષ હંમેશા આદિવાસી સમાજના ન્યાય અધિકાર માટે કામ કરતી રહી છે. શોષિત, પીડીત, દલિત, આદિવાસી સમાજને સામાજિક ન્યાય મળે તે માટે હંમેશા કોંગ્રેસ પક્ષ લડાઈ લડતો રહ્યો છે અને આગળ પણ લડતો રહેશે. સત્તામાં ના હોવા છતાં પણ આદિવાસી સમાજ હંમેશા કોંગ્રેસ પક્ષને પસંદ કરે છે તે દિલમાં વસેલા છે.
પૂર્વ ધારાસભ્યશ્રી પી.ડી. વસાવાએ આજરોજ કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપનું કુશાસન ગુજરાતના લોકો માટે ત્રાસદાયક બની ગયું છે. યુવાનોને રોજગારી નથી, ખેડૂતો માટે યુરિયા ખાતર નથી, શિક્ષણ ખૂબ મોંઘુ થયું છે, મોંઘવારી આસમાને છે, દરેક જગ્યાએ પુષ્કળ ભ્રષ્ટાચાર છે, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે. દેશમાં મોંઘવારીનો માર છે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ રોજ વધી રહ્યાં છે. સરકાર નજીવુ વેતન ચુકવી આર્થિક શોષણ કરી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતૃત્વનો આભાર માનું છું કે મને ફરી કોંગ્રેસ પક્ષમાં સેવા કરવાની તક આપી છે.
પૂર્વ ધારાસભ્યશ્રી પી.ડી. વસાવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહેલા કાર્યકરો-આગેવાનોના આવકાર સમારંભમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી બળદેવ લુણી, શ્રી સંદીપ માંગરોલા, નર્મદા જીલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી રોહિત પટેલ, કોંગ્રેસ પક્ષના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહેલા નર્મદા જીલ્લાના કાર્યકરો-આગેવાનોને આવકાર આપ્યો હતો.
(હિરેન બેંકર)
પ્રવક્તા
1 Comment
Great read with a touch of humor! For further details, check out: READ MORE. What are your thoughts?