ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા વિશે ચાલતા સમાચાર અફવા છે જાણી જોઈને કોંગ્રેસ પક્ષને તથા અર્જુનભાઇને નુકસાન થાય તે રીતે આવી અફવા ચલાવવામાં આવી રહી છે ત્યારે આવા તથ્યાહિન અને ઉપજાવી કાઢેલા સમાચારો અંગે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ ખંડન કરે છે. તા.૧૩ ના બનાસકાંઠા જીલ્લાના વડગામ ખાતે તથા આજે ઢાલની પોળ માં પ્રદેશ કોંગ્રેસના ઉપપ્મુખ બિમલ શાહના નિવાસ્થાને શહેર કોંગ્રેસના પતંગોત્સ્વ કાર્યક્રમ માં અર્જુનભાઈએ હાજરી આપી હોવાનું જણાવીને આવી અફવાઓથી દુર રહેવાનું જણાવ્યું હતું
માનનીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસ પક્ષના સનિષ્ઠ અને વરિષ્ઠ આગેવાન છે. માનનીય અર્જુનભાઈ સાથે પ્રદેશ પ્રમુખ શ્રી ને વાત થઈ છે .
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા વિશે ચાલતા સમાચાર અફવા છે જાણી જોઈને કોંગ્રેસ પક્ષને નુકસાન થાય તે રીતે આવી અફવા અમુક તત્વો દ્વારા ચલાવવામાં આવી રહી છે ત્યારે આવા તથ્યાહિન અને ઉપજાવી કાઢેલા સમાચારો અંગે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ ખંડન કરે છે.
મીડિયાની પોતાની પ્રતિષ્ઠા અને પ્રામાણિકતા માટે કોઇ પણ સમાચાર જેમને વિશે હોય તેમનુ નિવેદન લેવુજ જોઇએ જેથી બીજેપીની મેલી મુરાદમાં મિડિયાની પ્રતિષ્ઠા ને નુકસાન ના થાય .
ડૉ. મનીષ દોશી
મીડિયા કન્વીનર અને પ્રવક્તા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
1 Comment
Very well written! The insights provided are very valuable. For additional information, check out: LEARN MORE. Looking forward to the discussion!