જુનાગઢ,ગુજરાત આજે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ઘેડ પંથકના બામણાસા ગામે ‘ખેડૂત મહાપંચાયત’ નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલ ઇટાલીયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, કિસાન નેતા અને આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા, આંદોલનકારી અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોન કાર્યકારી પ્રમુખ જગમાલ વાળા, પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા સહિત આમ આદમી પાર્ટીના અનેક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે આ કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને હજારો ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઘેડ વિસ્તારની સમસ્યાનું સમાધાન લાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી, ઇકોઝોન નાબૂદ કરવા મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો અને ખેડૂતોના દેવા માફી માટે પણ હજારો ખેડૂતોએ અને આગેવાનોએ અવાજ ઉઠાવ્યો.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ હજારો ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હાલ સરકાર દરિયામાં ટનલ બનાવી શકે છે, મોટા મોટા બ્રિજ બનાવી શકે છે, પરંતુ ઘેડ વિસ્તારનો ખેડૂત છેલ્લા 30 વર્ષથી ચોમાસામાં ભરાતા પાણી મુદ્દે પરેશાન છે પરંતુ તેમની સમસ્યાઓનું સમાધાન સરકાર લાવતી નથી. મને ફક્ત 15 દિવસ માટે સત્તા આપો, હું ફક્ત 15 દિવસમાં જ ઘેડ વિસ્તારની જમીનની સમસ્યાનો સમાધાન લાવી દઈશ. છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારે એક પણ ડેમ નથી બનાવ્યો. 53 લાખ ખેડૂતો એક નથી થયા તેના કારણે ભાજપ સરકાર ખેડૂતોની વાત સાંભળતી નથી. હું ખેડૂતોને કહીશ કે સરપંચની ચૂંટણી લડવા માટે તૈયાર થઈ જાઓ, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતની ચૂંટણી લડવા માટે તૈયાર થઈ જાઓ, સંસદ સભ્ય અને ધારાસભ્યની ચૂંટણી લડવા માટે પણ ખેડૂતો તમે તૈયાર થઈ જાઓ, કારણ કે જો તમે ચૂંટાઈને ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન લાવવા માટે પગલા ભરશો ત્યારે જ આ સમસ્યાઓનું સમાધાન આવશે.
હું મહામંથન કાર્યક્રમ ચલાવતો હતો ત્યારે મારા પર દબાણ કરવામાં આવતું હતું કે હું સરકારની તરફેણમાં થોડું બોલું, પરંતુ મેં આવા કોઈ પણ દબાણ સાથે સમાધાન કર્યું નહીં અને હંમેશા ખેડૂતો અને તમામ નાગરિકો માટે અવાજ ઉઠાવતો રહ્યો. આજે પણ હું કોઈપણ દબાણ કે ડરથી ચૂપ રહેવાનો નથી, મારા પ્રાણ પણ જતા રહે તો પણ હું એના માટે તૈયાર છું પરંતુ ક્યારેય પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનું બંધ નહીં કરું. મેં ખેડૂતો માટે અનેક સવાલો ઉઠાવ્યા પરંતુ કોઈ સમસ્યાઓનું સમાધાન ન આવ્યું. મારે રાજનીતિમાં મજબૂરીએ આવવું પડ્યું, મને રાજનીતિમાં જરા પણ રસ નથી. પરંતુ હું જોઈ રહ્યો છું કે દેશમાં 70% લોકો ખેતી સાથે જોડાયેલા છે પરંતુ દેશની નીતિઓ ઉદ્યોગપતિઓ માટે બની રહી છે. આજે ગુજરાતમાં 53 લાખ ખેડૂતો છે અને એ લોકોના ઘરે એક દીકરો દીકરી ગણીએ તો પણ આખા ગુજરાતના તમામ ખેડૂત પરિવારના 2-2.5 કરોડ લોકો થાય. ખેડૂતોએ હવે સ્પષ્ટપણે કહેવું જોઈએ કે જે લોકો રાજનીતિમાં મારા ખેડૂતોની વાતો કરશે અમે તેમના પક્ષે રહીશું અને એમની સત્તા બનાવીશું.
આજે ગુજરાતના 53 લાખ ખેડૂતો પોતે કામ કરે છે સાથે સાથે ભાગ્યા રાખે છે, મજૂરો રાખે છે અને સાથે સાથે નાના વેપારીઓને પણ રોજગારી આપે છે. કોઈપણ ઉદ્યોગપતિની તાકાત નથી કે આટલી મોટી સંખ્યામાં લાખો-કરોડો લોકોને રોજગારી આપી શકે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા પરંતુ તેઓ ખેડૂતોના દેવા માફ કરતા નથી. અમારી માંગ છે કે ખેડૂતોના પણ દેવા માફ કરવામાં આવે. અમારી માંગ છે કે ઘેડ વિસ્તારની સમસ્યાનો સમાધાન કરવામાં આવે. અમારી માંગ છે કે ગીર પંથકમાં ઇકોઝોનને રદ કરવામાં આવે અને જૂનો જીઆર પણ રદ કરવામાં આવે.
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલ ઇટાલીયાએ હજારો ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન એ નથી કે ખેડૂતોના અનેક પ્રશ્નો છે અને ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, પરંતુ ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આજે ગુજરાતના ખેડૂતો માટે કોઈ એવો સક્ષમ નેતા નથી જે ખેડૂતોના સવાલોને રજુ કરી શકે, અને ભાજપે જે ખેડૂત નેતાઓને પોતાની પાર્ટીમાં લઈ લીધા એ લોકોને ખેડૂતોએ પોતાના આગેવાન બનાવી દીધા એ સૌથી મોટો પ્રશ્ન છે. જો ખેડૂતો આગેવાન ભાજપના હશે તો ગાંધીનગરમાં ખેડૂતોની વાત કોણ રજૂ કરશે? ગાંધીનગરમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓના પ્રતિનિધિઓ બેઠા છે અને તે લોકો ટેબલ પર હાથ પછાડીને પોતાના કામ કરાવી લે છે, પરંતુ ગાંધીનગરમાં આપણું કોઈ આગેવાન જ નથી કે જે ખેડૂતોના મુદ્દાઓને રજૂ કરી શકે.
આપણા માટે મોટો પ્રશ્ન એ છે કે, ગાંધીનગરમાં બેસનાર આઈએએસ, આઈપીએસ જેવા અધિકારીઓ ગુજરાતી નથી, મોટાભાગના અધિકારીઓ બિન ગુજરાતી છે. આ લોકોને ગુજરાતની સંસ્કૃતિ કે ગુજરાતના પ્રશ્નોનું કોઈ જ્ઞાન હોતું નથી અને તેઓ ફક્ત પૈસા બનાવવામાં રસ ધરાવતા હોય છે. આ અધિકારીને નથી ખબર કે, ખેડૂત કોણ ગણાય, માલધારી કોણ ગણાય, પશુપાલક કેવા હોય, કયા વિસ્તારમાં કયા પશુનું પાલન થાય, કયા વિસ્તારમાં કયો પાક થાય, આવી કોઈ માહિતીને જાણવામાં આ અધિકારીઓને રસ નથી હોતો. અને જે તાલુકા અને જિલ્લાની ઓફિસમાં જે ગુજરાતી લોકો કામ કરતા હોય છે તે મોટાભાગના બિન પશુપાલક કે બિન ખેડૂત હોય છે. આજે શહેરમાં રહેલો વ્યક્તિ શહેરમાં પરીક્ષા આપીને ખેતીવાડી અધિકારી બની જાય છે પરંતુ તેને ખેતીવાડી વિશે કોઈપણ જ્ઞાન હોતું નથી, આ આપણો મોટો પ્રશ્ન છે. જ્યારે આવા અધિકારીઓને આપણે કોઈ રજૂઆત કરીએ તો તે ફક્ત એટલી જ વાત કહે છે કે આપણી રજૂઆત તે સરકાર સમક્ષ કરશે. જે વ્યક્તિને ખેતીનો કે પશુપાલનનું કોઈ જ્ઞાન નથી તે આપણા સવાલોને કઈ રીતે સમજશે અને આપણી વાત કઈ રીતે ગાંધીનગરમાં રજૂ કરશે? માટે ગાંધીનગરમાં અને તમામ મહત્વપૂર્ણ ખેતીની જગ્યાઓમાં ખેતીવાડી સાથે જોડાયેલા આપણા માણસોને બેસાડવાની જરૂરત છે. તો જ આપણી સમસ્યાઓનું સમાધાન આવશે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે અહીંયા ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓને ખાતરી આપું છું કે. ખેડૂતોને ન્યાય અપાવવા માટે હું બનતા તમામ પ્રયત્નો કરીશ. હજુ હું વધુને વધુ ખેડૂતોના પ્રશ્નો વિશે અભ્યાસ કરી અને ગુજરાતના તમામ ખેડૂતોની સમસ્યાઓ જાણીશ અને તેને વિધાનસભામાં રજૂ કરીશ.
ત્યારબાદ ખેડૂત નેતા અને આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે ખેડૂતો જે લડાઈ લડી રહ્યા છે તે ફક્ત ઘેડ વિસ્તારની લડાઈ નથી, પરંતુ આ લડાઈ આપણા બાળકોના ભવિષ્ય માટેની લડાઈ છે. આજે આપણે અહીંયા શક્તિ પ્રદર્શન કરવા માટે નહીં પરંતુ શક્તિ પ્રદર્શનની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભેગા થયા છીએ. આજે આ મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ સંયુક્ત કિસાન મોરચાની લડાઈને, ઘેડ વિસ્તારની લડાઈને, ઇકો સેનસેટિવ ઝોનની લડાઈને સમર્થન આપવા માટે આવ્યા છે પરંતુ ભાજપના કોઈ નેતાઓ ખેડૂતોની આ લડાઈને સમર્થન આપવા આવ્યા નથી. આજે અમારા ઘેડ વિસ્તારના ખેડૂતો દુઃખી છે અને તેઓ છેલ્લા પાંચ મહિનાથી ભરાઈ ગયેલા પાણીથી પરેશાન છે ત્યારે આજે તેઓ પૂછી રહ્યા છે કે ક્યાં છે તેમના દ્વારા ચૂંટાયેલા સાંસદો અને મંત્રીઓ?
ત્યારબાદ આંદોલનકારી અને આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે, આ ખેડૂતો આજકાલના પ્રશ્નોના મુદ્દે એકઠા નથી થયા, પરંતુ વર્ષોથી જે પ્રશ્નોનું સમાધાન નથી આવ્યું તે પ્રશ્નોના મુદ્દે આજે ખેડૂતો એકઠા થયા છે. જે લોકો ઘેડ વિસ્તારમાં ભરાયેલા પાણીનો નિકાલ ન કરી શકતા હોય અને ખેડૂતોની સમસ્યાઓનો નિકાલ ન કરી શકતા હોય તે લોકોને સત્તામાંથી નિકાલ કરી દેવો જોઈએ. મારો સવાલ છે કે વર્ષોથી રાજ કરતા અને ખેડૂતોની સમસ્યાનો નિકાલ ન કરનાર ભાજપ સરકારનો નિકાલ કરવામાં ખેડૂતો શેની રાહ જોઈ રહ્યા છે? વધુ એક ગંભીર સમસ્યા છે ઇકોઝોનની. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓના 196 ગામોમાં ઇકોઝોન લાગુ પડવા જઈ રહ્યો છે. આજે ખેડૂતો ઘરે ઘરે જઈને વાંધા અરજી કરાવી રહ્યા છે. હું ખાતરી આપું છું કે ઇકોઝોન મુદ્દે આપણી લડાઈ ચાલુ રહેશે, ઇકોઝોન નાબૂદ કરવા માટે જે પણ લેવલ સુધી લડાઈ લડવી પડે તે લડાઈ લડવા અમે તૈયાર છીએ.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે હું કહી શકું છું કે આજે આ કાર્યક્રમ ના પડઘા ગાંધીનગર અને દિલ્હી સુધી ગુંજશે અને ખેડૂતોને આનો લાભ મળશે. જ્યારે ખેડૂતની વાત હોય, ખેડૂતના પ્રશ્નોની વાત હોય ત્યારે જો કોઈ વ્યક્તિ કે કોઈ નેતા પોતાનું મોં ફેરવી લે તો તેવા લોકોને આપણે હવે જાકારો આપવાનો છે. ભારત એક ખેતીપ્રધાન દેશ છે અને ભારત દેશના પાયામાં ખેડૂતો વસેલા છે, તો જ્યારે પણ પાયા સમાન ખેડૂતો તકલીફોમાં મુકાય ત્યારે દેશને પણ ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે. તમને એવી પણ વાતો પહોંચાડવામાં આવશે કે ઘેડ વિસ્તારની સમસ્યાનો સમાધાન શક્ય નથી, તો તે સમયે આપણે સ્પષ્ટપણે જણાવી દેવાનું છે કે આપણે આવી કોઈ પણ ખોટી વાતોમાં ફસાવાના નથી કારણ કે ઘેડ વિસ્તારની સમસ્યાનો સમાધાન શક્ય છે અને આપણે એ સમસ્યાનો સમાધાન લાવીને રહીશું.
1 Comment
SLOT RAFFI AHMAD dan 3, dengan Bonus Event Scatter Hitam yang Sangat Populer di Indonesia. LINK DAFTAR