આદણીયશ્રી શ્રી ડો. મનમોહન સિંહજી (૧૯૩૨ – ૨૦૨૪) ભારતના સન્માનનીય પૂર્વ પ્રધામંત્રીશ્રી જેમણે ભારતને દુનિયાના નક્શામાં સૌથી ઝડપી રીતે વિકસિત થઈ રહેલા અર્થતંત્ર તરીકે સ્થાન અપાવ્યું. જેમણે સૌ માટે ભણતર નો કાયદો, Right to Information અને Right to Education Act જેવા મહત્વના હક્ક આપ્યા. જેમણે ભારતને પરમાણું કરાર આપી ગ્લોબલ ઈજ્જત વધારી. જેમણે મીડિયા ને સંપૂર્ણ સ્વતંત્રતાનું કવચ આપ્યું. ભારત ના છેલ્લા પ્રધાનમંત્રી જેમણે ૨૦૧૪માં પ્રેસ કોન્ફન્સ પણ કરી અને મીડિયાના તીખા સવાલોના જવાબો શાલીનતાથી આપ્યા . સમાનતા, સફળતા ને સાદગી ના પ્રતિક તેવા ભારતના અમૂલ્ય રત્ન શ્રી મનમોહનસિંઘ જી ને આપણે સદા માટે ગુમાવ્યા છે . તેઓ સાથેની મારી મુલાકાતોની યાદો ચિરંજીવી રહેશે . સદગત ને શ્રદ્ધા સુમન સમર્પિત કરુ છુ . આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના.ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહજી ગોહિલ પ્રદેશ સમિતિ વતી અને કાર્યકર્તાઓ વતી ડો મનમોહન સિંહજી ના પાર્થિવ દેહ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી.
2 Comments
Kamu Kurumları – Ana hedef sektör Fidye yazılımının hedef seçme stratejilerinde Saraçoğlu’nun etkisi tartışılabilir. https://youslade.com/read-blog/43118
Kadir Saraçoğlu Kripto Locker Virüsü Bu virüsün uluslararası boyutları ve “Kadir Saraçoğlu”’nun rolü daha detaylı açıklanabilir. http://castingpal.com/read-blog/7666