અખબારી યાદી તા. ૨૩-૧૧-૨૦૨૩
કોંગ્રેસ પક્ષના સૌથી વધુ સભ્ય બનાવનાર
પાંચ આગેવાન કાર્યકરોનું સન્માન કરાશે.
આદરણીય રાહુલ ગાંધીજીની પ્રથમ ચરણની “ભારત જોડો યાત્રા” પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા “હાથ સે હાથ જોડો” કાર્યક્રમ શરૂ કરાયેલ છે, જેને સમગ્ર રાજ્યમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં વધુને વધુ લોકોને જોડવા માટે સભ્ય નોંધણી શરૂ કરવામાં આવી છે. દરેક ક્વાર્ટર એટલે કે ત્રિમાસિક સમયગાળા દરમિયાન સૌથી વધારે સભ્ય નોંધનાર પાંચ મુખ્ય આગેવાનો કે કાર્યકર્તાઓનું સન્માન કરવાનું પક્ષ દ્વારા નક્કી થયેલ છે. પ્રથમ તબક્કાના ત્રિમાસિક સમયગાળા દરમ્યાન સૌથી વધુ સભ્ય નોંધનાર પાંચ સભ્યોનું તા. ૨૬-૧૧-૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની મિટિંગમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહજી ગોહિલ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી, રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સંગઠન પ્રભારી શ્રી મુકુલ વાસનિકજીના હસ્તે મોમેન્ટો આપીને જાહેર સન્માન કરવામાં આવશે. સૌથી વધારે સભ્ય નોંધણી કરનાર પાંચ આગેવાનોમાં (૧) શ્રી રાજેશભાઈ સોલંકી, જુનાગઢ, (૨) શ્રી રણજીતભાઈ ભગવાનભાઈ મઘરોલા, મુ. છાસીયાણા, તા. ધંધુકા, જિ. અમદાવાદ, (૩) શ્રી જીવાજીભાઈ અસારી,
મુ. તોલડુંગરી, તા. વિજયનગર, જિ. સાબરકાંઠા, (૪) શ્રી ભરતસિંહ મફતસિંહ વાઘેલા,
મુ. ફોરણા, તા. દિયોદર, જિ. બનાસકાંઠા, (૫) શ્રી નટવરભાઈ વિરગામા, મુ. કોટડા,
તા. ધંધુકા, જિ. અમદાવાદનો સમાવેશ થાય છે.
(ડૉ. મનીષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
2 Comments
This article is a gem! The insights provided are very valuable. For additional information, check out: DISCOVER MORE. Looking forward to the discussion!
However, evidence shows that mTORC2 is activated by PIP3 and growth signals that can promote cell proliferation and survival Figure 3 cheap lasix no prescription But Gregory found in the past few days that the power of his breath had no longer increased, If they need anything in the future, you will do your how too much blood pressure medication can effect you best, Everything possible to satisfy them