ખેડૂતોના પ્રશ્નોને લઈને ખવા મેદાને ધારાસભ્ય હેમંત ખવાએ જામનગર કલેકટર કચેરી સામે મગફળી અને કપાસના પાકની હોળી સળગાવી.

આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા આજે ખેડૂતોના પ્રશ્નોને લઈને મેદાને ઉતર્યા હતાં. નિષ્ફળ પાકના મુદા પર જામનગરની કલેકટર કચેરી બહાર ખેડૂતોને સાથે રાખીને સડી ગયેલા પાકની હોળી સળગાવી હતી. મગફળી અને કપાસના પાકને લઈને પાકની હોળી કરવામાં આવી હતી. સાથે સાથે ધારાસભ્ય હેમંત ખવાએ જામનગરના કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું. પ્રદર્શન કરવા મુદ્દે પોલીસે ધારાસભ્ય હેમંત ખવા સહિત મોટી સંખ્યામાં આવેલા ખેડૂતોની અટકાયત કરી હતી.

આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મોટાભાગના ગામોમાં વરસાદ માપવાનું યંત્ર નથી. કયા માપદંડ લેવામાં આવશે તે પણ નક્કી નથી. અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા ભ્રામક જાહેરાતો કરીને ખેડૂતોને ગુમરાહ કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રીએ પોતે પણ સ્વીકાર્યું છે કે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો પછી સમગ્ર જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને ખેડૂતોને ન્યાય મળે એ માટે આજે આમ આદમી પાર્ટીએ કલેક્ટર કચેરી ખાતે આવીને સડી ગયેલું પાક લઈને પ્રદર્શન કર્યુંઆ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મોટાભાગના ગામોમાં વરસાદ માપવાનું યંત્ર નથી. કયા માપદંડ લેવામાં આવશે તે પણ નક્કી નથી. અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા ભ્રામક જાહેરાતો કરીને ખેડૂતોને ગુમરાહ કરવામાં આવ્યા છે. કૃષિ મંત્રીએ પોતે પણ સ્વીકાર્યું છે કે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો પછી સમગ્ર જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને ખેડૂતોને ન્યાય મળે એ માટે આજે આમ આદમી પાર્ટીએ કલેક્ટર કચેરી ખાતે આવીને સડી ગયેલું પાક લઈને પ્રદર્શન કર્યું હતું અને આવેદનપત્ર સોંપ્યું હતું. હતું અને આવેદનપત્ર સોંપ્યું હતું.

સંબંધિત લેખો

Translate »
Home
Videos
Search
WhatsApp Chat
Gujarat Pravasi News