અખબારી યાદી
તા. ૧૮-૧-૨૦૨૪
વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબી જવાની હૃદય વિદારક ઘટના અંગે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, શાળાના માસૂમ બાળકો હરણી તળાવમાં બોટીંગના આનંદ માણવા માટે આનંદ સાથે બેઠા હતા. બોટમાં વધુ સંખ્યા હતી જે પલટી ખાઈ જતા દુર્ઘટનામાં શિક્ષક સહિત માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે અત્યંત સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળું પરમાત્મા તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
રાજ્યમાં જાહેર સ્થળે અને પ્રવાસન સ્થળોમાં બની રહેલી દુર્ઘટના અને માસૂમોના થઈ રહેલા કમકમાટી ભર્યા મોત અંગે તંત્રની દરેક જગ્યાએ લાપરવાહી સામે આવે છે.
રાજ્ય સરકારને મારી વિનંતી છે કે તાકીદે બચાવ કાર્ય કરે કમકમાટી ભર્યા દુર્ઘટનામાં ભોગ બનનારને સંપૂર્ણ સહાય આપવામાં આવે.
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
3 Comments
This was such an interesting read! I chuckled a few times. For more laughs and insights, visit: DISCOVER HERE. Anyone else have thoughts on this?
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you. https://www.binance.info/en-IN/register?ref=UM6SMJM3
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.