અમદાવાદ,વડોદરા,ગુજરાતવડોદરાના ભાયલી વિસ્તારમાં નવરાત્રીના બીજા નોરતે રાત્રે ગરબા રમીને પરત ફરી રહેલી માસુમ દિકરી પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો. આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. ભાજપ સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એલાન કર્યું હતું કે સવારે પાંચ વાગ્યા સુધી પણ લોકો ગરબા રમી શકશે પરંતુ જ્યારે એક દીકરી રાત્રે 12:00 વાગે ગરબા રમીને પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો. તો આજે તમામ લોકો સવાલ પૂછી રહ્યા છે કે ગૃહમંત્રીએ 5:00 વાગ્યા સુધી ગરબા રમી શકાશે તેવું એલાન કર્યું હતું પરંતુ દીકરીઓની સુરક્ષાનું શું? આ સવાલ સાથે આજે આમ આદમી પાર્ટીના વડોદરા સંગઠન દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.આમ આદમી પાર્ટીના વડોદરા સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ વડોદરા સ્થિત ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પીડિતાને ન્યાય મળે તે માટે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને ગુજરાતની કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેલ ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીની એક મહિલા કાર્યકરે દુષ્કર્મ પીડિતાનો વેશ ધારણ કરીને એક મહિલા તરીકે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રસ્તા પર નારા લગાવીને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરીને અને કેટલાક કાર્યકર્તાઓએ મોઢા પર પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
4 Comments
Hikaye paylaşımı Google SEO, işimizi büyütmek için mükemmel bir araç. http://www.royalelektrik.com/beylikduzu-elektrikci/
dari muka dunia, hilang kau dari muka bumi
dari muka dunia, sampai jumpa dari muka bumi
I couldn’t resist commenting