વિસાવદરની સીટ માટે આકાશ પાતાળ એક કરી દઈશું અને આ સીટ જીતી બતાવીશું: ઈસુદાન ગઢવીજો આપણે વિસાવદરની સીટ ફરીથી જીતી જઈશું તો વિસાવદરની સીટ પર હાથ નાખવાની ભાજપની ફરી ક્યારેય હિંમત નહીં થાય: ઈસુદાન ગઢવી
ભાજપમાં તાકાત હોય તો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી બતાવે: ઈસુદાન ગઢવીનરેન્દ્રભાઈ મોદીએ ડુંગળીની નિકાસ બંધ કરાવી અને ખેડૂતોને લાખોનું નુકસાન થયું: ઈસુદાન ગઢવી2022માં અમે માહોલ બનાવ્યો હતો અને 2027માં અમને સરકાર બનાવતા કોઈ રોકી નહી શકે: ઈસુદાન ગઢવીલોકોએ આશા રાખી છે કે એક દિવસ ઈસુદાનભાઈ અને અરવિંદ કેજરીવાલજી ખેડૂતોને ભાવ આપશે, આરોગ્ય વ્યવસ્થા ફ્રી કરશે: ઈસુદાન ગઢવીભાજપના રાજમાં ખેડૂતો પાયમાલ બન્યા છે: જગમાલ વાળાવિસાવદરની જનતા ફરી એકવાર આમ આદમી પાર્ટીને જીતાડીને ભાજપને વળતો જવાબ આપશે: કૈલાશદાન ગઢવીજો કોઈ વ્યક્તિ સરકાર વિરુદ્ધ અને જનતા માટે અવાજ ઉઠાવે છે તો સરકાર ષડયંત્ર રચીને તેને જેલમાં મોકલી દે છે: અજિત લોખીલજો ભાજપ રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી શકે છે તો ગુજરાતમાં શા માટે નથી આપવામાં આવતો?: રેશ્મા પટેલઅમદાવાદ/જુનાગઢ/ગુજરાત
આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર ખાતે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી પ્રમુખ જગમાલભાઇ વાળા, કચ્છ-મોરબી ઝોનના કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, સંગઠન મંત્રી અજીતભાઈ લોખિલ, ઉપપ્રમુખ નિમિષાબેન ખૂંટ, પ્રદેશ મંત્રી કરસનદાસ બાપુ ભાદરકા અને પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલની અધ્યક્ષતા હેઠળ આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.સાથે સાથે આપ નેતા અને હવામાન શાસ્ત્રી પરેશભાઈ ગોસ્વામી, પ્રદેશ સહમંત્રી હિતેશભાઈ વઘાસિયા અને પ્રદેશ સહમંત્રી પિયુષભાઈ પરમાર હાજર રહ્યા હતા. જૂનાગઢ જિલ્લા પ્રમુખ રાજુભાઇ બોરખતરીયા, જુનાગઢ જિલ્લા પ્રભારી રામજીભાઈ ચુડાસમા, જિલ્લા ઉપપ્રમુખ રતિભાઈ માંગરોળીયા, જુનાગઢ શહેર પ્રમુખ તુષારભાઈ સોજીત્રા, તાલુકા પંચાયત સદસ્ય નિર્મલભાઈ ચાવડા, ભેસાણ તાલુકા પ્રમુખ કિશોરભાઈ સાવલિયા, વિસાવદર તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ કોલરિયા, આપ નેતા હરેશભાઈ સાવલિયા, આપ નેતા સમીરભાઈ પટેલ, સરપંચ સુમંત હિરપરા, સરપંચ રાકેશ સાવલિયા, ધર્મગુરુ હબીબ બાપુ, હમીરભાઇ રામ, ભાવેશભાઈ કાતરીયા સહિત સ્થાનિક કાર્યકર્તાઓએ સાથે મળીને આ સભાનું આયોજન કર્યું હતું અને સભાને સફળ બનાવી હતી. આ જનસભામાં વિસાવદરના 2000થી વધુ લોકોએ હાજરી આપી હતી અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું.આ જનસભામાં સામેલ થયેલા હજારો લોકો સમક્ષ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મારી લડાઈ કોઈ એક વ્યક્તિ સામે નથી, મારી લડાઈ ભાજપની સિસ્ટમ સામે છે. મેં કહ્યું હતું કે ભાજપમાં તાકાત હોય તો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી દે, જો તાકાત હોય તો મધ્યપ્રદેશની જેમ ગુજરાતની મહિલાઓને પણ 3000 રૂપિયા આપીને બતાવે. જો એમનામાં તાકાત હોય તો ગુજરાતના તમામ નાગરિકોનો વીમો કરીને દરેક ગુજરાતીની સારવાર મફતમાં કરી બતાવે.
ડુંગળીમાં ભાવ નહોતા આવતા અને નરેન્દ્ર ભાઈ મોદીએ ડુંગળીની નિકાસ બંધ કરાવી હતી. ત્યારબાદ મોટા ભાગે ખેડૂતોને બે-બે લાખનું નુકસાન થયું હતું. અને તેઓ આટલા નુકસાન કરાવ્યા બાદ ખેડૂતોના ખાતામાં ફક્ત 2000 રૂપિયા આપીને ખેડૂતોના વોટ લેતા હોય છે. હું કોઈ રાજનીતિ કરવા નથી આવ્યો, મારા પરિવારમાં પણ કોઈએ રાજનીતિમાં ઝંપલાવ્યું નથી અને મારે કોઈ રાજનીતિ કરવી પણ નથી પરંતુ જે લોકોએ મારા પર વિશ્વાસ મુક્યો છે, એમને વચન આપવા માંગુ છે કે મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી એ લોકોનો વિશ્વાસ બરકરાર રાખીશ. 2022માં અમે માહોલ બનાવ્યો હતો અને 2027માં અમને સરકાર બનાવતા કોઈ રોકી નહી શકે. હું વધુ સમય રાજનીતિમાં રહેવા નથી માંગતો, પરંતુ પંદર એવા કામ કરીને જઈશ કે જેનાથી ગુજરાતમાં કોઈનો દીકરો ગરીબ નહીં રહે. હું ખેડૂતો, ગરીબો અને વંચિતો માટે ગોળી પણ ખાવા માટે તૈયાર છું.હું વિસાવદરની જનતાને પૂછવા માગું છું કે શું આપણે લડવું છે કે નથી લડવું? તો મારી વિસાવદરની જનતાને એક અપીલ છે કે તમારે વિસાવદરના એક એક ગામના એક એક લોકોને જગાડવાના છે. આવનારા થોડા સમયમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી વિસાવદર ખાતે આવશે.
હાલ રામ મંદિર બની રહ્યું છે પણ એક વાત હંમેશા સૌએ યાદ રાખવી જોઇએ કે, રામ ભગવાન કોઈ એક પાર્ટીના જાગીર નથી. રામ મંદિર અમારા ગામોની ઈંટોથી બની રહ્યું છે તે બાબતો અમને ગર્વ છે. તેઓ હાલ લોકોના ઘરે ચોખા પહોંચાડે છે પરંતુ મારું માનવું છે કે તેઓએ સરકારી યોજનાઓને ઘરે ઘરે પહોંચાડવી જોઈએ. ઘણા લોકોએ કહ્યું કે ભગવાન રામના ચોખા તેમણે ખાધા છે અને તેઓએ એક સંકલ્પ પણ લીધો છે કે દેશમાં રામરાજ્ય લાવવું છે અને આ રામ રાજ્ય ફક્ત આમ આદમી પાર્ટી જ લાવી શકે છે. આપણે તમામે પણ સંકલ્પ લેવા જોઈએ કે, બાળકોને ભણાવવા છે, ખેડૂતોને ઉદ્યોગપતિ બનાવવા છે અને ખેડૂતોને સારા ભાવ અપાવવા છે.
લોકોએ આશા રાખી છે કે એક દિવસ ઈસુદાનભાઈ અને અરવિંદ કેજરીવાલજી ખેડૂતોને ભાવ આપશે, આરોગ્ય વ્યવસ્થા ફ્રી કરશે, અમારા દીકરાઓને ઉદ્યોગપતિ બનાવશે. તો હું આ તમામ લોકોને કહેવા માંગીશ કે જ્યાં સુધી તમારી આ આશા છે ત્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે અને હું તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ. હું વિસાવદરની જનતા પાસેથી એક વચન માંગી રહ્યો છું, કે તમારે જાતે આ ચૂંટણી લડવાની છે અને એક વ્યક્તિએ 100-100 વ્યક્તિને જગાડવાના છે. જો આપણે વિસાવદરની સીટ ફરીથી જીતી જઈશું તો ભાજપની ફરી ક્યારેય હિંમત નહીં થાય વિસાવદરની સીટ પર હાથ નાખવાની. વિસાવદરની સીટ માટે આપણે સહુ સાથે મળીને આકાશ પાતાળ એક કરી દઈશું અને આ સીટ જીતી બતાવીશું.
ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી પ્રમુખ જગમલભાઈ વાળાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં ખેડૂતો પાયમાલ બન્યા છે અને એટલા માટે જ આમ આદમી પાર્ટીને ખેડૂતોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. આજે વાવણીના સમયમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતર પણ મળી રહ્યું નથી અને ચારે બાજુ કાળાબજારી ચાલી રહી છે.
ત્યારબાદ કચ્છ મોરબી ઝોનના કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવીએ સભામાં હાજર લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપ વિસાવદરની જનતાના વોટ લઈને ચૂંટણી ના જીતી શકી, એટલા માટે તેણે ધારાસભ્ય તોડવાનું કામ કર્યું. ભાજપ હંમેશા લોકશાહી વિરુદ્ધનું કામ કરતી આવી છે પરંતુ વિસાવદરની જનતા ફરી એકવાર આમ આદમી પાર્ટીને જીતાડીને ભાજપને વળતો જવાબ આપશે.
સંગઠન મંત્રી અજીતભાઈ લોખિલે વિસાવદરની જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે ચારે તરફ નકલી વસ્તુઓને બોલબાલા વધી ગઈ છે, જેમ કે નકલી સરકારી કચેરી, નકલી અધિકારીઓ, નકલી ટોલનાકા અને નકલી બિયારણ. ભાજપ સરકાર આ નકલી કામ કરનારા લોકો વિરોધ કડક પગલાં લેતી નથી પરંતુ જો કોઈ વ્યક્તિ સરકાર વિરુદ્ધ અને જનતા માટે અવાજ ઉઠાવે છે તો સરકાર ષડયંત્ર રચીને તેને જેલમાં મોકલી દે છે.આ જનસભામાં સામેલ લોકો સમક્ષ પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જો ભાજપ મધ્યપ્રદેશની મહિલાઓને 3000 રૂપિયા આપી શકે છે તો ગુજરાતની મહિલાઓને આ રકમ કેમ નથી મળતી? જો ભાજપ રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી શકે છે તો આ ભાવમાં ગુજરાતમાં ગેસ સિલિન્ડર કેમ નથી આપવામાં આવતો? છેલ્લા 28 વર્ષથી ગુજરાતની મહિલાઓ ભાજપને વોટ આપી રહી છે પરંતુ ભાજપ તેમને શા માટે આટલી નફરત કરે છે?
1 Comment
What a fantastic read! The humor made it even better. For further details, check out: READ MORE. Any thoughts?