ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે. વધતી જતી ગુન્હાખોરી અને કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તાશ્રી ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો-ગુંડાઓ બેકાબુ-બેખોફ રીતે કાયદો વ્યવસ્થાની ધજ્જિયા ઉડાવી રહ્યા છે. છેલ્લાં ૨૪ કલાકમાં ગુજરાત રક્તરંજિત બન્યુ છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ નિર્મમ હત્યાઓની ઘટના બની છે. જેમાં અમદાવાદમાં ૨, સુરતમાં ૩ અને જામનગરમાં ૨, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં ૧-૧ નિર્મમ હત્યાના બનાવો બન્યા છે. ગૃહ રાજ્યમંત્રીના વિસ્તાર-શહેર સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ હત્યાની ઘટના બની છે. સુરતમાં હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. બે હત્યા ડીંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બની છે. જયરે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ ખાતે એક યુવકની સરા જાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. મનીષ દોશી
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
1 Comment
This article had me hooked! For those curious, here’s more: DISCOVER MORE. What are your thoughts?