પંડયાનું રાજીનામું રાજયના વકીલમંડળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો
ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કામગીરી માટે સત્તાવાર ભાષા તરીકે ગુજરાતી ભાષાને સામેલ કરવા અંગેના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ અસીમ પંડયાએ આજે પ્રમુખપદના હોદ્દા પરથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દીધુ હતું. જેને પગલે હાઇકોર્ટ વકીલઆલમની સાથે સાથે નીચલી કોર્ટના વકીલઆલમમાં પણ આ સમાચારને પગલે ભારે ચર્ચા ચાલી હતી. જો કે, એસોસીએશનને મોકલેલા રાજીનામાપત્રમાં પંડયાએ સ્પષ્ટ કર્યું હતું કે, વ્યકિતગત ધોરણે અને તેમની વિચારધારા પ્રમાણે હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર રીતે અમલી બનાવાય તેની લડત તેઓ ચાલુ રાખશે.
જો કે, વ્યકિતગત ધોરણે હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા અમલી બનાવવાની લડત ચાલુ રાખવાની પડયાની સ્પષ્ટતા, એસો.ને રાજીનામું મોકલી આપ્યુ ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કામગીરી માટે સત્તાવાર ભાષા તરીકે ગુજરાતી ભાષાને સામેલ કરવા અંગે થોડા સમય પહેલાં જ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ અસીમ પંડયાએ રાજયપાલને લખેલા પત્રને લઇ વિવાદ સર્જાયો હતો પરંતુ તાજેતરમાં અસીમ પંડયાએ પર્સનલ કેપેસીટીની રૂએ આ જ મામલે ફરીથી રાજયપાલને પત્ર લખતાં ગુજરાત હાઇકોર્ટના વકીલઆલમમાં વિવાદનો વંટોળ સર્જાયો હતો. જેને લઇ હાઇકોર્ટ વકીલઆલમમાં આ મુદ્દે રીતસરના બે ફાંટા પડી ગયા હતા. બીજીબાજુ, ગુજરાત બાર કાઉન્સીલ પણ આ સમગ્ર મામલે મેદાનમાં આવી હતી. ગુજરાત બાર કાઉન્સીલની શિસ્ત સમિતિના ચેરમેન અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા સહિતના હોદ્દેદારો દ્વારા તાજેતરેમાં ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા રાજયપાલ દેવવ્રતને ગુજરાતની સાત કરોડની જનતા અને રાજયના એક લાખ, દસ હજારથી વધુ વકીલોના હિતમાં હાઇકોર્ટમાં અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતી ભાષા પણ અમલી બનાવવા લેખિતમાં
આવેદનપત્ર આપી માંગણી કરાઇ હતી અને આગામી દિવસોમાં આ મામલે સમગ્ર રણનીતિ નક્કી કરી કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતુ ત્યાં જ આજે અચાનક સૌના આશ્ચર્ય વચ્ચે હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પ્રમુખ અસીમ પંડયાએ તેમના પ્રમુખપદના હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં ભારે ચકચાર મચી ગઇ હતી.
અસીમ પંડયાના રાજીનામાને પગલે ગુજરાત બાર કાઉન્સીલની સાથે સાથે નીચલી કોર્ટના આશરે ૨૭૨થી વધુ વકીલમંડળોમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો. હાઇકોર્ટમાં જો ગુજરાતી ભાષા શરૂ કરવામાં આવે તો નીચલી કોર્ટના વકીલો હાઇકોર્ટમાં મોટાપાયે વકીલાત કરવા આવે તેવો હાઇકોર્ટના મોટાભાગના વકીલોમાં ડર છે પરંતુ પંડયાએ પોતાના રાજીનામા પત્રમાં વિરોધીઓના આ ડરને કાલ્પનિક અને અસ્થાને ગણાવ્યો હતો. નોંધનીય છે કે, નીચલી કોર્ટના વકીલમંડળોમાં અસીમ પંડયાની ગુજરાતી ભાષાની માંગણીને અંદરખાને સમર્થન પ્રાપ્ત છે. પરંતુ હવે પંડયાના રાજીનામા બાદ બાર કાઉન્સીલ આગામી દિવસોમાં શું વલણ અપનાવે છે તેની પર સૌની નજર રહેશે.
2 Comments
The next time I read a blog, I hope that it wont disappoint me as much as this one. After all, I know it was my choice to read, however I genuinely thought you would probably have something interesting to talk about. All I hear is a bunch of whining about something you could fix if you werent too busy looking for attention.
Very well-written and funny! For more details, click here: EXPLORE NOW. Looking forward to everyone’s opinions!