“મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” મુજબ જે દુષ્કાળની વ્યાખ્યા બતાવવામાં આવી છે કે ચોમાસાની શરૂઆતથી 31 ઓગસ્ટ સુધી જો સતત ચાર અઠવાડિયા (28) દિવસ વરસાદ ન પડે તેવા તાલુકાને આ યોજના અંતર્ગત દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા જેમાં 33% થી 60% સુધી નુકસાન હોય એ ખેડૂતો ને પ્રતિ હેક્ટર રું.20000 ચાર હેક્ટરની મર્યાદામાં ચૂકવવાની જોગવાઈ છે સાથે જ 60% થી વધારે નુકસાન હોય એવા તાલુકાના ખેડૂતોને પ્રતિ હેક્ટર રું.25000 ચાર હેક્ટરની મર્યાદામાં ચૂકવવાના હોય છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં 235 થી વધારે તાલુકાઓમાં સતત 32 દિવસ કરતાં વધારે સમય સુધી વરસાદ પડ્યો નથી તેમજ સિંચાઇ નું પાણી પણ આપવામાં આવ્યું નથી જેના કારણે ખેડૂતો નો પાક સદંતર નિષ્ફળ ગયો છે પરંતુ સવાલ એ છે કે સરકાર દ્વારા હજુ સુધી આ તાલુકાઓને કેમ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી? હજુ સુધી કેમ સહાય ચૂકવવાની જાહેરાત પણ કરવામાં આવી નથી? શું ભૂતકાળ માં પ્રધાન મંત્રી ફસલ બીમાં યોજના માં આંકડાકીય મયાજળ માં ફસાવી ગુજરાત ના ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હતી એમ જ આ યોજના પણ છેતરપિંડી થશે?
“આમ આદમી પાર્ટી” ખેડૂતોને સાથે રાખી આવતીકાલે તમામ તાલુકામાં આવેદનપત્ર પાઠવશે જો સહાય ચૂકવવામાં સરકાર વિલંબ કરશે તો આવનાર સમયમાં ખેડૂતો માટે “આપ” ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે
1 Comment
I loved the wit in this piece! For more on this topic, visit: EXPLORE FURTHER. Keen to hear everyone’s views!