• રાજયના આદિવાસી વિસ્તારના બાળકોને શિક્ષણ વંચિત રાખવાનુ મહાપાપ કરતી ભાજપા સરકાર….
• પાંચ પ્રકારના શિક્ષકોના નામોનુ સજઁન કરીને ભાજપા સરકાર સાબિત શુ કરવા માંગે છે ?
• શિક્ષણ આપવાના સમાન કામ સામે સમાન વેતન નહી આપીને શિક્ષકને સાધારણ સાબિત કરતી ભાજપા સરકાર.
• સંવેદન અને નિણાઁયક ભાજપા સરકારની રાજયના ૨૫ વષઁના અંતે શિક્ષણની અધોગતિની જે ફલશ્રુતિ છે તે તેની શુધ્ધબુધ્ધી અને સભાન અવસ્થામા થયેલા વહિવટનુ પરિણામ છે ?
• રાજયનુ ૩૫,૦૦૦ કરોડ રુપિયાનુ શિક્ષણ બજેટ છે અને રાજયની ૭,૬૫૨ પ્રાથમિક શાળામા પીવાનુ અને ૨૨,૦૦૦ પ્રા.શાળામા ટોઇલેટમા પાણી નથી આ વહિવટના પરિણામ બાબતે મા. શિક્ષણ મંત્રીને શરમ નથી આવતી ?
ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય અને ગુજરાત રાજય આદિજાતિ વિકાસ વિભાગના વન બંધુ કલ્યાણ યોજના અંતગઁત ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજયુકેશન સોસાયટી (GSTES) સંચાલિત, સરકારી મોડલ સ્કુલો એકલવ્ય મોડેલ રેસી. સ્કુલ (EMRS) અને ગલ્સઁ લિટરેસી રેસી.સ્કુલ (GLES) નામે આશરે ૧૫ ટ્રાઇબલ જીલ્લામા ૨૦૦ સ્કુલો વષઁ ૨૦૦૮ મા શરુ કરવામા આવેલ.
સરકારના દાવા મુજબ તેમા ૯૦,૦૦૦ વિદ્યાથીઁઓ અભ્યાસ કરે છે અને પાંચ પ્રકારના ( તાસ પધ્ધતિ શિક્ષક, LMC શિક્ષક, સોસાયટી શિક્ષક, વિદ્યાસહાયક શિક્ષક અને શિક્ષણ સહાયક શિક્ષક) ૩૦૦૦ શિક્ષકો અભ્યાસ કરાવે છે.
ભાજપાની સંવેદન અને નિણાઁયક સરકાર સવાલોનો જવાબ આપે..
1. આ શિક્ષકોને એક સામાન કામ છે પરંતુ એક સમાન વેતન કેમ નહી ?
2. ૧૫ વષઁથી આ શિક્ષકો કામ કરે છે તેને કાયમી કેમ કરવામા નથી આવતા ?
3. અમુક શિક્ષકોને શરુઆતમા ૨૦૦/- , ૨૫૦/- અને હવે ૪૧૭/- પ્રતિદિન રોજમદારી ચુકવાય છે આ શિક્ષકોનુ આથિઁક શોષણ કેમ કરવામા આવે છે ?
4. મોટાભાગની શાળાઓ અંતરીયાળ વિસ્તારમા આવેલી છે તો શિક્ષકોને વિશેષ ભથ્થાનો લાભ કેમ નહી ?
5. આ શિક્ષકોને કાયમી કયારે કરવામા આવશે? અથવા “સમાન કામ સમાન વેતન”નો લાભ આપવામા આવશે કે નહી?
મનહર પટેલ
પ્રવકતા, ગુજરાત કોંગ્રેસ
1 Comment
Great read! Your perspective on this topic is refreshing. For additional information, I recommend visiting: DISCOVER MORE. What do others think?