ગુજરાતમાં વર્ષોથી અનેક વિભાગોમાં ખુલ્લેઆમ હપ્તા ખોરી ચાલે છે અને આજ સુધી કોઈપણ સરકાર આ હપ્તા ખોરી બંધ કરાવી શકી નથી આવી હપ્તા ખોરી નાં કારણે અનેક ભ્રષ્ટાચારીઓ માલામાલ થઈ ગયાં છે અને ગુજરાત રાજ્ય દેવાનાં ડુંગર તળે દબાઈ રહ્યું છે આપણે ખાલી સમૃદ્ધ ગુજરાતની વાતો કરીએ છીએ હકીકત એ છે કે દરવર્ષે વિકાસનાં કામો માટે પણ આપણે દેવું કરવું પડે છે આમ કરતાં કરતાં આજે ગુજરાતનું દેવું લગભગ રૂપિયા ચાર લાખ કરોડને આંબી ગયું છે આપણે ક્યાં સુધી દેવું વધારતાં રહીશું? ગુજરાતનાં વધતાં દેવાં બાબતે આપણે ગંભીરતાથી વિચારવાની જરૂર છેગુજરાત રાજ્યનાં અનેક વિભાગોમાં જે હપ્તા ખોરી ચાલે છે એમાં આપણે વાસ્તવવાદી થવાની જરૂર છે એમ પણભ્રષ્ટાચાર થાય છે અને આમ પણ ભ્રષ્ટાચાર થશે એટલે મારી ગુજરાત સરકારને વિનંતી છે કે ગુજરાતમાં હાલ સત્યાવીસ મંત્રાલયો છે એમાં એક હપ્તા મંત્રાલયનો વધારો કરવામાં આવે આ બાબતમાં વાસ્તવવાદી થવાથી ફાયદો એ થશે કે હપ્તા ખોરી નાં કારણે જે રકમ (દર વર્ષે લગભગ રૂપિયા એક લાખ કરોડ) હપ્તા દ્વારા વર્ષોથી ભ્રષ્ટ લોકોની તિજોરીમાં જમા થઈ રહી છે એ રકમ સીધી જ ગુજરાત રાજ્યની તિજોરીમાં જમા થશે અને એનાંથી સૌથી મોટો ફાયદો એ થશે કે દરવર્ષે આપણે દેવું નહીં કરવું પડે અને અત્યારે ગુજરાત ઉપર જે દેવું છે એ પણ આગામી ચાર પાંચ વર્ષમાં આપણે ચુકતે કરી શકીશું અને ગુજરાતને દેવામુક્ત રાજ્ય બનાવી શકીશું અને એ પછી આ રકમનો ઉપયોગ આપણે ગુજરાતનાં વધું વિકાસ માટે પણ કરી શકીશુંહું દંભી નથી એટલે હંમેશા સ્પષ્ટ વાત કરું છું અને મારી આ સ્પષ્ટ રજુઆત બાબતે ગુજરાત સરકાર જો દંભ છોડીને ગુજરાત હિતની મારી રજુઆત બાબતે વાસ્તવિકતા સ્વીકારી આ વિષયમાં ગંભીરતાથી વિચારવા તૈયાર હોય તો હપ્તા મંત્રાલયનાં વિષયમાં કઈ રીતે આગળ વધવું અને હપ્તા મંત્રાલયનું આખું તંત્ર કઇ રીતે ગોઠવવું એની બ્લ્યુ પ્રિન્ટ બનાવી આપવા તૈયાર છુંગુજરાતનાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા ને મારી નમ્ર વિનંતી છે કે આ વિષયની પોઝિટિવ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત હિતમાં આને પ્રસિદ્ધ કરવામાં આવે તેમજ આ બાબતે ચર્ચાઓ યોજવામાં આવે જેથી ભ્રષ્ટ લોકોની તિજોરીઓ માં જતી કરોડોની રકમ રાજ્યની તિજોરીમાં લાવી શકાય જેનાંથી ગુજરાતને ફાયદો થાય.
(સામાજિક કાર્યકર – અમદાવાદ)
3 Comments
Great article! The clarity and depth of your explanation are commendable. For additional insights, visit: LEARN MORE. Looking forward to the community’s thoughts!
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?
Your article helped me a lot, is there any more related content? Thanks!