ગુજરાતમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના 49 ટોલબુથ પરથી વાહનચાલકો પાસેથી 4520 કરોડ જેટલો વાર્ષિક તગડો ટોલટેક્સ વસુલતી નેશનલ હાઈવે ઓથોરિટી વાહન ચાલકોની સુરક્ષાને લઈ બેદરકાર છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ કે રાષ્ટ્રીય ખાડા માર્ગ, કરોડોનો ટોલ ટેક્સ પણ કમર ભાંગી નાખે તેવા હાઈવે ત્યારે કેન્દ્રની ભાજપ સરકારની ઉંઘ ક્યારે ઉડશે ? તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે ઓર્થોરીટીના ગુજરાતમાં 6635 કિ.મી.ના જુદા જુદા 38 રાષ્ટ્રીય ધોરી માર્ગ પર 49 ટોલ બુથ આવે છે. તાજેતરમાં ગુજરાતના તમામ 49 ટોલ ટેક્સના બુથ પર ભાવ વધારા જીંકવામાં આવ્યો છે. અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલ ટેક્સમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે. ગુજરાતના નેશનલ હાઈવે પર છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂપિયા 21,000 કરોડથી વધારે ટેક્સની વસુલાત કરાય છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશની ટોલ ટેક્સની આવકમાં 60 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021-22માં ભારત દેશને નેશનલ હાઈવે પર કુલ રૂપિયા 34,742 કરોડની વસૂલાત થઈ છે. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધોરી માર્ગ માંથી પસાર થતા વાહનચાલકો પાસેથી વર્ષ 2022-23માં ટોલટેક્ષ થી 48028.22 કરોડ જેટલી માતબર રકમ વસૂલાઈ છે. જેમાંથી પચાસ ટકા ટોલટેક્ષ તો માત્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને તામીલનાડુના નેશનલ હાઈવે ટોલટેક્ષ પેટે વસૂલાત કરાઈ છે.
સ્થાનિક વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે કારણ કે નેશનલ હાઈવે પર મોટા પ્રમાણમાં ગાબડા વાહન ચાલકો માટે અકસ્માતના ખાડા બની ગયા છે. પરિસ્થિતિ એ છે કે આ ખાડાને લીધે ઓવરટેક કરનાર વાહન ચાલક અકસ્માતને નોતરે છે ત્યારે બેદરકાર નેશનલ હાઈવે ઓથોરિટી પ્રત્યે વાહન ચાલકોનો ભારે રોષ છે અને માર્ગ દુરસ્ત કરવાની વાહન ચાલકો અને સ્થાનિકોની માંગ છે. લાખો રૂપિયાનો ટોલટેક્સ આ માર્ગો પર ઉઘરાવાય છે. પરંતુ માર્ગ પર ઠેક ઠેકાણે ખાડા પડી ગયા છે અવારનવાર અકસ્માતો સર્જાય છે ત્યારે દર વર્ષે આ ખાડા અને માર્ગ રીનોવેશન નામે લાખો રૂપિયા વપરાય છે અને આ હાઈવે પર ગુણવત્તા વિહીન કામ થવાથી હજારો વાહન ચાલકોની મુશ્કેલીમાં મુકાય છે અને જીવલેણ અકસ્માતમાં માનવજીંદગી પણ હોમાઈ રહી છે. દર વર્ષે કરોડોનો ખર્ચ છતા પરિસ્થિતિ નથી બદલાતી, નેશનલ હાઈવે ઓથોરિટીની ઉંઘ ક્યારે ઉડશે ?
વર્ષ કિ.મી. રસ્તા (નુકસાન) વર્ષ ટોલટેક્સની વસુલાત
2019-20 190 કિ.મી. 2018-19 2745.42
2020-21 195 કિ.મી. 2019-20 2983.91
2021-22 222 કિ.મી. 2020-21 7220.31
2022-23 304 કિ.મી 2021-22 3662.40
2022-23 4518.96
(ડૉ. મનીષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
1 Comment
I loved the wit in this piece! For more on this topic, visit: EXPLORE FURTHER. Keen to hear everyone’s views!