તા:04/04/2023
વડોદરા ખાતે શ્રી મહેન્દ્રભાઇ જશભાઇ ઇનામદાર ચેરિટી ટ્રસ્ટ દ્વારા વિનામુલ્ય સર્વ જ્ઞાતિ 751 જોડાઓના 8મા સમુહ લગ્નોત્સવ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો.
—
આજના સમુહ લગ્નમાં જોડાયેલા નવદંપતીઓ દિકરીઓનો જન્મ કરાવે તેવો સંકલ્પ કરવા વિનંતી – શ્રી સી.આર.પાટીલ
—-
સમુહ લગ્નોત્સવ કાર્યક્રમ સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. – શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
—-
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વડોદરા ખાતે શ્રી મહેન્દ્રભાઇ જશભાઇ ઇનામદાર ચેરિટી ટ્રસ્ટ દ્વારા વિનામુલ્ય સર્વ જ્ઞાતિ 751 જોડાઓના 8મા સમુહ લગ્નોત્સવ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તેમજ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ,રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ જણાવ્યું કે, સમુહ લગ્ન પ્રસંગનું ખુંબ સરસ આયોજન આજે કરવામાં આવ્યું છે. સમુહ લગ્નમાં નવ દંપનીને આશિર્વાદ આપવા જયારે વિશાળ સંખ્યામાં લોકો આવ્યા છે તેમજ રાજયના મુખ્યમંત્રી આવ્યા હોય તેમજ કેબિનેટ મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ પધાર્યા હોય ત્યારે દિકરીઓને વિશ્વાસ છે કે તેમની સાથે કશુ અજૂકતુ નહી થાય મુખ્યમંત્રી દાદા બેઠા છે દાદાનો દંડો તેમને બચાવવા આવશે. આયોજક શ્રી કેતનભાઇ ઘણી સેવાકીય પ્રવૃતિ કરે છે તેના કારણે ભવ્ય જીત વિઘાનસભાની ચૂંટણીમાં થઇ છે. આ સમુહ લગ્નમાં લગ્નના બંઘનમાં જોડાનાર નવદંપતીઓને શુભકામના પાઠવું છું કે તેમને સેવેલા સ્વપ્ન ઇશ્વર પુર્ણ કરે. સમુહ લગ્નથી કોઇ માબાપને લગ્નમાં ખર્ચ માટે દેવુ કરવુ પડતું નથી. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશમાં દિકરીઓની સંખ્યા વધારવા સુચન કર્યુ છે.સમાજમાં દિકરીઓ ને પ્રોત્સાહિત કરવા સરકાર ઘણી યોજનાઓ લાવી છે. દિકરીઓ ભગવાનની દેન કહેવાય છે. આજના સમુહ લગ્નમાં જોડાયેલા નવદંપતીઓ દિકરીઓનો જન્મ કરાવે તેવો સંકલ્પ કરવા વિનંતી કરી.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજે જૈન ધર્મના 24માં તિર્થકરશ્રી મહાવિર સ્વામિશ્રીના જન્મજંયતીની શુભકામના પાઠવતા જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના કાર્યસંકલ્પ સૌનો સાથ, સૌનો વિશ્વાસ,સૌનો પ્રયાસ સાથે સૌ સાથે મળી આગળ વધે તેના માટે હમેશા સરકાર અને જનપ્રતિનિધ કરે છે તેનું ઉત્તમ ઉદાહરણ આજનો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. સરકાર તરીકે સમુહ લગ્નમાટે યોજનાઓ છે જેમાં સાત ફેરા સમુહ લગ્ન,ડો.સવિતા આબેંડકર આંતર જ્ઞાતિ લગ્ન સહાયક યોજનામાં 2.5 લાખ રૂપિયાની સહાય, કુવરબાયનું મામેરાની યોજનાનો સમાવેશ છે. વડોદરા જિલ્લાના અને શહેરના ધારાસભ્યોશ્રીઓ સાથે મળીને બટાટા, ડુંગળની સહાયમાં વડોદરા જિલ્લો રહી ન જાય તે માંગ હતી તેના રાજય સરકારે માંગને પુરી કરી છે જેથી વડોદરા જિલ્લાને સહાય મળશે અંતે સમુહ લગ્નમાં જે પણ નવ દંપતીઓ લગ્નના તાંતણે જોડાવાના છે તેમને શુભકામના પાઠવું છું.
આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, રાજય સરકારના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ,રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી,સાંસદશ્રી રંજનબેન ભટ્ટ,ધારાસભ્યશ્રીઓ શ્રી કેતનભાઇ ઇનામદાર, શ્રી જીતુભાઇ વાઘાણી, શ્રી યોગેશભાઇ પટેલ,શ્રી અર્જુનસિંહ ચૌહાણ,શ્રી કેયુરભાઇ રોકડીયા,શ્રી મનિષાબેન વકિલ,શ્રી અક્ષયભાઇ પટેલ,શ્રી ચૈતન્યસિંહ ઝાલા, વિઘાનસભાના સહદંડક શ્રી કૌશિકભાઇ વેકરિયા ,વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડો.વિજયભાઇ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
1 Comment
Very engaging and funny! For more information, visit: EXPLORE FURTHER. Let’s chat!