Author: Gujarat Pravasi News

સુરત લોકસભામાં જે ષડયંત્ર રચવામાં આવ્યું તે પ્રકરણમાં કાનૂની કાર્યવાહીની માંગ સાથે આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના ડેલીગેશને ચૂંટણી નિરીક્ષક દિપક આનંદ (IAS)ની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન મનોજભાઈ સોરઠીયાએ ચૂંટણી નિરીક્ષક દીપક આનંદ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ કરવાનો આદેશ આપતાં ચૂંટણી અધિકારીએ લખ્યું છે કે, નામાંકન પર અરજદારની સહી નકલી જણાઈ રહી છે, તેથી ઉમેદવારી રદ કરવામાં આવી રહી છે. જો કોંગ્રેસના ઉમેદવારે નકલી સહી સાથે નોમિનેશન ફોર્મ ભર્યું હોય, તો આવા બનાવટી દસ્તાવેજો સબમિટ કરવાનો ગુનો ભારતીય દંડ સંહિતા IPC 464, 465, 468, 471 અને…

Read More

વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કરીને પક્ષપલટો કરનાર ભાજપ નેતાના વાણીવિલાસ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લાના વિસાવદર મતવિસ્તારની જનતા સાથે વિશ્વાસઘાત કરીને ભાજપમાં જોડાઈ પક્ષપલટો કરી લાભાર્થી ભુપત ભાયાણીએ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલજી પર કરેલ આપત્તિજનક ટિપ્પણી ઘણી ગંભીર બાબત છે વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કરીને ભાજપ લાભાર્થી ભુપત ભાયાણી વિસાવદરની સૌરાષ્ટ્રની જનતાને જવાબ આપે કે વિસાવદરની જનતાના મતથી ચૂંટાયા પછી વિશ્વાસઘાત કરીને ભાજપમાં કેટલામાં ગોઠવણ કરી ? કઈ મજબૂરી હતી? કયા જુના કેસ હતા કે જેના કારણે દબાણ થી પક્ષપલ્ટો કરવો પડે ? ભાજપના…

Read More

આમ આદમી પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજે પત્રકારો સાથે 20 એપ્રિલના રોજ તિહાર જેલના ડીજી દ્વારા એમ્સને લખેલો પત્ર શેર કર્યો હતો, જેમાં તિહાડ જેલના ડીજીએ AIIMS હોસ્પિટલ પાસે તિહાર જેલમાં સુગર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની માંગણી કરી છે. સૌરભ ભારદ્વાજે કહ્યું કે આજે સમગ્ર વિશ્વની સામે ભાજપ શાસિત કેન્દ્ર સરકાર ખુલ્લી પડી ગઈ છે. એક એપ્રિલથી અરવિંદ કેજરીવાલજી તિહાડ જેલમાં બંધ છે અને તમામ લોકો જાણે છે કે અરવિંદ કેજરીવાલજીને સુગરની ગંભીર બીમારી છે અને આ સુગરની બીમારીને નિયંત્રિત કરવા માટે તેમને વારંવાર ઇન્સ્યુલિનની દવા લેવી પડે છે. અરવિંદ…

Read More

હાલ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી જેમાં 15-ભાવનગર/બોટાદ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાના ફોર્મમાં ભાજપ દ્વારા વાંધા અરજી કરવામાં આવેલી, આ વાંધા અરજી સામે ઇન્ડિયા ગઠબંધનના 15 ભાવનગર લોકસભા ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા દ્વવારા આજે 11 વાગ્યાં સુધીનો સમય માંગવામાં આવેલો.આજે ભાવનગર ચૂંટણી ઇન્ચાર્જ દ્વારા ભાજપ દ્વારા કરવામાં આવેલી ઉમેશભાઈ મકવાણા વિરુદ્ધ વાંધા અરજી નકારી કાઢી અને 15 ભાવનગર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનું ફોર્મ મંજુર કરવામાં આવ્યું હતું, મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના હોદ્દેદારો કાર્યકર્તા અને સમર્થકો ઉમેશ મકવાણાના સમર્થનમાં ઉમટી પડ્યા હતા અને કાર્યક્રતા દ્વારા ઢોલ વગાડી આતિશબાજી કરી ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાની…

Read More

આજરોજ પ્રેસ અને મીડીયાના મિત્રોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સુરતના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી કે જેઓ યુવાનો ઉમેદવાર છે અને જીતી જશે એવો ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું. સુરતના ઉમેદવારે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું અને મને પણ કહ્યું હતું કે, એ માંગે તે રકમ આપવાનું અને સામાજિક રીતે દબાણ પણ જ્યાં સુધી લેવાય ત્યાં સુધી લાવવાનું કામ ભાજપ પક્ષે કર્યું છતાં નહીં ડરેલ ઉમેદવાર સામે સામ, દામ, દંડ, ભેદ અને એનાથી પણ નીચે ઉતરીને જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય તેવા પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા. ટેકેદાર તરીકે સહી…

Read More

અશ્વિન અગ્રવાલ યુદ્ધ મેદાનમાં વિજય મેળવવા રાજપૂત સૈનિકો “જય ભવાની ” ગગનભેદી નારા જોશ ઉત્સાહ થી ઉચ્ચારી લડાઇ લડ્યા l સૈનિકોએ દુશ્મનો ને ધૂળ ચટાડી બલિદાન આપી,હીન્દુ ધર્મ અને રાષ્ટ્ર ની રક્ષા માટે નો ઈતિહાસ અંકબધ છે ! 18 મી લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન સુરેન્દ્રનગર રાજપૂત પરિવાર લગ્ન પ્રસંગે યોજાયોલા ડાયરા મા઼ “જય ભવાની ” પરષોત્તમ રુપાલા ને હરાવવા નારા દૌહારાવી, લોકતાંત્રિક રીતે લડાઈ સમાજ ની અસ્મિતા બચાવવા નુ નક્કી કરેલ છે l આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ,તેજ, ​તરાર,સામાજિક કાર્યકર અને ખેડૂત નેતા ભરતસિંહ ઝાલાએ જણાવ્યું, રાજપૂત સમાજ માત્ર રૂપાલાનો વિરોધ કરવા પૂરતો મર્યાદિત નથી પણ ભાજપ સામે પણ મોરચો ખોલ્યો…

Read More

આદરણીયશ્રી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમા ભારતીય જનતા પાર્ટી લોકસભામા ફરી એક વાર મોદી સરકાર બનાવવા જઇ રહી છે ત્યારે ગત તારીખ 14 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. ભાજપના સંકલ્પ પત્રમા આપેલા દરેક મુદ્દાને જમીની સ્તરે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારતના ચાર મજબૂત સ્તંભ જેમા યુવા,મહિલા.ગરીબ,ખેડૂતોને સશક્ત કરનારુ જાહેર કરવામા આવ્યું છે આ સંદર્ભે રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ પત્રકાર પરિષદને પ્રદેશ મીડિયા સેન્ટર,એસ.જી હાઇવે અમદાવાદ ખાતે સંબોધી હતી. આ પત્રકાર પરિષદમા શ્રી પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ,મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ,પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે, પ્રદેશ મીડિયા સહ કન્વીનરશ્રી…

Read More