આજરોજ પ્રેસ અને મીડીયાના મિત્રોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સુરતના ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી કે જેઓ યુવાનો ઉમેદવાર છે અને જીતી જશે એવો ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું. સુરતના ઉમેદવારે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું અને મને પણ કહ્યું હતું કે, એ માંગે તે રકમ આપવાનું અને સામાજિક રીતે દબાણ પણ જ્યાં સુધી લેવાય ત્યાં સુધી લાવવાનું કામ ભાજપ પક્ષે કર્યું છતાં નહીં ડરેલ ઉમેદવાર સામે સામ, દામ, દંડ, ભેદ અને એનાથી પણ નીચે ઉતરીને જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય તેવા પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા. ટેકેદાર તરીકે સહી કરી હતી તેમની પાસે આ મારી સહી નથી એવી એફિડેવીટ કરી ઉમેદવારીના ત્રણે ફોર્મમાં ટેકેદાર તરીકે સહી કરનાર અને ડમી ફોર્મમાં ટેકેદાર તરીકે સહી કરનાર એમ ચારેય જણને પોલીસ જાપ્તા હેઠળ લઈને જાય છે. પોલીસ જાપ્તા હેઠળ એફિડેવિટ આપે છે કે આ અમારી સહી નથી અને પછી ત્યાંથી ગુમ થઈ જાય છે. નથી મીડિયાને મળવા દેતા કે નથી કોંગ્રેસ પક્ષના વ્યક્તિઓને મળવા દેવાતા કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને પણ મળવા નથી દેવાતા, એને ગુમ કરી દે છે. અમે અરજી આપી કે આ પ્રકારનો દાવો ચાલી શકે નહીં. પહેલી વાત કે કોઈ વ્યક્તિ ના પાડે ત્યારે સામી વ્યક્તિને ઉલટતપાસનો કાયદાએ અધિકાર આપ્યો છે, જેથી અમે તેની ઉલટતપાસ કરવા માંગીએ છીએ, જેથી એને હાજર કરો. એક દિવસનો સમય અપાય છે, એક વ્યક્તિ ઉમેદવારના સંપર્કમાં પણ આવે છે અને કહે છે કે હું આવી જઈશ. પરંતુ કોઈક કારણોસર ફરી એક વખત એનો ફોન બંધ કરી એને ગુમ કરી દેવાય છે. ભાજપ જો ચૂંટણી ચોખ્ખી રીતે યોજાય તો હારી જાય તેમ છે એટલે આવા હથકંડા તેમણે કર્યા છે. આજે સુરતમાં અમારા એડવોકેટો બાબુભાઈ માંગુકિયા અને શ્રી જમીર શેખે ખૂબ વિસ્તારથી દલીલો કરી કે, કાયદાની જોગવાઈ મુજબ ક્યાંય તમે ટેકેદારની સહી ન હોય તો ફોર્મ રદ્દ કરી શકો, પરંતુ ટેકેદાર ના પાડે કે આ મારી સહી નથી તો ફોર્મ રદ્દ કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. બીજી દલીલ કે, ટેકેદારે ફોર્મમાં કરેલ સહી અને આ મારી સહી નથી તેવી એફિડેવીટમાં કરેલ સહી બંનેને ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલો. જો આ હસ્તાક્ષર સરખા હોય તો ફોર્મ રદ્દ ન થઈ શકે. ત્રીજી દલીલ એ કે, કોઈ પણ સાક્ષી કે વ્યક્તિ કાયદામાં વાત કરે ત્યારે એને ભય કે દબાણ નીચે નથી થયું તે માટે ખુલ્લા મનથી એ કહે છે કે કેમ ? એની તપાસ જરૂરી હોય છે. કાયદાની પરિભાષામાં પોલીસ જાપ્તામાં આવીને કહીને ગયેલાને ફરી બોલાવો, પરંતુ તેઓને ફરી બોલાવ્યા નહીં.
આ જ પ્રકારની ઘટના કે જેમાં ટેકેદારોએ ચૂંટણી અધિકારી સમક્ષ કહ્યું કે, આ અમારી એફિડેવીટ છે કે આ ફોર્મમાં અમારી સહી નથી આ ઉમેદવારનું ફોર્મ રદ્દ કરો. બે ટેકેદારો જાય છે. ૨૦૨૨ની ચૂંટણી દરમિયાન ૧૫૯-સુરત પૂર્વ વિધાનસભાની આ ચૂંટણી હતી. ચૂંટણી અધિકારી સામે ગીતાબેન મનોજભાઈ જરીવાલા અને મનોજ લલ્લુભાઈ જરીવાલા જઈને એફિડેવીટ આપે છે અને કહે છે કે, આના ફોર્મમાં જે સહી છે તે સહી અમે નથી કરી, જેથી આ ફોર્મ રદ્દ કરો. અહીં સારી પરિસ્થિતિ એ કે, આ બે ટેકેદારો પોલીસ જાપ્તામાં ત્યાં નથી ગયા કે ભાગી નથી ગયા, ત્યાં જ હાજર છે અને ત્યાં જ પ્રેસ-મીડિયાને મળીને કહે છે કે, જે ઉમેદવાર છે તે કંચનુભાઈ જરીવાલાનું ફોર્મ અમારી સહી ન હોવાના કારણે રદ્દ કરો. આ કિસ્સામાં ચૂંટણી અધિકારીના હુકમની નકલ પ્રેસ-મીડિયા સમક્ષ રજુ કરતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ કેસમાં ટેકેદારોની વાંધા અરજી ચુંટણી અધિકારીએ નામંજૂર કરી હતી અને ઉમેદવારનું ફોર્મ સ્વીકારવાનો હુકમ કર્યો હતો. તે દિવસે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જો ખસી જાય તો ભાજપને નુકસાન થતું હતું એટલે કાયદો જુદો અને આજે કોંગ્રેસનો ઉમેદવાર લડે તો ભાજપને નુકસાન થાય એટલે કાયદો જુદો. આવું ક્યાંય હોતું નથી.
આજે કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું માત્ર એક કારણસર ટેકેદારોએ એફિડેવીટ આપી છે એટલે ફોર્મ રદ્દ કર્યું છે. ચાર મુદ્દા આમાં ઉભા થાય છે. કાયદો સૌના માટે સમાન હોય છે. બંધારણ પણ કહે છે કે, આ જ પ્રકારનો સુરત વિધાનસભાની ચુંટણીમાં નિર્ણય થયો તો આજે જુદો નિર્ણય કેમ ? જેમણે ટેકેદાર તરીકે સહી કરી છે એમણે પોતાના મતદાર કાર્ડની ઝેરોક્ષ, ફોટા બધું જ આપ્યું છે એટલે એવું નથી કે એને ખબર નથી. ચારે-ચાર વ્યક્તિઓને એકસાથે સપનું આગે છે કે, અમારી સહી ક્યાંક ખોટી કરી છે. ચારે-ચાર વ્યક્તિ એક જ ટાઈપીસ્ટ પાસે જાય છે. ચારે-ચારની અરજી આઈડેન્ટીકલી એક સરખી કે આ અમારી સહી નથી. ચારે-ચાર વ્યક્તિ એક જ માણસ પાસે જાય છે એફીડેવીટ કરાવવા માટે નોટરી પાસે. ૫૭, ૫૮, ૫૯, ૬૦ ચારેયના નંબરો ઉપરાઉપરી એક સાથે પડે છે. આવો ક્યાંય સંયોગ હોઈ શકે ખરો ? આ સ્પષ્ટ છે કે આ મેળાપીપણું હતું. ભાજપ સુરતમાં હાર ભાળી ગઈ. ફ્રી, ફેર એન્ડ ફિયરલેસ ઈલેકશન એ પાયાનો સિદ્ધાંત છે એનાથી આ વિરુદ્ધ થયું છે. અમારી લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ સુધી લડશે.
ચૂંટણી પંચને સવાલ કરતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ તેમની તટસ્થતા જાળવી રાખે એ દેશ માટે જરૂરી છે. આઝાદી બાદ આટલાં વર્ષોમાં દુનિયાભરના દેશોએ આપણા દેશની પ્રતિષ્ઠા વધારી છે અને કહ્યું છે કે સાચી લોકશાહી ક્યાંય પણ ચાલી હોય તો હિન્દુસ્તાનમાં ચાલી છે. ૧૭ પાર્લામેન્ટની ચૂંટણીઓમાં અનેક વખત સત્તા પરિવર્તન થયા. કોઈ પક્ષ કે શખ્સ સત્તામાંથી બહાર પણ ગયા અને સત્તામાં ફરીને આવ્યા પણ નિષ્પક્ષ ચૂંટણી અંગે ક્યારેય દુનિયામાં કોઈએ સવાલ નથી કર્યા. આ વખતે દુનિયાના પ્રતિષ્ઠિત અખબારો અને દુનિયાની પ્રતિષ્ઠિત ચેનલો આપણા દેશની લોકશાહીમાં ચૂંટણી પંચ તટસ્થતાથી નથી ચાલતું તેવી વાત કરે છે, જેનાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. જનતા જનાર્દન મહાન છે, ભાજપે સુરતનું એક ફોર્મ રદ્દ કરવાની ચેષ્ટા કરી છે, પરંતુ મને વિશ્વાસ છે કે, મારા વ્હાલા ગુજરાતીઓ વ્યાજ સાથે ૧ના ૧૧નો બદલો લેશે અને બીજી સીટો પર વધારે મક્કમતાથી કોંગ્રેસનું સમર્થન કરશે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
સુરતના ઉમેદવારે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું અને મને પણ કહ્યું હતું કે, એ માંગે તે રકમ આપવાનું અને સામાજિક રીતે દબાણ પણ જ્યાં સુધી લેવાય ત્યાં સુધી લાવવાનું કામ ભાજપ પક્ષે કર્યું છતાં નહીં ડરેલ ઉમેદવાર સામે સામ, દામ, દંડ, ભેદ
વિરુદ્ધ થયું છે. અમારી લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ સુધી લડશે.
1 Comment
This was both informative and hilarious! For further reading, check out: LEARN MORE. What do others think?