યુદ્ધ મેદાનમાં વિજય મેળવવા રાજપૂત સૈનિકો “જય ભવાની ” ગગનભેદી નારા જોશ ઉત્સાહ થી ઉચ્ચારી લડાઇ લડ્યા l સૈનિકોએ દુશ્મનો ને ધૂળ ચટાડી બલિદાન આપી,હીન્દુ ધર્મ અને રાષ્ટ્ર ની રક્ષા માટે નો ઈતિહાસ અંકબધ છે !
18 મી લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન સુરેન્દ્રનગર રાજપૂત પરિવાર લગ્ન પ્રસંગે યોજાયોલા ડાયરા મા઼ “જય ભવાની ” પરષોત્તમ રુપાલા ને હરાવવા નારા દૌહારાવી, લોકતાંત્રિક રીતે લડાઈ સમાજ ની અસ્મિતા બચાવવા નુ નક્કી કરેલ છે l આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ,તેજ, તરાર,સામાજિક કાર્યકર અને ખેડૂત નેતા ભરતસિંહ ઝાલાએ જણાવ્યું, રાજપૂત સમાજ માત્ર રૂપાલાનો વિરોધ કરવા પૂરતો મર્યાદિત નથી પણ ભાજપ સામે પણ મોરચો ખોલ્યો છે l કેન્દ્રીય મંત્રી એ સમાજ ની અસ્મિતા પર આરોપ લગાવી, અગ્રેજો સાથે રોટી બેટી ના વિવાદાસ્પદ નિવેદન બાદ, દેશભરના રાજપૂત સમાજે ગંભીરતાથી નોંધ લઈ આક્રોશની સાથે એક જ માંગણી રાજકોટ ખાતે થી ઉમેદવાર હટાવી ટિકિટ અન્ય ઉમેદવાર ને આપવામાં આવે lઆઝાદી પહેલાં નો ઈતિહાસ હોય કે બાદ સમાજ નું બલિદાન ના પાળીયા આજે પણ ગામે ગામ જોવા મળી રહ્યા છે l સમાજ પર ગંભીર આક્ષેપો લગાવી અસ્મિતા ને ખતમ કરવાનું ષડયંત્ર સમાન છે .નામાંકન પાછું ખેંચવાની તારીખ સુધી ભાજપ ઉમેદવારનું નામાંકન રદ્દ કરાવી નથી શકી, પરંતુ છત્રિયો ના સમાજ પ્રત્યે અભદ્ર નિવેદન અંગે સહમતી હોય એવું લાગે છે? જેના કારણે રાજપૂતોએ પોત પોતાની રીતે ભાજપ સામે રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે l ‘ચૂંટણીની મૌસમ માં રાજપૂત સમાજના પરિવારોમાં 2000થી વધુ લગ્નો યોજાશે તેવો અંદાજ છે,જેમાં ગામેગામ લોક ડાયરા માધ્યમ થી વિરોધ નોંધાવી, રાજપૂત સમાજ ના બલિદાન ઉજાગર કરાવી સમાજ ને એકજૂથ કરી ૨૦૨૪ લોકસભા મા અબકી બાર રાજપૂત સમાજ કા વાર અર્થાત વોટબેંક થી હરાવા નકકી કરેલ છે l
સુરેન્દ્રનગર આસપાસના જિલ્લાઓમાં લગ્નના કાર્યક્રમો દરમિયાન આ રાજકીય મુદ્દો ઉઠાવીને એક જૂથ થઈ રહ્યા છે,
લગ્ન પહેલા લોક ડાયરામાં જય ભવાની, પરસોતમ રૂપાલાને હરાવો’ના નારા ની લોકસભાની ચૂંટણીમાં ગામેગામ લઈ જવાનો સંકલ્પ સુરેન્દ્રનગર જીલ્લા થી કરાયો છે l ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિએ કેન્દ્રીય મંત્રી સમાજની નારાજગીને અનદેખી કરી રહ્યા છે,સુરેન્દ્રનગર ગોહિલ વાડ રાજપૂતી પરંપરા સાથે રૂપાલાના વિરોધ કરતી જોવા મળી રહી છે l રાજકોટ લોકસભા બેઠક થી રૂપાલાની ઉમેદવારી કોઈપણ ભોગે પાછી ખેંચવાની માંગ પર સમાજ અડગ છે l પરંતુ ગુજરાતમાં 75 લાખની વસ્તી ધરાવતા રાજપૂત સમાજની માંગણીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાને બદલે, ભાજપ પોતાના નેતાની સાથે ઉભો હોય તેવું લાગી રહ્યું છે l એક વ્યક્તિ ને બચાવવા ભાજપ પોતાની મનમાની કરતા નજર આવી રહ્યું છે l સમાજનો રોષ ગુજરાતના ગામડાઓ પૂરતો સીમિત નથી. ગુજરાતની બહાર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં રાજપૂત પંચાયતો એકસાથે વિરોધ કરી રહી છે. જો કે, રાજપૂત સમાજ ખુદ ગુજરાતમાં વિખેરાયેલો જોવા મળી રહ્યો છે એટલે રાજ્ય સરકાર પણ રાજપૂત આગેવાનોને પોતાની સાથે રાખ્યા છે l આ આંદોલન નો લગભગ અંત જાહેર કર્યો છે, અને રૂપાલાએ માફી માંગી છે, જેના કારણે નારાજગીનો પ્રશ્ન જ નથી l
1 Comment
Very well written! The insights provided are very valuable. For additional information, check out: LEARN MORE. Looking forward to the discussion!