અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગરભાઇ રબારીએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, ભાજપ એમ કહી રહી છે કે તેમની સરકાર 80 કરોડ લોકોને રેશનીંગનું અનાજ આપે છે અને તેઓ એ બાબત પર ગર્વ કરે છે પરંતુ આ એક શરમજનક બાબત છે. ભાજપ સરકારે પદ્ધતિસર લોકોને રેશનીંગનું અનાજ ખાતા કર્યા. સરકાર રોજગારી મારી રહી છે અને લોકોને રેશનીંગ પર નિર્ભર થવા મજબૂર કરી રહી છે. સરકારે 753 કરોડના વીજ કંપનીઓના 66કેવીના સબ સ્ટેશન આખે આખા આઉટસોર્સ કરી દીધા છે. સરકારે આખી સિસ્ટમને આઉટસોર્સ કરીને જે તે ગ્રામીણ વિસ્તારની રોજગારી ખતમ કરી દીધી.
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરોએ સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવી સરકારી સ્કીમમાં કંપની રજીસ્ટર કરી અને કુલ 80 થી વધારે કંપનીઓને રજીસ્ટર કરવામાં આવી. શરૂઆતમાં એમ કહેવામાં આવ્યું કે જે લોકો પાસે સબ સ્ટેશનના કોન્ટ્રાક્ટનો અનુભવ છે, તેઓ આખે આખું સબ સ્ટેશન લઈ શકશે. જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય સ્ટાર્ટ અપ ઇન્ડિયા હેઠળ કંપની રજીસ્ટર કરાવવી હતી અને તેઓએ લાખો રૂપિયાનો ખર્ચો કરીને એમ વિચારતા હતા કે ભવિષ્યમાં સરકાર તરફથી મોટો કોન્ટ્રાક્ટ મળશે. 753 કરોડના આ કોન્ટ્રાક્ટમાંથી આ કંપનીઓને દૂર કરવા માટે એક શરત મુકવામાં આવી એ પણ ટેન્ડર બહાર પાડ્યા પછી શરત ઉમેરાઈ કે મિનિમમ બે સબ સ્ટેશન ચલાવવાનો અનુભવ હોવો જોઈએ. પરંતુ આ કંપનીઓને કામ આપ્યું જ નથી તો તેઓ અનુભવ લાવશે ક્યાંથી. આ શરતના કારણે 80માંથી 51 કંપનીઓને આ ટેન્ડર પ્રક્રિયામાંથી દૂર કરી દીધી. ત્રણ વર્ષ સુધી સ્ટાર્ટ અપ ઇન્ડિયાના યુવાનોને ખર્ચ કરાવીને આ ટેન્ડર પ્રક્રિયામાંથી દૂર કરીને તેમને ગરીબી તરફ ધક્કો મારી દીધો. સરકારે આ પગલું પડ્યું કારણ કે મોટા પ્લેયર વધારે માલ કમાઈ શકે.
આમ આદમી પાર્ટીની પહેલી માંગણી એ છે કે આ સરકારી મિલકત છે માટે સરકારે સ્ટેશન ચલાવવા જોઈએ. શરૂઆતમાં સરકારે પાવર પ્લાન્ટને મારી નાખ્યા અને ખાનગી પાવર પ્લાન્ટોના ભરોસે મધ્યમ વર્ગના ખીજામાંથી પૈસા ખેંચવાનું ચાલુ કર્યું. અને લોકોને ગરીબી તરફ ધકેલીને રેશનીંગના અનાજ તરફ લઈ જાય છે. જનતાએ ભાજપને ખૂબ જ વોટ આપ્યા એટલા માટે ભાજપ આજે મહાભ્રષ્ટ પાર્ટી બની ગઈ છે. અમારી માંગણી છે કે સરકાર આ સબ સ્ટેશનમાં જરૂરી સ્ટાફની ફૂલ પગાર સાથે સરકારી ભરતી કરીને આ સબ સ્ટેશન શરૂ કરે.બીજી માંગણી એ છે કે ભાજપ સરકાર અમુક લોકોની મોનોપોલી ઊભી કરી રહી છે તે મોનોપોલી ખતમ કરે અને યુવાનોને તક આપે. અને યુવાનોને તક આપવા માટે એ જરૂરી છે કે આ ટેન્ડરમાં એક શરત પાછળથી ઉમેરાઇ છે માટે આ ટેન્ડરને રદ કરે. અમારી ત્રીજી માંગણી છે કે અત્યારે જનતા ફ્યુઅલ સરચાર્જનો માલ વેઠી રહી છે. અને મોટા કોન્ટ્રાક્ટરોની મોનોપોલીના કારણે તેઓ વધુ ઊંચા કોન્ટ્રાક્ટ ભરશે અને છેવટે બધો ભાર જનતા પાર આવશે માટે ગુજરાતની જનતાને આ લૂંટમાંથી બચાવવામાં આવે.
આમ આદમી પાર્ટી ગુજરાત
1 Comment
Great read! The clarity and depth of your explanation are commendable. For further reading, here’s a useful resource: EXPLORE FURTHER. Let’s discuss!