પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ કે પ્રોજેક્ટ પ્રોફિટ પાર્ટનરશિપ ?Public Private Partnership or
Project Profit Partnership?Rented for only Rs.25092 per month..મોટનાથ તળાવની મોકાની જગ્યા મહિને ફકત રૂા.૨૫૦૯૨ના ભાડે અપાઈ….મેયર ભરત ડાંગર, સ્ટેન્ડીગ ચેરમેન જીગીશા શેઠ, ભાજપ પ્રમુખ રંજનબેન ભટ્ટ અને કમી. વિનોદ રાવના સમયમાં મફતના ભાવે હરણી લેકઝોન આપી દિધુ હતું..
Mayor Bharat Dangar, Standig Chairman Jigisha Sheth, BJP President Ranjanben Bhatt and Comm. During Vinod Rao’s time, Harani Lekzone was given for free.ખાસ રાજકારણીઓ મલ્ટિપર્પઝ હોલ
વાપરતા હતામોટનાથ તળાવ ખાતેના લેક ઝોનમાં મલ્ટીપર્પઝ હોલ બનાવેલો છે. આ જગ્યાએ ગેરકાયદે બાંધકામ પણ કરાયુ હોવાનો આરોપ છે. જે હોલ ભાડેથી આપીને કોન્ટ્રાક્ટર કમાણી કરતો હતો. એટલુ જ નહીં. લેક ઝોનના પ્રોજેક્ટમાં એમઓયુની શરતોનો ભંગ થતો હતો, પરંતુ ત્યા કોન્ટ્રાક્ટર સાથે ઘરોબો ધરાવતા મોટા રાજકીય માથાઓના કારણે કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે આંગળી પણ કરી શકવાની હિમ્મત કરી શકતા ન હતા. તે મલ્ટીપર્પઝ હોલમાં આ ખાસ રાજકારણીઓની મિટીંગો અને કાર્યક્રમો પણ થતા હતા. સીસીટીવીના ફૂટેજ બહાર આવે તો રાજકારણીઓનો પણ ભાંડો ફુટે તેમ છે…..શહેરના હરણી મોટનાથ તળાવ ખાતેની ૫૫,૧૬૫ ચો.મી. સોનાની લગડી સમાન જમીન પીપીપી મોડલના નામે માનીતા કોટિયા પ્રોજેક્ટ ને આપી દેવામાં રાજકીય માથાઓના છૂપા આર્શિવાદ કામ કરી ગયા હતા.આટલી વિશાળ અને ટીપી રોડ ટચ જગ્યા મહિને માત્ર રૂ.૨૫૦૯૨ના ભાડા (પ્રીમિયમ)થી આપીને કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને ખુશ કરી દીધા હતા. પીપીપી મોડલ એટલે સાચા અર્થમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ કે પછી પ્રોજેક્ટ પ્રોફિટ પાર્ટનરશિપ છે ?શહેરના હરણી એરપોર્ટથી આગળ જતા ગદા સર્કલ પાસે જ નેશનલ હાઈવેને જોડતા ટીપી-૧ના એફ.પી. ૧૩૫,૧૩૯,૧૦૫,૧૬૩નીજે એક તરફ ૩૬ મીટરના ટીપી રોડ તેમજ બીજી બે તરફ ૩૦ મીટરના કુલ ૫૫૧૬૫ જગ્યાટીપી રોડ ટચ આવેલી છે. આ જગ્યા મોકાની જગ્યા ગણાય છે કોર્પોરેશને પીપીપી મોડલના સુકા ફરસાણ બનાવીને વેચનારા વેપારીની કોટિયા પ્રોજેક્ટ નામની ફર્મને મોટનાથ તળાવ ખાતેની જમીનમાં લેક ઝોનનો પ્રોજેક્ટ સોંપાયો હતો. જેમાં રાજકારણીઓના પહેલાથી જ આ ફર્મના પાર્ટનરોના માથે ચાર હાથ હોવાના આક્ષેપો લાગ્યા છે..કોન્ટ્રાક્ટરે ગઈ તા.૨૯-૦૮- ૨૦૧૬ના રોજ પત્ર લખીને વાર્ષિક રૂ.૩,૦૧,૧૧૧ની રોયલ્ટી (પ્રીમિયમ)ની રકમ કરાર મુજબ ૩૦ વર્ષ સુધી ચૂકવવાની તૈયારી દાખવી હતી. એટલે કે આટલી મોટી વિશાળ મોકાની જમીનનુ ભાડુ મહિને માત્ર રૂ.૨૫,૦૯૨ જે વસૂલવાનુ નક્કી કરાયુ હતુ. ફ્યુચરિસ્ટીક સેલ દ્વારા તે સમયના મ્યુનિ.કમિશનરની ભલામણથી ટેન્ડર થકી આ કોન્ટ્રાક્ટરને કામ આપવા માટે દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટિમાં ગઈ તા.૦૩-૦૯-૨૦૧૬ના રોજ રજૂ કરાઈ હતી. તે સમયે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ડૉ. જિગિષાબેન શેઠ હતા.ગઈ તા.૦૮-૦૯-૨૦૧૬ના રોજ સ્ટેન્ડિંગે કામ સોંપવાનો ઠરાવ કર્યો હતો. એ પછી સ્ટેન્ડિંગની દરખાસ્તને આધારે ગઈ તા. ૧૨-૦૯- ૨૦૧૬ના રોજ તે સમયના મેયર ભરત ડાંગરની અધ્યક્ષતામાં મળે સમગ્ર સભામાં ઠરાવ કરાયો તેમાં પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સતિશ પટેલ અને પૂર્વ મેયર નિલેશ રાઠોલ અનુમોદન આપ્યુ હતુ. આ સમયગાળામાં મ્યુનિ. કમીશનર વિનોદ રાવ અને શહેર ભાજપ પ્રમુખ શ્રી રંજન ભટ્ટ હતા.મંજૂરી મળતા જ કોન્ટ્રાક્ટરેસ્ટ
તા. 1-02-2017ના રોજ ફ્યુચરિસ્ટીક સેલ દ્વારા વર્ક ઓર્ડર આપી દેવાયો હતો.
1 Comment
Great write-up! Your analysis is spot-on. For those wanting to explore more, this link is helpful: FIND OUT MORE. What are your thoughts?