અખબારી યાદી
તા. ૧૯-૧૨-૨૦૨૩
અનૈતિક અને ગેરલોકતાંત્રિક પ્રવૃત્તી પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, લોકશાહીની પ્રણાલીને સુદૃઢ કરવાની જગ્યાએ કેમ કરીને લોકશાહીના પાયાને હચમચાવી નાખવાનું અને ધોળેદહાડે હત્યા સમાન કૃત્ય-ખરીદ વેચાણ સંઘ ભાજપા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ભાજપ દ્વારા ધાક-ધમકી, લોભ-લાલચ જેવા હથકંડાઓ અપનાવીને ધારાસભ્યોને તોડવામાં આવી રહ્યાં છે. તેવા સમયમાં વ્યક્તિગત મહત્વકાંક્ષા, આર્થિક લાભોની સામે ગાંધી વિચારધારા-સિધ્ધાંતોને નેવે મુકનાર લોકોને ગુજરાતની જનતા જોઈ રહી છે. પક્ષદ્રોહ અને તેનાથી પણ વધુ પ્રજાદ્રોહ કરનાર ધારાસભ્યને જનતાના જનમતનું અપમાન કર્યું છે. જો ખરેખર ભાજપ સરકારે પ્રજાલક્ષી કામગીરી કરી હોત તો કોંગ્રેસમાંથી ઉછીના નેતા લેવાની જરૂર ન પડત.
આસમાને મોંઘવારી અને બેરોજગારી સમસ્યામાં જનતાને રાહત આપવાને બદલે માત્રને માત્ર વિપક્ષના ધારાસભ્યોને તોડવા માટે જે અનૈતિક કાવાદાવા થઈ રહ્યા છે તે ગાંધી-સરદારના ગુજરાત માટે અતિ ચિંતાજનક છે.
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
1 Comment
This was both informative and hilarious! For more details, click here: LEARN MORE. What’s your take?