અમદાવાદ/ગાંધીનગર/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત રાજ્યના નાણાપંચના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. અમે આ નિર્ણયને આવકારીયે છીએ. તારીખ 21 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રીય નાણાપંચ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓના એક ડેલિગેશને મુલાકાત કરી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટી રજૂઆત કરી હતી કે, વર્તમાનમાં ગુજરાતમાં કોઈ રાજ્યના નાણાપંચના અધ્યક્ષ નથી અને નાણાપંચ ન હોવાના કારણે ગુજરાતની પંચાયતો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આર્થિક સામાજિક અને બુનિયાદી સુવિધાઓના રિપોર્ટ તૈયાર થતા નથી અને ગુજરાતમાં કેન્દ્રના નાણાપંચ દ્વારા ફાળવવામાં આવેલા ફંડનો પણ સાચો ઉપયોગ થતો નથી. માટે ગુજરાતમાં રાજ્ય નાણાપંચના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીની માંગને ધ્યાને લઈને કેન્દ્રીય નાણાપંચે રાજ્ય સરકારને ટકોર કરી હતી અને આજે દસ વર્ષ પછી રાજ્ય નાણાપંચના અધ્યક્ષની ભરતી થઈ છે. આમ આદમી પાર્ટી સરકારના નિર્ણયને આવકારે છે અને આશા રાખવામાં આવે છે કે આમ આદમી પાર્ટીની અન્ય માંગો પણ ઝડપથી માનવામાં આવે. આમ આદમી પાર્ટીની અન્ય માંગો હતી, જેમ કે ગુજરાતમાં ભૌગોલિક, આર્થિક અને સામાજિક સર્વે કરવામાં આવે, સર્વેના આધારે પછાત તાલુકા-જિલ્લાઓ જાહેર કરીને તેમને વિશેષ ભંડોળ આપવામાં આવે. આ સિવાય પંચાયતો અને નગરપાલિકાઓ સ્વનિર્ભર બને અને નાણાપંચ દ્વારા ફાળવેલા ભંડોળને રાજ્ય સરકારના રોકટોક વગર સીધું આપવામાં આવે. અને માંગ હતી કે ‘ક્લાયમેટ રિસ્ક ફંડ’ ફાળવવામાં આવે અને આબોહવાના કારણે જે ખેડૂતોને નુકસાન થાય છે તેમને સહાય કરવામાં આવે. આ સિવાય અન્ય એક માંગ હતી કે કેન્દ્ર સરકારની આવકના 42% રાજ્યોને મળે છે, પરંતુ રાજ્યોનો હિસ્સો વધારીને 50% કરવો જોઈએ.
ગુજરાત પ્રવાસી ન્યુજ અમદાબાદ-www.gujaratpravasi.com /८१४१०२२६६६
10 Comments
Ümraniye en iyi süpürge servisi Personel çok nazik ve yardımseverdi. https://satitmattayom.nrru.ac.th/?dwqa-question=elektrikli-supurge-tamircisi
great articleslot mahjong Terpercaya
Situs slot server luar negri terbaik bonus 100% diawal.
situs slot gacor hari ini banyak yang gampang menang dengan daftar akun slot88 resmi baru pasti jepe segera mainkan sekarang juga
SLOT RAFFI AHMAD dan 3, dengan Bonus Event Scatter Hitam yang Sangat Populer di Indonesia. LINK DAFTAR
Kağıthane su kaçağı tespiti Zeytinburnu su kaçağı tespiti: Zeytinburnu’nda noktasal su kaçağı tespiti hizmeti. https://guyub.net/ustaelektrikci
Maltepe su kaçağı tespiti Acıbadem su kaçağı tespiti: Acıbadem’de su kaçağı sorunlarınıza kalıcı çözümler. https://www.ekcochat.com/ustaelektrikci
İstanbul boru kaçağı tespiti Caddebostan su kaçağı tespiti: Caddebostan’da su kaçağı tespitinde uzman ekip. https://www.buzzbii.com/ustaelektrikci
Banyak promo menarik tiap minggu
Peluang menang besar banget