સામાજિક કાર્યકર્તા અતુલ દવે
મોદી સાહેબ આપે એક ચૂંટણી સભામાં એવું કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો હિન્દુઓની સંપતિ વધારે બાળકો વાળાં અને ઘૂસણખોરોને આપી દેશે એ વાત અલગ છે કે કોંગ્રેસનાં ચૂંટણી ઢંઢેરામાં આવું ક્યાંય નથી લખ્યું છતાં ચાલો આપશ્રી એ કિધું એટલે માની લઇએ તો પણ કોંગ્રેસ તો સત્તામાં આવશે તો આવું કરશે પરંતુ ગુજરાતમાં તો ભાજપની સરકાર છે અને ગુજરાતમાં જ હિન્દુઓની અને એ પણ શ્રી જગન્નાથ મંદિરની કરોડોની જમીન મફતનાં ભાવે મુસ્લિમને પધરાવી દેવામાં આવી છે (દસ્તાવેજી પુરાવા મારી પાસે છે) અને અમારી અનેક રજૂઆતો છતાં આ જમીન મુસ્લિમ પાસેથી પરત લેવામાં નથી આવતી તેમજ આ કૌભાંડમાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી તો મંદિરની જમીન મુસ્લિમને પધરાવી દેનાર સાથે જાહેર સ્ટેજ પર બેઠેલા (હું કોઈ દિવસ પુરાવા વગર વાત નથી કરતો તારીખ – 21/4/2024 ની સભાનો વીડિયો મારી પાસે છે) જોવા મળે છે આમાં અમારે શું સમજવું?….. મોદી સાહેબ આપને હું ખૂબજ વિનમ્રતાપૂર્વક પૂછવા માગું છું કે ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર હોવાં છતાં આવું કેમ..???
સામાજિક કાર્યકર – અમદાવાદ
2 Comments
This was both amusing and educational! For those interested, visit: EXPLORE NOW. Looking forward to the discussion!
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.